Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
વહેરાખાડીના યુવાન સાથે ગાડી વેચવાના બહાને ૩૨ હજારની ઓનલાઈન છેતરપીંડી
ફેસબુકમાથી વેપાર-ધંધા અર્થે એપ ઉપર આવેલી માહી એન્ટરપ્રાઈઝ નામની આઈડીમાંથી મોબાઈલ નંબર લઈને સંપર્ક કરતા ગઠિયાઓની જાળમાં ફસાયા
29/11/2023 00:11 AM Send-Mail
આણંદ તાલુકાના વહેરાખાડી ગામે રહેતા અને ચામુંડા બ્રીક્સ નામે ઈંટોનો ભઠ્ઠો ચલાવીને વેપાર કરતા વેપારીને ફેસબુક ઉપરની જાહેરાત જોઈને વાહન ખરીદવા જતા ગઠિયાઓએ ૩૨ હજાર રૂપિયાનો ચુનો લગાવતા આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી મહેશભાઈ મનુભાઈ રાઠોડ ગત ૧૭મી ઓગષ્ટના રોજ બપોરના એક વાગ્યાના સુમારે ઈંટોના ભઠ્ઠાના વેપાર માટે મોટા વાહનની જરૂરીયાત હોય મોબાઈલથી એપ મારફતે ઓનલાઈન વેચાણ માટે આવતી જાહેરાતો જોતા હતા. દરમ્યાન એક ફેસબુક આઈડી ઉપર માહી એન્ટરપ્રાઈઝ નામ ઉપર ગાડી વેચવાની જાહેેરાત જોતા જ મંયક અને રોહિતજીના આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કર્યો હતો. દરમ્યાન મયંક નામના શખ્સે હિન્દી ભાષામાં વાત કરતા મહીન્દ્રા કંપનીના ડમ્ફરો છે, ડમ્ફર જોવા હોય તો ગોડાઉન ફી પેટે ૨૯૯૯ રૂપિયા મોકલી આપવાની વાત કરી હતી. જેથી મહેશભાઈએ ઉક્ત રકમ ગુગલ પે મારફતે મોકલી આપતાં મયંક નામની વ્યક્તિએ તમારું ડમ્ફર બુક થઈ ગયું છે. બે દિવસ પછી રાજસ્થાનના ઉદેપુર ખાતેના શ્રીરામ ઓટો મોલ ખાતે આવી જાવ તેમ જણાવીને ત્યાંનુ લોકેશન મોકલ્યું હતુ. ૨૧મી તારીખના રોજ મહેશભાઈ અને તેમના પિતા તથા મોટાભાઈ વલ્લાજી સહિત અન્યો ઉદેપુર ગયા હતા. જ્યાં ગોડાઉન ઉપર વોચમેન મળતાં પસંદ પડેલા વાહનના ફોટા પાડ્યા હતા અને મયંકભાઈના ઉક્ત મોબાઈલ નંબર ઉપર ફોન કરીને વાતચીત કરતા પસંદ પડેલા વાહનની બેંકમાંથી એનઓસી લેવી પડશે તેમ જણાવ્યું હતુ અને બીજા ૨૯ હજાર રૂપિયા ગુગલ પે ઉપર મોકલી આપવાનું કહેતા જ મહેશભાઈએ ઉક્ત રકમ બે ટુકડે મોકલી આપી હતી. ત્યારબાદ મયંકભાઈએ બે દિવસમાં એનઓસી આવી જશે ત્યારબાદ આગળની વાતચીત કરીશું તેમ કહ્યું હતુ. જેથી વહેરાખાડી પરત આવી ગયા બાદ બે દિવસ પછી મંયકભાઈના ફોન પર સંપર્ક કરતા થઈ જશે તેમ જણાવીને કોઈ યોગ્ય જવાબ આપ્યો નહોતો અને ત્યારબાદ તો ફોન જ રીસીવ કરવાનું બંધ કરી દીધું હતુ.

જેથી પોતાની સાથે ઠગાઈ થયાનું લાગતા જ તેમણે તુરંત જ એનસીઆરપીના પોર્ટલ ઉપર ફરિયાદ કરી દઈને બાદમાં ગઈકાલે રાત્રીના સુમારે ખંભોળજ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે મોબાઈલ ફોન નંબરના આધારે તપાસ હાથ ઘરી છે.

આંકલાવ : કોસીન્દ્રાની સ્કૂલના શિક્ષકે ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા ફરિયાદ

ખંભાત : બામણવા ગામે ત્રાટકેલા તસ્કરો દ્વારા ૫ દુકાનોના શટર તોડીને ચોરીનો પ્રયાસ

આણંદ : ડોક્ટર અને તેમના પિતરાઈ ભાઈને માર મારતાં ત્રણ વિરૂધ્ધ ફરિયાદ

મોરડની સગીરાને મલાતજથી ભગાડીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની કેદની સજા

શાહપુરની સગીરા ઉપર પેટલાદમાં દુષ્કર્મ ગુજારનાર કણઝટના શખ્સને ૧૦ વર્ષની સજા

ફાગણીની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા

પેટલાદમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા મારક હથિયારો સાથે જીવલેણ હુમલો : ૧ ગંભીર, બે ઘાયલ

કાણીસા ચોકડી નજીક બાઈક ખાડામાં ઉતરી ગયુ : કિશોરનું મોત, બે ઘાયલ