Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૪, ચૈત્ર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૩૦૦

મુખ્ય સમાચાર :
સામરખા ગામમાં જાહેર રસ્તા પર કરાયેલ દબાણ નવ માસ બાદ પણ યથાવત
દબાણ દૂર કરવાની જગ્યાએ કેબિન મુકી રાખવામાં આવે છે
23/02/2024 00:02 AM Send-Mail
સરકારી નાળની આજે માપણી કરાઈ છે માપણી સીટ આવ્યા બાદ દબાણ હશે તો દૂર કરાશે : સરપંચ
સામરખા ગ્રામ પંચાયત સરપંચ ભાવિનભાઈ સોઢા પરમારે જણાવ્યું હતું કે આજે સરકારી નાળની માપણી કરવામાં આવી છે અને માપણી સીટ આવ્યા બાદ દબાણ નીકળશે તો દબાણ દૂર કરવામાં આવશે.

વર્ષ ૨૦૧૧ માં તત્કાલિન સરપંચે દબાર દૂર કર્યું હતું : અરજદાર
અરજદાર ભરતભાઈ પટેલ જણાવ્યું હતું કે અગાઉ વર્ષ ૨૦૧૧ માં સરપંચ બાબુકાકાએ આ સ્થળેથી દબાણ દૂર કર્યું હતું. ત્યારબાદ ક્રમશ દબાણ પુન: ખડકી દેવાયા હતાં. જેને દૂર કરવાની રજૂઆત બાદ દોઢ વર્ષ દબાણ હટાવવાની કામગીરી અધુરી કરવામાં આવી છે. માટી પુરાણના ઓટલા દૂર કરાયા નથી અને લાકડાનું કેબીન મૂકી રાખી દબાણ યથાવત રાખવામાં આવ્યું છે. જેથી દબાણકારો પુન: દબાણ કરે તેવી શક્યતાઓ વધી ગઈ છે.

આણંદ તાલુકાના સામરખા ગામના બસ સ્ટેન્ડ આગળ ગેરકાયદે કેબિનો મૂકી તેમજ દુકાનો કરીને દબાણો ખડકવામાં આવ્યા હતાં. આ દબાણો દૂર કરવા માટે ૯ માસ પૂર્વ કરાયેલ રજૂઆતો પરત્વે ગ્રામ પંચાયતે અધુરી કામગીરી કરતા આગામી સમયમાં પુન: દબાણો ખડકાશેની સંભાવના બળવત્ત બની છે. જેમાં જાહેર રસ્તા પર ઓટલા યથાવત રાખી લાકડાનું કેબીન મૂકી રાખવામાં આવ્યું હોય દબાણ યથાવત રહેવા પામ્યું છે.

સામરખા ગામના જાહેર રસ્તા ઉપર પશ્ચિમ દિશા તરફ કેબીનો મૂકીને તથા દુકાનો બનાવી દબાણ કરવામાં આવ્યું હતું. આ કાચી પાકી કેબિનો અને દુકાનોમાં વીજ જોડાણ પણ લેવામાં આવ્યું હતું. જો કે દબાણ થવાના કારણે જાહેર રસ્તો સાંકડો બનતા અવરજવરમાં પરેશાની સહિત ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. આથી દબાણો હટાવવા માટે ગામના ભરતભાઈ મગનભાઈ પટેલ દ્વારા અગાઉ ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ન ધરાતા ભરતભાઈ મગનભાઈ પટેલે તાલુકા વિકાસ અધિકારી, આણંદને ગત ૮ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ રજૂઆત કરી હતી.

જો કે તેમ છતાંયે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અરજદારે - ૧૦ મે, ૨૦૨૩ ના રોજ જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. જેમાં તલાટી દ્વારા આ દુકાનોની જગ્યા ૨૫ વર્ષ અગાઉ પંચાયતમાં કરાર કરીને આપવામાં આવ્યાનું જણાવાયું હતું. જોકે તલાટીની સ્પષ્ટતાના પગલે કલેકટરે પંચાયત દ્વારા કેબિનો, દુકાનો સંબંધિત કરેલા ઠરાવો રદ કરીને દબાણ ખુલ્લું કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશના પગલે પંચાયત દ્વારા દબાણ તો દૂર કરાયું હતું. પરંતુ રસ્તાને સમથળ નહી કરતા દબાણ કર્તાઓ દ્વારા રસ્તા પર માટીના ઢગ યથાવત રાખી તે જગ્યાએ લાકડાનું કેબીન રાખી મુકવામાં આવ્યું હોય દબાણ દૂર કરાયાનો કોઈ મતલબ જ રહ્યો નથી અને આગામી સમયમાં પુન: દબાણો ખડકાશેની આશંકા અરજદારે વ્યક્ત કરી હતી.

તાપમાનનો પારો ૪૧.પ : આણંદ જિલ્લામાં હીટવેવના કારણે ૭ દિવસમાં ડાયેરીયાના ૩૦૭ અને ટાઇફોઇડના ૪ કેસ

આણંદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના અમિત ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યુ

ઉમરેઠના સુરેલીમાં દિપડાની રંજાડ: વધુ બે બકરીઓનું મારણ કર્યુ

આણંદ : પ દિવસથી પીડા અનુભવતી ગાયને સમયસર સારવાર ન મળી ને' અંતે મોતને ભેટી

ઉમરેઠ-બેચરી ફાટક પાસેના સોસાયટી વિસ્તારમાં ઓવરબ્રીજનું કામ પૂર્ણ કરવા પ્રાથમિકતા આપવાની માંગ

આણંદ સહિત જિલ્લાભરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી, શોભાયાત્રા-મહાઆરતી

આણંદ : સતત બીજા દિવસે ૪૧ ડિગ્રી સાથે લૂની અસર

બાર માસના મસાલા ભરવાની સીઝનમાં ગત વર્ષ કરતા મરચાના ભાવ ઘટ્યા, હળદરના વધ્યા