આણંદ જિ.પં.માં 'નો પાર્કિંગ' બોર્ડની આજુબાજુમાં જ કતારબદ્વ' કાર પાર્કિંગ'!
સરકારના નિયમ-કાયદા અને સરકારી કચેરીઓની બહાર લખાયેલ સૂચનાનો ભંગ કરનાર સામાન્ય વ્યકિતને સજા કે દંડ ભોગવવો પડે છે. નિયમપાલન સૌ માટે એકસમાન હોય છે. પરંતુ આણંદ જિલ્લા પંચાયતમાં મુખ્ય પ્રવેશદ્વારની જમણી તરફે અને બિલ્ડીંગની પાછળની બાજુએ વિશાળ પાર્કિગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાંયે અહીં નિયમભંગ થતો ઉડીને આંખે વળગે છે. જેમાં જિલ્લા પંચાયતમાં પ્રવેશવાના મુખ્ય દરવાજાની ડાબી તરફે ફુટપાથ પર કોઇ વાહન પાર્ક ન કરે તે માટે નો પાર્કિગ ચિતરાવેલ છે. પરંતુ કેટલાક સરકારી બાબુઓને 'ની રીપ્લેસમેન્ટ'ની ચિંતા સતાવતી હોય અને ચાલવામાં તકલીફ થતી હોય તેમ નો પાર્કિગના બોર્ડની આજુબાજુમાં જ કાર પાર્ક કરતા હોવાનું દૃશ્ય હવે સામાન્ય થઇ પડયું છે.