Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૪, ચૈત્ર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૩૦૦

મુખ્ય સમાચાર :
અમેરિકા ૫૦ વર્ષ બાદ ફરી ચંદ્રમા પર પહોંચ્યું, પ્રાઈવેટ કંપનીએ લેન્ડિંગ કરી ઈતિહાસ રચ્યો
નાસાનો લ-ય છે કે એકવાર ફરીથી માણસોને ચંદ્ર પર મોકલવામાં આવે
24/02/2024 00:02 AM Send-Mail
અમેરિકા એકવાર ફરીથી ચંદ્રમા પર પહોંચ્યું છે. લગભગ ૫૦ વર્ષ બાદ એક અમેરિકી અંતરીક્ષ યાન ચંદ્રમાની સપાટી પર ઉતર્યું છે. ૧૯૭૨માં છેલ્લે એપોલો મિશન બાદ અમેરિકામાં બનેલું કોઈ અંતરીક્ષ યાન હવે ચંદ્રમાની સપાટીએ પહોંચ્યુ છે. ચંદ્ર પર ઉતરનારા આ અંતરીક્ષ યાનનું નામ ઓડીસિયસ કે ઓડી છે. તે છ પગવાળું એક રોબોટ લેન્ડર છે. જે ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે ૪.૩૦ વાગે ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પાસે માલાપર્ટ એ નામના ક્રેટરમાં ઉતર્યું.

લેન્ડિંગ બાદ સિગ્નલની પુષ્ટિ થતા જ મિશનના ડાયરેક્ટર ડો. ટિમ ક્રેને કહ્યું કે હ્યુસ્ટન, ઓડીસિયસને પોતાનું નવું ઘર મળી ગયું છે. નાસાના સહયોગથી આ એક પ્રાઈવેટ કંપનીએ બનાવ્યું છે. ઈન્ટુએટિવ મશીન્સના સીઈઓ સ્ટીવ અલેમસે કહ્યું કે મને ખબર છે કે આ એક મુશ્કેલ હતું, પરંતુ અમે સપાટી (ચંદ્રમાની) પર છીએ. અમે ટ્રાન્સમિટ કરી રહ્યા છીએ. ચંદ્ર પર તમારું સ્વાગત છે. નાસાના પ્રશાસક બિલ નેલ્સને એક વીડિયો સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આપણે ચંદ્રમાને મેળવી લીધા. અડધી સદી બાદ અમેરિકા પાછું ચંદ્રમા પર પહોંચ્યુ છે.

આ સમગ્ર મિશન એક પ્રાઈવેટ કંપનીનું છે. પરંતુ નાસાએ પોતાના વૈજ્ઞાાનિક ઉપકરણો અને ટેકનોલોજીને ચંદ્રમા સુધી લઈ જવા માટે તેને ફંડ કર્યું. આ લેન્ડર સાથે મોકલવામાં આવેલા નાસાના પેલોડ ચંદ્રમાની સપાટીની સાથે સાથે અંતરીક્ષ હવામાન, રેડિયો ખગોળ વિજ્ઞાાન અને ભવિષ્યના લેન્ડરો માટે ચંદ્રમાનો ડેટા ભેગો કરશે. નાસાનો લક્ષ્ય છે કે એકવાર ફરીથી માણસોને ચંદ્રમા પર મોકલવામાં આવે. આથી આ મિશન ખુબ મહત્વપૂર્ણ છે. જો કે ઓડિસીયસના એક મહિના પહેલા અન્ય એક પ્રાઈવેટ કંપનીનું મિશન નિષ્ફળ ગયું હતું. અમેરિકાની એસ્ટ્રોબોટિક ટેક્નોલોજીએ જાન્યુઆરીમાં પેરેગ્રીન લેન્ડર સાથે ચંદ્રમા પર ઉતરવાની કોશિશ કરી હતી. પરંતુ લોન્ચિંગના થોડા સમય બાદ જ તેમાં લીકની સમસ્યા જોવા મળી. ત્યારબાદ આ અંતરીક્ષ યાન ધરતીની કક્ષામાં પાછું ફર્યુ અને બળી ગયું. આ અગાઉ જાપાન પણ ચંદ્રમા પર લેન્ડિંગ કરી ચૂકયું છે. જાન્યુઆરી ૨૦૨૪માં જાપાન સફળ પિનપોઈન્ટ લેન્ડિંગ કરાવવામાં સફળ રહ્યું હતું. જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં ભારતનું ચંદ્રયાન-૩ મિશન પણ ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું. ઓડીસિયસ ૧૫ ફેબ્રુઆરીના રોજ ફ્લોરિડાથી લોન્ચ થયું હતું અને હાઈ સ્પીડથી ચંદ્રમા પર પહોંચ્યું.

૧૫૦૦ કિમી રેન્જની નિર્ભય ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ, રડારને છેતરવામાં નિષ્ણાંત

કોંગ્રેસ પાસે ભાજપનો વિરોધ કરવા માટે વાસ્તવિક વૈચારિક કે વ્યવહારિક પ્રેરણાનો અભાવ : કેરળ સીએમ

ઇડીએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ૯૭ કરોડની સંપત્તિ કરી જપ્ત

પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : શોભાયાત્રા દરમિયાન વિસ્ફોટ-આગચંપી, પથ્થરમારોબેકાબુ બનેલા તોફાનીઓને

ઇવીએમ-વીવીપીએટી વેરિફિકેશન પર ૫ કલાક સુનાવણી, નિર્ણય અનામત

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૨૧ રાજયોની ૧૦૨ બેઠકો પર આજે મતદાન

ક્રાઉડફંડિંગનું યોગ્ય રીતે નિયમન ન થાય તો અરાજકતા પેદા થઈ શકે : હાઈકોર્ટ

મિર્ઝાપુર : ત્રીજો મોરચો તૈયાર કરનાર પલ્લવી પટેલ એનડીએ માટે મુશ્કેલી બની શકે છે