Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ગુજરાત વિદ્યાપીઠના બોચાસણ અને ભારેલના ગ્રામ સેવા કેન્દ્રોની રાજ્યપાલે મુલાકાત લીધી
રવિશંકર મહારાજની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
24/02/2024 00:02 AM Send-Mail
ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ બાદ જિલ્લાના બોરસદ અને પેટલાદ તાલુકાના ગ્રામ સેવા કેન્દ્રોની મુલાકાત લીધી હતી.

બોચાસણ ગામમાં આવેલ ગ્રામ સેવા કેન્દ્રમાં ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત શાળાના બાળકોએ રાજ્યપાલનું સ્વાગત કર્યુ હતું. મુલાકાત દરમિયાન રાજ્યપાલએ ગ્રામ સેવા કેન્દ્રમાં ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી અને રવિશંકર મહારાજની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજ્યપાલએ પેટલાદ તાલુકાના ભારેલ ગામે ગ્રામ સેવા કેન્દ્ર અને તેમાં સ્થિત કન્યાશાળાની મુલાકાત લીધી હતી.

રાજ્યપાલની ગ્રામ સેવા કેન્દ્રોની મુલાકાતમાં તેમની સાથે ગુજરાત વિધાનસભાના નાયક મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, પૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના વરિષ્ઠ ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ એ.પટેલ, અધિક નિવાસી કલેક્ટર આર.એસ.દેસાઈ સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ જોડાયા હતાં.