Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
કઠલાલના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટેન્કરે બાઈકને અડફેટે લેતાં ૨ મિત્રોના મોત
દાણા ગામના બંને યુવાનો નડિયાદ મામેરામાં નીકળ્યા હતા : ટેન્કરની ટક્કર વાગ્યા બાદ બંને વ્હીલ નીચે આવી જતા કચડાઈ ગયા હતા
23/02/2024 00:02 AM Send-Mail
કઠલાલ નજીકથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટેન્કરે મોટરસાયકલને અડફેટે લેતાં મોટર સાયકલ સવાર અને પાછળ બેઠેલા તેના મિત્રનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થતાં આ અંગે પોલીસે ટેન્કરના ચાલક વિરૃધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ કઠલાલ નજીકથી અમદાવાદ-ઈન્દોર હાઈવે પસાર થાય છે. આજે આ હાઈવેના ખોખરવાડા પાટીયા પાસે ઓવરબ્રિજ પાસે પુરપાટે આવતી ટેન્કર નંબર જીજે-૧૨, બીડબલ્યુ-૯૩૩૬એ મોટર સાયકલને અડફેટે લીધું હતું.

જેના કારણે મોટરસાયકલ ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિ ફંગોળાઈને રોડ પર પડયા હતા અને આ ટેન્કરના ટાયર નીચે બંને વ્યક્તિઓ આવી જતાં કચડાઈ ગયા હતા. જેના કારણે આ બંને વ્યક્તિઓનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. કઠલાલ પોલીસ અને ૧૦૮ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં બે પૈકી એક વ્યક્તિને ટાયર નીચે ટેન્કર ચાલકે ઢસડયો હતો. આ બન્નેના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ મરણજનાર આ બંને યુવાનો છે જેઓના નામ જગદીશભાઈ રામાભાઈ સોલંકી અને સુરેશભાઇ રમણભાઈ ચૌહાણ (બંને રહે.દાણા) ગામના રહેવાસી હોવાનું તેમજ તેઓ લગ્ન પ્રસંગમાં નડિયાદ ખાતે મામેરુ હોય ત્યાં જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

માતર પાસેથી વિદેશી દારૂની ૧૧૦૪ બોટલો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

કપડવંજ : રેલીયા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની ૮૨૨૦ બોટલો ભરેલી આઈસર ટ્રક ઝડપાઈ

સેવાલિયા ચેક પોસ્ટ પર એસટી બસમાંથી દેશી તમંચો-જીવતા કારતુસ સાથે મુસાફર ઝડપાયો

ઠાસરા નજીકથી એક્સયુવી ગાડીમાં લઈ જવાતી વિદેશી દારૂની ૧૭૬ બોટલો સાથે બે ઝડપાયા

ડાકોર મંદિરમાંથી પાકિટ મારનાર નડિયાદના બે પાકિટમારો પકડાયા

કપડવંજ : રોકાણમાં વધુ વળતરની લાલચ આપી ગઠીયાએ ૧૭ વ્યક્તિઓના ૪૬.૫૪ લાખ પડાવી લેતા ફરિયાદ

ગળતેશ્વરના તરધૈયા સીમની કેનાલમાં લોડીંગ ગાડી પડતા ચાલકનું મોત, શ્રમિકનો બચાવ

નડિયાદની યુવતીને લગjના ૧૦ માસમાં જ સાસરીયાઓએ ત્રાસ ગુજારતા ફરિયાદ