Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં વર્ષ દરમ્યાન આયુષ્માન ભારતના ૧૬૯૭૬ લાભાર્થીઓના કલેઇમ પેટે ૩૩.૫૪ કરોડનું ચૂકવણું
જન્મજાત ખામી ધરાવતા ૯૪ બાળકોને અમદાવાદ સિવિલમાં રીફર કરાયા, હદયરોગના ૧૬૧ બાળકોને સારવાર અપાઇ
23/02/2024 00:02 AM Send-Mail
આણંદ જિલ્લામાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત ૬,૮ર,ર૭૧ લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી છે. તે પૈકી વર્ષ ર૦ર૩-ર૪માં ૧૬૯૭૬ લાભાર્થીઓને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવા બદલ રૂ. ૩૩.પ૪ કરોડ ઉપરાંતની રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં કાર્યરત ૩૬ મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નવા જન્મેલા કુલ ૩ર૦૧૦ બાળકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં જન્મજાત ખામી સાથે જન્મેલા ૯૪ બાળકોને સારવાર માટે રીફર કરીને આ ભૂલકાંઓને નવજીવન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વર્ષ ર૦ર૩-ર૪માં પ,૬૬,૭૪૪ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જેમાં જન્મજાત હદય રોગ, ફાટેલા હોઠ તાળવાની તકલીફ,પગ વાંકાચૂંકા હોય, ડાઉન સિન્ડ્રોમ સહિતના કુલ ર૮૬ ખામીવાળા બાળકોને વધુ સારવાર માટે નિષ્ણાંત તબીબ પાસે મોકલીને સારવાર આપવામાં આવ્યાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દીપક પરમારે જણાવ્યું હતું.

વધુમાં ૩૬ મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા ઉણપ ધરાવતા ૯૭૮૬ બાળકો, બાળપણમાં તા રોગો ધરાવતા ર૦૩૭ર બાળકો અને વિકાસલક્ષી વિલંબ, વિકલાંગતા ધરાવતા ૧૦૧૮ બાળકોને શોધીને તેઓને યોગ્ય સારવાર આપી, આરોગ્ય સુધારવામાં પણ આ ટીમ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે.

આણંદ : ર.૪૯ કરોડના ખર્ચ બગીચો ખુલ્લો મૂકાયાના ૩ માસ બાદ વીજ જોડાણ માટે અરજી કર્યાની મનપાની કબૂલાત

BSNLની બેદરકારી : ૧૦ વર્ષ અગાઉ ટેલિફોન જમા કરાવનાર અનેકો ગ્રાહકોને ડિપોઝીટ પરત મેળવવા દડમજલ

રાસના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી રોગચાળો ફેલાવાની દહેશત

પેટલાદ: દબાણ હટાવ્યા બાદ આરસીસી રોડ બનાવવા વિષ્ણુપુરાના સ્થાનિકોની માંગ

આવતીકાલે વિશ્વ મેલેરિયા દિવસ : આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ કેસોમાં પ૦ ટકાનો વધારો

બુદ્ઘિનું દેવાળું : આણંદ જિલ્લાના ૪૯૮૭ વિદ્યાર્થીઓને ચિત્રની પરીક્ષા આપવા ભરતડકે ૧પ કિ.મી. દૂર જવું પડશે

આણંદ જિલ્લામાં સ્વરક્ષણાર્થે કુલ ૯૧૪ જેટલા હથિયાર પરવાના હાલમાં સક્રિય

આણંદ : નવા બસ સ્ટેન્ડથી સરદાર બાગ પોલીસ ચોકી સુધી બે માસથી રોડની સાઇડે મેટલ પાથર્યા બાદ અધૂરી કામગીરી