Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૪, ચૈત્ર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૩૦૦

મુખ્ય સમાચાર :
લ્યો બોલો ! એસટી અમારી સલામતી તમારી ?
કઠલાલ નજીકથી એસટી બસનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં પકડાયો
એસટી બસ અમદાવાદ ખાતે યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં જતી હતી
24/02/2024 00:02 AM Send-Mail
કપડવંજમાં દારૂ પી મુસાફરે ધમાલ મચાવી
કપડવજ બસ મથકમાં ગતરોજ અજમેલભાઈ ભલાભાઈ ઝાલા (રહે. વેણીપુરા, કપડવંજ)એ દારૂ પી આવી કપડવંજ બસ સ્ટેન્ડમાં ધાંધલ ધમાલ મચાવતો હતો. જે સંદર્ભ કપડવંજ ટાઉન પોલીસને જાણ થતાં આ દારૂ પી આવી ધમાલ મચાવતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ વડાપ્રધાનના કાર્યક્રમમાં જઈ રહેલ દાહોદ ડેપોની એસટી બસના ચાલકે કઠલાલ નજીક દારૂ પી એસટી ચલાવવાનો પ્રયાસ કરતા મુસાફરોએ આ બાબતે એસટી વિભાગના અધિકારીઓને જાણ કર્યા બાદ તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો જ્યાં તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કપડવંજ બસ સ્ટેશનના ધાંધલ ધમાલ મચાવતો દારૂડીયો પોલીસના હાથે પકડાતા તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઈને બસમાં આવતા મુસાફરોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.

ગતરોજ વહેલી સવારે દાહોદ ડેપોની બસ નં. જીજે-૧૮, ઝેડ-૫૮૨૭ જે વડાપ્રધાનના કાર્યક્રમ અમદાવાદના મોઢેરા સ્ટેડિયમ ખાતે હોય ત્યાં જતી હતી. આ દરમ્યાન એસટી બસના ચાલક નરવતસિંહ સાલમસિંહ ડાભી (રહે. બોરીયાવી, નીશાળી ફળિયું તા. શહેરા, જિ. પંચમહાલ)એ બસને ખેડા જિલ્લાના કઠલાલ નજીક આવેલ ખોખરવાડા ગામની સીમમાં આવેલ હોટલ પાસે મુસાફરોને ચા, પાણી નાસ્તો કરવા ઉભી રાખી હતી. આ પછી બસનો ચાલક નરવતસિંહ સાલમસિંહ ડાભી ક્યાંકથી દારૂ પી આવતા મુસાફરોને જાણકારી મળી હતી. જેથી તે વખતે હાજર પંચામૃત ડેરી ગોધરાના કર્મચારીઓએ એસટી વિભાગના ઉપરી અધિકારીઓને આ બાબતની જાણ કરી હતી અને આ બાદ ખાનગી વાહન મારફતે નશામાં ધૂત એસટી બસના ચાલક નરવતસિંહ સાલમસિંહ ડાભીને મહુધા ડેપો ખાતે લઈ આવવામાં આવ્યો હતો. જે બાદ મશીનથી ચકાસણી કરતા તેમાં આલ્કોહોલના પ્રમાણનો રિપોર્ટ આવતા આ બાબતે મહુધા ડેપોના એટીઆઈ જહીરુદ્દીન સૈયદે ઉપરોક્ત એસટી બસના ચાલક વિરૂદ્ઘ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


માતર : સોખડાના યુવક મિત્ર સાથે મળી બ્રાન્ડેડ કંપનીના ઓનલાઈન બુટ ખરીદીને ૮૪ લાખની કરેલી છેતરપિંડી

નડિયાદ : અકસ્માતમાં ૧૦નાં મોત બાબતે કાર અને ટેન્કર ચાલક બંને વિરદ્ઘ ફરિયાદ નોંધાઈ

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ૧૦ના મોત

વસો : દિલ્હીથી કેનેડાની એર ટિકીટ રદ બદલ રૂ. ૬૬,૧૮૩ રિફંડ, કાનૂની વળતર પેટે ૧ લાખ ચૂકવવા બ્રિટીશ એરવેઝને ગ્રાહક કોર્ટનો હૂકમ

મહેમદાવાદના મોદજમાં સામાન્ય મુદ્દે દેરાણીને જેઠાણી સહિત ચાર શખ્સોએ માર મારતા ફરિયાદ

મહેમદાવાદ : હલધરવાસમાં કાકી સાથેના આડા સંબંધને લઈ પત્નીને પતિએ ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ

માતર : રતનપુર ગામે વિધવાના બંધ મકાનમાંથી તસ્કરો ૧.૯૨ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર

નડિયાદ : કંપનીના બે સિક્યુરીટી ગાર્ડ સહિત ચાર ઈસમો કંપનીમાં ચોરી કરતા પકડાયા