Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નડિયાદ સંતરામ મંદિરમાં ત્રિદિવસીય મહા પૂનમના મેળાનો પ્રારંભ: આજે સાકર વર્ષા થશે
24/02/2024 00:02 AM Send-Mail
નડિયાદ સંતરામ મંદિરના મહાપૂનમમાં ભરાતા મેળાનો આજથી પ્રારંભ થઈ ગયો છે તા. ૨૪મીના રોજ સાકર વર્ષા હોવાથી મોટી સંખ્યામાં સંધ્યાકાળે લોકો મંદિરમાં ઉમટી પડશે. જેના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

નડિયાદ સંતરામ મંદિરમાં તા. ૨૪મીએ શનિવારે મહા પૂર્ણિમા દિને યોગીરાજ અવધૂત સંતરામ મહારાજનો ૧૯૩ મો સમાધિ મહોત્સવ નિમિતે દિવ્ય, ભવ્ય સાકરવર્ષ યોજાશે. જેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવ નિમિતે આજથી ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થઈ ગયો છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં આવતાં દર્શનાર્થીઓ તેમજ મેળામાં ભારે ભીડને લઈને ગુરૂવારથી તા. ૨૬મી સોમવાર ફેબ્રુઆરી સુધી સંતરામ મંદિર તરફ જવાના તમામ માર્ગો ઉપરથી વાહન અવર જવર કરવા માટે પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે .

નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો ૧૯૩ મો સમાધિ મહોત્સવ તા. ૨૪મીએ મંદિરના મહંત રામદાસજી મહારાજના સાંનિધ્યમાં આસ્થાભેર યોજાશે. તા. ૨૪ મીએ પૂર્ણિમાના દિવસે સાંજે ૬ કલાકે મંદિરમાં મહાઆરતી અને દિવ્ય સાકરવર્ષા થશે. મહાઆરતી બાદ પૂ. રામદાસજી મહારાજ દ્વારા સૌ પ્રથમ સાકર વર્ષા કર્યા બાદ શાખા મંદિરના સંતો તથા અન્ય સંતો તથા ૧૫૦ થી વધુ સ્વયં સંવકો દ્વારા મંદિરમાં ઠેર ઠેર બનાવેલા પ્લેટફોર્મ પરથી સાકરવર્ષા કરવામાં આવશે. ૧૫૦૦ કિલો ઉપરાંત સાકર સાથે ૫૦૦ કિલો ઉપરાંત કોપરૂ મિશ્રની વર્ષા કરવામાં આવશે. આ પ્રસંગે ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ મહોત્સવ અંતર્ગત આજથી ત્રિદિવસીય ભવ્ય ધાર્મિક લોકમેળાનો શરૂ થઈ ગયો છે.