Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
લખનૌ : ખાસ મોતીથી તૈયાર કરાયેલ સાડીની કિંમતમાં તો ખરીદી શકાય મહિન્દ્રા થાર
જાપાનથી મંગાવેલા મોતી ટાંકીને એક વર્ષમાં તૈયાર કરાતી એક લાખેણી સાડી
01/04/2024 00:04 AM Send-Mail
રાજા-મહારાજાઓના સમયકાળ અને તેમના શાસન દરમ્યાનના કેટલાક શહેરોએ આજે પણ આગવી ઓળખ જાળવી રાખી છે. લખનૌના શહેરમાં તૈયાર કરાતી અમૂલ્ય સાડીની કિંમતમાં મહિન્દ્રા થાર કે ક્રેટા જેવી કાર ખરીદી શકાય છે. ચિકનકારીના કપડાં પર તૈયાર કરાતી આ સાડીની કિંમત છે રૂ. ૧ર લાખ. એક સાડીને તૈયાર કરવામાં કારીગરોને લગભગ એક વર્ષનો સમય લાગે છે.

આ ખાસ સાડી હઝરતગંજના ફેશન સ્ટોરમાં તૈયાર કરાઇ છે. જેના એડમિન હૈદરઅલી ખાને જણાવ્યુ ંહતું કે, ખાસ બારીકાઇ અને ચીવટતાપૂર્વક તૈયાર કરાયેલ સાડીની કિંમત ૧ર લાખ છે. સાડીના બ્લાઉઝમાં ખાસ મોતી લગાવવામાં આવ્યા છે. જે મોતી જાપાનથી મંગાવ્યા છે. જાપાની મોતીને સાડી પર લગાવવાનું કામ ખૂબ કઠીન છે. તેના માટે એક ખાસ પ્રકારની, વાળથી પણ બારિક સોય તૈયાર કરવામાં આવે છે. જેના દ્વારા મોતીઓ લગાવીને કિંમતી સાડી તૈયાર કરવામાં આવે છે.

ચિકનકારીમાં ૩ર ટાંકા હોય છે, જે ચિકનકારી કપડા પર લગાવવાથી તેની કિંમત વધી જાય છે. આ સાડીમાં મૂર્રે, જાળી, બખિયા, ટેપ્ચી, ટપ્પાહૂલ, જંજીરા, રહકેટ અને અનેક પ્રકારના ચિકનકારી ટાંકા લગાવવામાં આવ્યા છે. આ સાડી બનાવવામાં કારીગરની મહેનત અને સમય, મોતી સહિતનો સરસામાનનો ઉપયોગ તેની કિંમતને લાખેણી બનાવે છે.