Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૪, ચૈત્ર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૩૦૦

મુખ્ય સમાચાર :
તા. ૧૧થી ર૬ માર્ચ,ર૦ર૪ દરમ્યાન ધો.૧૦ અને ધો.૧ર (સા.પ્ર/વિ.પ્ર)ની યોજાશે પરીક્ષા
આણંદ જિલ્લો : ધો.૧૦માં ગત વર્ષ કરતા પ૬૪૮ વિદ્યાર્થીઓ વધ્યા, ધો.૧રના બંને પ્રવાહમાં પણ વધારો
ધો.૧૦માં ૪૦, ધો.૧ર સા.પ્રવાહમાં ર૦ અને વિ.પ્રવાહમાં પ પરીક્ષા કેન્દ્રો
23/02/2024 00:02 AM Send-Mail
ઉત્તરવહીમાં ચલણી નોટ, નિશાની કે નકલ કરવાથી પરિણામ રદ થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર મા.શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત ધો.૧૦ અને ૧ર સા.પ્ર-વિ.પ્ર.ની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે કયા સંજોગોમાં પરિણામ રદ થઇ શકે તે બાબતોથી કેટલાક વિદ્યાર્થીઓ અજાણ હોય છે. જેથી આ અંગે જાહેર કરાયેલ માર્ગદર્શનનુસાર વિદ્યાર્થી દ્વારા બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહીમાં ગેરરીતિભર્યુ લખાણ, ચલણી નોટ કે કોઇપણ પ્રકારની લાંચ, ગુપ્ત કોડથી નિશાની, પરીક્ષા ખંડમાં ગેરશિસ્તભર્યુ વર્તન કે અન્ય પરીક્ષાર્થીઓને ડિસ્ટર્બ કરવા, નકલ કે ઉતારો કરતા અથવા બીજાના નામે પરીક્ષા આપતા ઝડપાય, સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી દ્વારા બિનઅધિકૃત સાહિત્ય લાવેલું દેખાય સહિતના કારણોથી પરિણામ પર માઠી અસર થઇ શકે છે. આથી પરીક્ષાર્થીએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

આણંદ જિલ્લાનું ગત વર્ષની બોર્ડ પરીક્ષાનું સરવૈયુ
વિગત કુલ વિદ્યાર્થી કુલ પરીક્ષાર્થી ગેરહાજર ઉત્તીર્ણ વિદ્યાર્થી પરિણામ ધો.૧૦ રપપ૩૬ રપર૮૭ ર૪૯ ૧૪પ૭૩ પ૭.૬૩ ટકા ધો.૧ર સા.પ્રવાહ ૧૩૯૪૩ ૧૩૯૦૩ ૪૦ ૭ર૪૧ ૭૧.૦પ ટકા ધો.૧ર વિ.પ્રવાહ ૪૧૬૯ ૪૧૬૪ પ ર૪૯૯ ૬૦.ર૧ ટકા

ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્ય. બોર્ડ દ્વારા આગામી તા. ૧૧ માર્ચથી ર૬ માર્ચ,ર૦ર૪ દરમ્યાન ધો.૧૦ અને ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાનાર છે.

આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ૩ ઝોનમાં ૧૦ કેન્દ્રોના ૧૧૦૮ બ્લોક પર ધો.૧૦ની પરીક્ષા તેમજ ૧ ઝોનના ર૦ કેન્દ્રોના ૪૮૯ બ્લોકમાં ધો.૧ર સામાન્ય પ્રવાહ અને ૧ ઝોનના રપ કેન્દ્રોના ૭૪૧ બ્લોકમાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાની બેઠક વ્યવસ્થા સહિતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આણંદ જિલ્લામાં ૧પ સરકારી, રર૦ ગ્રાન્ટ ઇન એઇડ અને ૧૧૭ નોન ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે. નોંધનીય બાબત એ છે કે આ વર્ષ ધો.૧૦ની પરીક્ષામાં કુલ ૩૧૧૮૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે ગત વર્ષના રપપ૩૬ની સરખામણીએ પ૬૪૮ વિદ્યાર્થીઓનો વધારો દર્શાવે છે. જયારે ગત વર્ષ ધો.૧ર સા.પ્રવાહમાં ૧૩૯૪૩ વિદ્યાર્થીઓની સામે આ વર્ષ ૧૪૮૭૯ પરીક્ષાર્થીઓ (૯૩૬નો વધારો) નોંધાયા છે. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષ ૪૧૬૯ની સરખામણીએ આ વર્ષ પ૧૪૮ (૯૭૯નો વધારો) વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.૧૦ માટે આણંદમાં ૧૩ કેન્દ્રોની ૩૬ બિલ્ડીંગના ૪૪ર બ્લોકમાં ૧ર૭૭૦ વિદ્યાર્થીઓ, પેટલાદમાં ૧૩ કેન્દ્રોની ૩૧ બિલ્ડીંગના ૩પ૬ બ્લોકમાં ૯૯૯૮ અને આંકલાવના ૧૪ કેન્દ્રોની ૩૦ બિલ્ડીંગમાં ૩૧૦ બ્લોકમાં ૮૪૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.૧ર સા.પ્રવાહમાં ર૦ કેન્દ્રોની ૪૧ બિલ્ડીંગના ૪૮૯ બ્લોકમાં ૧૪૮૭૯ પરીક્ષાર્થીઓ અને ધો.૧ર વિ.પ્રવાહમાં પ કેન્દ્રની રર બિલ્ડીંગના રપર બ્લોકમાં પ૧૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

તાપમાનનો પારો ૪૧.પ : આણંદ જિલ્લામાં હીટવેવના કારણે ૭ દિવસમાં ડાયેરીયાના ૩૦૭ અને ટાઇફોઇડના ૪ કેસ

આણંદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના અમિત ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યુ

ઉમરેઠના સુરેલીમાં દિપડાની રંજાડ: વધુ બે બકરીઓનું મારણ કર્યુ

આણંદ : પ દિવસથી પીડા અનુભવતી ગાયને સમયસર સારવાર ન મળી ને' અંતે મોતને ભેટી

ઉમરેઠ-બેચરી ફાટક પાસેના સોસાયટી વિસ્તારમાં ઓવરબ્રીજનું કામ પૂર્ણ કરવા પ્રાથમિકતા આપવાની માંગ

આણંદ સહિત જિલ્લાભરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી, શોભાયાત્રા-મહાઆરતી

આણંદ : સતત બીજા દિવસે ૪૧ ડિગ્રી સાથે લૂની અસર

બાર માસના મસાલા ભરવાની સીઝનમાં ગત વર્ષ કરતા મરચાના ભાવ ઘટ્યા, હળદરના વધ્યા