મહુધા નજીક ભુલીભવાની પાટીયા પાસે એસટી બસે બાઈક ચાલકને અડફેટે લેતાં મોત
સાસરીમાં આવેલ જમાઈ ઘરે પરત જતા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં ખોપડી જ ફાટી જવા પામી હતી
મહુધા નજીક નડિયાદ રોડ પર ભુલીભવાની પાટીયા પાસે સાસરીમાંથી પરત જતા જમાઈની મોટર સાયકલને એસટી બસે અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં જમાઈનું મોત થયું હતું. આ બનાવ અંગે એસટી ચાલક સામે સસરાએ ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર કઠલાલ તાલુકાના બોચાસણ ગામે રહેતા અંબાલાલ ઉર્ફે લ-મણભાઈ અવજીભાઈ ે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામે રહેતા તેમના જમાઈ અશોકભાઈ જયંતીભાઈ ગત ૧૯મી ફેબ્રુઆરીના રોજ મોટર સાયકલ લઈને સાસરીમાં આવ્યા હતા.
તેઓ ગતરોજ સમી સાંજે અશોકભાઈ ઘરે પરત જતા હતા. આ દરમ્યાન મહુધા નજીક નડિયાદ રોડ પર ભુલીભવાની પાટીયા પાસે સામેથી પૂરપાટે આવી રહેલી એસટી નં. જીજે-૧૮, ઝેડ-૭૮૦૧ના ચાલકે અશોકભાઈની મોટર સાયકલને અડફેટે લીધી હતી. જેને કારણે અશોકભાઈ રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેના કારણે માથાના
ભાગની ખોપડી ફાટી ગઈ હતી અને મોંઢાનો ભાગ કચડાઈ ગયો હતો. જેથી ગંભીર ઈજાઓ પહોંચતા અશોકભાઈ જયંતીભાઈનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના સસરા અંબાલાલ ઉર્ફે લ-મણભાઈને થતાં તેઓ તેમના સ્વજનો સાથે દોડી આવ્યા હતા. આ બાદ મૃતક જમાઈનું પીએમ મહુધા સરકારી દવાખાનામાં કરવામાં આવ્યું હતું.