નડિયાદ : બસ સ્ટેન્ડમાંથી મહિલાની ચેઈન તોડનાર મહેમદાવાદની પાકિટમાર મહિલા પકડાઈ
નડિયાદના બસ સ્ટેન્ડમાં આણંદ નજીક આવેલા વડોદ ગામે દીયરના ઘરે લગ્નમાં જતી યોગીનગરની મહિલાના ગળામાંથી રૂા. ૪૦ હજારની સોનાની ચેઈન આંચકીને ફરાર થઈ ગયેલ મહિલાને નડિયાદ પોલીસે પકડી પાડીને ચેઈન કબ્જે કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર નડિયાદ નજીક યોગીનગરમાં રહેતી મંજુલાબેન હુકાભાઈ તળપદા (ઉં.વ.આ.૬૬) ગઈ તા. ૧૭-૨-૨૦૨૪ના રોજ સવારના ૯.૩૦ વાગ્યાના સુમારે તેમના પતિ હુકાભાઈ સાથે દિયરના ઘરે વડોદ ગામ (આણંદ)મુકામે લગjમાં જવા નીકળ્યા હતા. સવારે ૧૦.૦૦ વાગ્યાના સુમારે નડિયાદ બસ સ્ટેન્ડમાં આવી વડોદરા તરફ જતી બસની રાહ જોતા હતા.
દરમ્યાન ૧૦.૪૦ વાગે કપડવંજ-પાવાગઢ એક્સપ્રેસ બસ આવતા તે બસમાં બેસવા પેસેન્જરની ઘણી ભીડ થયેલ હતી. જે બસમાં બેસી ગયા હતા. પછી ખ્યાલ આવ્યો કે તેમણે ગળામાં પહેરેલ સોનાની રૂા. ૪૦ હજારની ચેઈન ગાયબ થઈ ગઈ
હતી. જેથી તેમણે પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.
નડિયાદ ટાઉન પોલીસે બસ સ્ટેન્ડમાંથી મેળવેલ ફૂટેજના આધારે તેમજ નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરતા એક મહિલા ફુટેજમાં દેખાઈ હતી.
જે મહેમદાવાદમા રહેતી રૂપીબેન રમેશભાઈ વાઘરી હોવાનું જાણવા મળતાં જ પોલીસે તેને ઝડપી પાડીને ચોરીમાં ગયેલી ચેઈન કબ્જે કરી હતી.