Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૪, ચૈત્ર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૩૦૦

મુખ્ય સમાચાર :
યુવાનોએ પ્રાકૃતિક ખેતીના લાભની વાત જનજન સુધી પહોંચાડવા કટિબદ્ઘ બનવા અપીલ : રાજયપાલ
આણંદ કૃષિ યુનિ.માં ર૦મા પદવીદાન સમારોહમાં ૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ૮ર સુવણચંદ્રક, રોકડ પુરસ્કાર એનાયત
24/02/2024 00:02 AM Send-Mail
યુનિ. સત્તાવાળાઓએ કાર્યક્રમનો વિરોધ થવાનો હોવાના ખોટા ઇનપુટ આપતા પોલીસ ગોથે ચઢી પોલીસે મારા ઘરે આવીને કહ્યું ત્યારે ખબર પડી કે હું સમારોહનો વિરોધ કરનાર હોવાની વાત યુનિ.એ ચગાવી હતી : પ્રો.ધવલ કથીરીયા
આજના પદવીદાન સમારોહ અગાઉ આણંદ કૃષિ યુનિ.ના સત્તાવાળાઓ દ્વારા રાજયપાલનો, સમારંભનો યુનિ.ના એક પ્રોફેસર દ્વારા વિરોધ થવાનો હોવાના ખોટા ઇનપુટ પોલીસને આપતા કાર્યક્રમ સમાપન સુધી પોલીસ અધિકારીઓમાં ઉચાટ રહ્યો હતો. યુનિ.ના અધ્યાપક ધવલ કથીરીયાના ઘરે આજે સવારે પોલીસ પહોંચી ત્યારે તેઓ પૂજા કરતા હતા. પોલીસે તેઓ કાર્યક્રમનો વિરોધ કરનાર હોવાથી આવ્યાનું જણાવતા ધવલ કથીરીયાએ સ્પષ્ટ ના સુણાવવા સાથે પોતાનો મોબાઇલ અને સોશિયલ એકાઉન્ટ ચકાસવા જણાવ્યું હતું અને આ મામલે તેઓએ ઉચ્ચકક્ષાએ વાત કરી હતી. જેથી ડીવાયએસપી સુધી સમગ્ર મામલે ચોખવટ થઇ હતી. જો કે યુનિ. દ્વારા વિરોધ થવાના ઇનપુટ અપાયા હોવાથી કામગીરી હાથ ધર્યાનું પોલીસે જણાવ્યું હતું. જો કે પૂજા પૂર્ણ થયા બાદ ધવલ કથીરીયા પોલીસને જાણ કરવા સાથે સમારોહમાં ઉપસ્થિત પણ રહ્યા હતા. રાજયપાલના કાર્યક્રમમાં યુનિ. સત્તાવાળા દ્વારા ખોટી જાણકારી અપાઇ હોવાની ગંભીર બાબતની રાજય પોલીસ બેડા સહિત શિક્ષણ વિભાગમાં નોંધ લેવામાં આવ્યાનું અને આગામી સમયમાં આ અંગે તપાસ થનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આણંદ કૃષિ યુનિ.નો ર૦મો પદવીદાન સમારોહ રાજયપાલ અને આણંદ કૃષિ યુનિ.ના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સમારોહમાં આણંદ કૃષિ યુનિ.ની વિવિધ વિદ્યાશાખાઓના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ૭૮ વિદ્યાર્થીઓને પદવી તેમજ ૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૮ર સુવર્ણચંદ્રક, રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા.યુનિ.ના કુલસચિવ ડો.ગૌતમભાઇ પટેલે રાજયપાલની મંજૂરીથી પદવીદાન સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ અને ધારાસભ્ય યોગેશભાઇ પટેલ દ્વારા હેલિપેડ ખાતે રાજયપાલને આવકારવામાં આવ્યા હતા.

પદવીદાન સમારોહમાં રાજયપાલ દ્વારા કૃષિ યુનિ.ના સંશોધન,શિક્ષણ અને વિસ્તરણક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત યુનિ.ની એન્યુઅલ બુકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. રાજયપાલ આચાર્ય દેવવ્રતે પદવીધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહયું હતું કે, દેશના લોકોનું ઉત્તમ પોષણ, ઉત્તમ સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્વતિઓ સુધારવાનું દાયિત્વ કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓનું છે. યુનિ. દ્વારા વાર્ષિક રપ હજાર ખેડૂતોને તાલીમ અપાતી હોવાથી યુનિ.ની અને તેના વિદ્યાર્થીઓની જવાબદારી વધી જાય છે.

આ પ્રસંગે સ્પેસ એપ્લિકેશન સેન્ટર (ઇસરો)ના નિયામક નિલેશ દેસાઇએ દેશમાં કૃષિ અને સ્પેસ ટેકનોલોજીના સુભગ સમન્વયથી થયેલ પ્રગતિ વિશે જણાવતા કહયું હતું કે, રિમોટ સેન્સિંગ અને જિયોગ્રાફીક ઇન્ફર્મશન સીસ્ટમ ટેકનોલોજીના ઉપયોગથી કૃષિક્ષેત્રે અનોખી ક્રાંીત આવી છે. સ્પેસ ટેકનોલોજી અને કૃષિનું આવું એકીકરણ માત્ર ખેતપેદાશમાં વધારો કરવા પૂરતું સીમિત નથી પરંતુ ટકાઉ ખેતી પદ્વતિઓ વિકસાવી દેશના ટકાઉ વિકાસની આગવી ખાતરી આપે છે. આણંદ કૃષિ યુનિ.ના કુલપતિ ડો.કે.બી.કથીરીયાએ વિવિધ ડીગ્રી, પદકો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિ.પો.અધિક્ષક અતુલકુમાર બંસલ, નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઇ, સ.પ.યુનિ.ના ઇ.કુલપતિ નિરંજનભાઇ પટેલ, અન્ય યુનિ.ના કુલપતિઓ, પૂર્વ કુલપતિઓ, વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષ અને આચાર્યો, અધિકારીઓ, નિવૃત વૈજ્ઞાનિકો, કૃષિ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાપમાનનો પારો ૪૧.પ : આણંદ જિલ્લામાં હીટવેવના કારણે ૭ દિવસમાં ડાયેરીયાના ૩૦૭ અને ટાઇફોઇડના ૪ કેસ

આણંદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના અમિત ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યુ

ઉમરેઠના સુરેલીમાં દિપડાની રંજાડ: વધુ બે બકરીઓનું મારણ કર્યુ

આણંદ : પ દિવસથી પીડા અનુભવતી ગાયને સમયસર સારવાર ન મળી ને' અંતે મોતને ભેટી

ઉમરેઠ-બેચરી ફાટક પાસેના સોસાયટી વિસ્તારમાં ઓવરબ્રીજનું કામ પૂર્ણ કરવા પ્રાથમિકતા આપવાની માંગ

આણંદ સહિત જિલ્લાભરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી, શોભાયાત્રા-મહાઆરતી

આણંદ : સતત બીજા દિવસે ૪૧ ડિગ્રી સાથે લૂની અસર

બાર માસના મસાલા ભરવાની સીઝનમાં ગત વર્ષ કરતા મરચાના ભાવ ઘટ્યા, હળદરના વધ્યા