Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નોર્વ : દંપતિએ અઢી ગણા વધુ કિંમત ચૂકવીને ખરીદયું દુનિયાનું સૌથી શાંત ઘર
૧૯૦૭માં બનાવાયેલ લાઇટ હાઉસની હરાજીમાં ૩૬ હજાર પાઉન્ડની કિંમત સામે દંપતિએ ૮૯ હજાર પાઉન્ડમાં ખરીદયું
01/04/2024 00:04 AM Send-Mail
ભાગદોડભરી વર્તમાન જીંદગીમાં અનેક લોકો માનસિક શાંતિ ઝંખતા હોય છે. જેના માટે કેટલાક નોકરી, વ્યવસાયમાંથી રજાઓ લઇને દૂરના સ્થળે, શાંત વિસ્તારમાં જતા હોય છે. પરંતુ નોર્વના એક દંપતિએ શાંતિ માટે અનોખો રસ્તો અપનાવ્યો છે. તણાવભરી જીંદગીથી કંટાળીને તેઓએ દુનિયાનું સૌથી શાંત ઘર ખરીદયું છે. આ ઘર એવા સ્થળે છે જયાં શોરબકોરને કોઇ અવકાશ નથી પરંતુ અહીં સરળતાથી કોઇ આવી પણ શકતું નથી. આઇસલેન્ડના દિક્ષણમાં એક સુંદર દ્ઘિપ પર આવેલા આ મકાનની વાર્તા પણ રસપ્રદ છે.

મેટ્રોના રિપોર્ટનુસાર નોર્વમાં રહેતા એન્ડ્રિયાસ બઝરોય અને તેમની પત્ની મોના ક્રૂસ બઝરોયે તાજેતરમાં સ્કલ્મેન દ્ઘિપ પર એક મકાન ૮૯૦૦૦ પાઉન્ડમાં ખરીદયું છે. જે એક લાઈટ હાઉસ છે. જે નિહાળવામાં ખૂબ શાનદાર છે. જોકે આ દ્ઘિપ એકાંતસ્થળે આવેલો છે. અહીં મે અને જુલાઇ વચ્ચે પર્યટકોને આવવા પર પ્રતિબંધ છે. આ એક બર્ડ રીઝર્વ (પક્ષી અભયારણ્ય) છે. અહીં પહોંચવા માટે વ્યકિતએ સાહસિક હોવું જરુરી છે. અહીં પહોંચવા માટે બે અલગ અલગ ઘાટ પરથી પસાર થઇને ચારેક માઇલ હોડીની સવારી કરવી પડે છે.

આ લાઇટહાઉસને ૧૯૦૭માં બનાવવામાં આવ્યું હતું. થોડા સમય અગાઉ જ તે માર્કેટમાં આવ્યું હતું. તે સમયે તેની કિંમત ૩૬૦૦૦ પાઉન્ડ લગાવવામાં આવી હતી. પરંતુ નોર્વના બઝરોય દંપતિએ તેને લગભગ અઢી ગણા નાણાં ચૂકવીને ખરીદયું છે. શરુઆતમાં ફકત પાંચ લોકોએ લાઇટ હાઉસની બોલી લગાવી હતી. જેમાં બે લોકો હરાજીના છેલ્લા તબકકામાં પહોંચ્યા હતા. એન્ડ્રિયાસ બઝરોયે કહયું હતું કે, અમે છેલ્લા કેટલાક વર્ષોમાં આ સ્થળે ખૂબ રજાઓ ભોગવી છે. સ્કીલમેનના આસપાસના વિસ્તારમાંથી અનેક માછલીઓ પકડી હતી. દોડધામભરી જીંદગીથી અમે કંટાળીને શાંત સ્થળની શોધ કરી રહ્યા હતા. અનેક દ્ઘિપો પર જઇને કલાકોના કલાકોનો સમય વીતાવ્યો હતો. પરંતુ અમને આ લાઇટ હાઉસવાળી જગ્યા વઘુ પસંદ આવી હતી. અહીં ન કોઇ અવાજ છે. માત્ર પાણીનો ખળ ખળ અવાજ મનને અદ્દભૂત શાંતિ આપે છે.

આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી

અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો

સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ

ટાઇટેનિક જહાજના કાટમાળમાંથી મળેલી સોનાની ઘડીયાળની કરોડોમાં હરાજી, નોંધાયો વિશ્વ રેકોર્ડ

બ્રિટનના અબજોપતિ વ્યકિતને ફોટો પડાવવો પસંદ નથી, અનોખો મિસ્ટ્રીમેન

દુનિયાની સૌથી અજબ-ગજબ નોકરીઓ, લાખોની કમાણી

કેરળ: બે હાથ ન હોવા છતાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવીને સહજતાથી કાર ચલાવે છે મહિલા