Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૪, ચૈત્ર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૩૦૦

મુખ્ય સમાચાર :
૧૪ વર્ષ અને ૭ માસ બાદ આવ્યો ચુકાદો
ખેડા : સ્ટાફ તરીકેના બનાવટી આઇકાર્ડ દ્વારા એસ.ટી.બસમાં વગર ટિકિટે મુસાફરી કરનારને ૩ વર્ષની કેદની સજા
ત્રાજના રમેશ ચમાર/ઝાલા ૧૭ જૂન,ર૦૦૮ના રોજ ખંભાત-રાધનપુર બસનું ખેડા બસમથકમાં ચેકિંગ દરમ્યાન ખોટા આઇકાર્ડ સાથે ઝડપાતા ખેડા કોર્ટમાં કેસ કરાયો હતો
24/02/2024 00:02 AM Send-Mail
કયા ગુનામાં કેટલી સજા ?
-ઇપીકો કલમ ૪૬પ મુજબના ગુના માટે ૬ માસની સજા રૂ.પ૦૦ દંડ, દંડ ભરવામાં કસૂર કરે તો વધુ ૧પ દિવસની સાદી કેદ -ક્રિ.પ્રો.કોડની કલમ ર૪૮(ર) અન્વયે ઇપીકો કલમ ૪૬૮ અન્વયેના ગુના માટે ૩ વર્ષની સાદી કેદ અને રૂ. રપ૦૦ દંડ, દંડ ભરવામાં કસૂર કરે તો વધુ બે માસની સાદી કેદ -ક્રિ.પ્રો.કોડની કલમ ર૪૮(ર) અન્વયે ઇપીકો કલમ ૪૭૧ અન્વયેના ગુના માટે ૬ માસની સાદી કેદ અને રૂ. પ૦૦ દંડ, દંડ ભરવામાં કસૂર કરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હૂકમ કર્યો હતો. આરોપીને તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે તેમ હુકમમાં જણાવાયું હતું.

માતર તાલુકાન ત્રાજ ગામનો વ્યકિત પંદર વર્ષ અગાઉ એસ.ટી.નિગમના સ્ટાફ તરીકેના બનાવટી આઇકાર્ડથી વગર ટિકીટે એસ.ટી.ના ચેકીંગમાં ઝડપાયો હતો. જેની સામે એસ.ટી.નિગમ દ્વારા ખેડા કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. આ કેસનો આજે ૧૪ વર્ષ ૭ મહિના અને ૧૪ દિવસ બાદ ચુકાદો આવ્યો હતો. જેમાં આરોપીને ૩ વર્ષની સાદી કેદ અને રૂ. રપ૦૦ દંડ કરવામાં આવ્યો હતો.

મળતી વિગતોમાં ગત ૧૭ જૂન,ર૦૦૮ના રોજ ખંભાતથી રાધનપુર માટે એસ.ટી.બસ રવાના થઇ હતી. જે તારાપુર, લીંબાસી થઇને માતર જઇ રહી હતી. દરમ્યાન ત્રાજ બસ મથકેથી ત્રણ કર્મચારીઓ સ્ટાફ કહીને બસમાં બેઠા હતા. જો કે તેઓ પાસે કંડકટર ખોડાભાઇએ ડેપો તરફથી અપાયેલ આઇકાર્ડ માંગીને ચકાસણી કરતા એક કર્મચારી પર કંડકટરને શંકા ગઇ હતી. આથી નામ પૂછતા તે રમેશભાઇ લવજીભાઇ ચમાર-ઝાલા હોવાનું અને આઇકાડર્માં અમદાવાદ એકમ, સાણંદ ડેપો હોવાનું લખેલ હતું. આ મુસાફરની પૂછપરછ દરમ્યાન બસ ખેડા બસસ્ટેન્ડમાં પ્રવેશી હતી.

જયાં એસ.ટી.નિગમની ટિકીટ ચેકિંગ ટીમ આ બસમાં ચંઢી હતી. જેમાં રમેશભાઇ ચમાર-ઝાલાના આઇકાર્ડની ચકાસણી કરતા તે ડુપ્લીકેટ બનાવ્યાનું જણાયું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમથકે ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ ખેડા કોર્ટમાં પહોંચતા બંને તરફે પુરાવા, સાહેદો તથા ટિકીટ ચેકીંગ ટીમના નિવેદન તેમજ બંને તરફે વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી. કોર્ટમાં એફએસએલ, ગાંધીનગરના રજૂ કરાયેલ રિપોર્ટમાં આઇકાર્ડ ડુપ્લીકેટ હોવાનું અને અન્યના આઇકાર્ડ ઉપરની સ્કેન કરી તૈયાર કર્યાનો સ્પષ્ટ પુરાવો આપ્યો હતો. જેમાં આરોપીનો ફોટો અને નામ-સરનામું લખેલ હતું. મતલબ કે આઇકાર્ડ ખોટું હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કર્યાનું ચેકીંગ ટીમની તપાસમાં ઉજાગર થયું હોવા સહિતની બાબતો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જો કે આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે, તે અગાઉ સાણંદમાં પાર્સલ વિભાગમાં નોકરી કરતા હતા અને તેઓએ આ કેસના સાહેદ પ્રવિણચંદ્ર ધતુરીયા સામે અગાઉ સાણંદ કોર્ટમાં કલમ પ૦૪ તથા એટ્રોસીટીનો કેસ કરેલ હોવાની અગાઉની અદાવતે ખોટી ફરિયાદ ઉભી કરાવેલ છે. વધુમાં એસ.ટી.ખાતાનો નિયમ છે કે કોઇ વ્યકિત ટિકીટ વગર મુસાફરી કરતા પકડાય તો તેને દંડ કરીને છોડી દેવામાં આવે છે અને આરોપી પાસેથી દંડ વસૂલ કરેલ હોવાથી તેને છોડી દેવાના બદલે અગાઉની અદાવતે ખોટો કેસ કર્યો છે. આ કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ હરીભાઇ ડાહ્યાભાઇના કંડકટર તરીકેના ઓળખપત્ર ઉપરથી કુટલેખિત કરી ખોટો દસ્તાવેજી પુરાવો ઉભો કરેલ છે અને પોતે જાણતા હોવા છતાં તે બસના કંડકટર સમક્ષ રજૂ કરી તે સાચો દસ્તાવેજ છે તે રીતે ઉપયોગ કરેલ છે. જેમાં તેઓ પકડાઇ જઇને ઇપીકો કલમ ૪૬પ, ૪૬૮, ૪૭૧ મુજબનો ગૂનો આચરેલ હોવાની હકીકત ફરિયાદપક્ષે રજૂ કરેલ પુરાવાના આધારે શંકાથી પર સાબિત થાય છે. આ કેસમાં ન્યાયાધીશ મહેશકુમાર ચીમનલાલ પટેલ (અધિક ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ,ખેડા)એ આજે આખરી હૂકમ કર્યો હતો. જેમાં આરોપી રમેશભાઇ લવજીભાઇ ચમાર/ઝાલાને જુદી જુદી કલમો હેઠળ ૬ માસ, ૩ વર્ષ અને ૬ માસની સજા અને દંડનો હુકમ કર્યો હતો.

માતર : સોખડાના યુવક મિત્ર સાથે મળી બ્રાન્ડેડ કંપનીના ઓનલાઈન બુટ ખરીદીને ૮૪ લાખની કરેલી છેતરપિંડી

નડિયાદ : અકસ્માતમાં ૧૦નાં મોત બાબતે કાર અને ટેન્કર ચાલક બંને વિરદ્ઘ ફરિયાદ નોંધાઈ

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ૧૦ના મોત

વસો : દિલ્હીથી કેનેડાની એર ટિકીટ રદ બદલ રૂ. ૬૬,૧૮૩ રિફંડ, કાનૂની વળતર પેટે ૧ લાખ ચૂકવવા બ્રિટીશ એરવેઝને ગ્રાહક કોર્ટનો હૂકમ

મહેમદાવાદના મોદજમાં સામાન્ય મુદ્દે દેરાણીને જેઠાણી સહિત ચાર શખ્સોએ માર મારતા ફરિયાદ

મહેમદાવાદ : હલધરવાસમાં કાકી સાથેના આડા સંબંધને લઈ પત્નીને પતિએ ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ

માતર : રતનપુર ગામે વિધવાના બંધ મકાનમાંથી તસ્કરો ૧.૯૨ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર

નડિયાદ : કંપનીના બે સિક્યુરીટી ગાર્ડ સહિત ચાર ઈસમો કંપનીમાં ચોરી કરતા પકડાયા