Sardar Gurjari

શનિવાર, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫, મહા વદ ૩, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૨૩૭

મુખ્ય સમાચાર :
બ્રાઝીલ : હરાજીમાં ૪૦ કરોડમાં વેચાયેલ ગાયનો ભારત સાથે છે વર્ષોજૂનો નાતો
આંધ્રપ્રદેશના નેલ્લોર ગામની નેલ્લોર પ્રજાતિની ગાયની બ્રાઝીલમાં ખૂબ માંગ છે
01/04/2024 00:04 AM Send-Mail
સામાન્ય રીતે મોંઘી ગાયની વાત આવે એટલે પ કે ૧૦ લાખની કિંમત અંદાજવામાં આવે છે. પરંતુ નવાઇની વાત એ છે કે બ્રાઝીલમાં તાજેતરમાં થયેલ હરાજીમાં એક ગાયને ૪૦ કરોડમાં ખરીદવામાં આવી છે. આ ગાયની પ્રજાતિનો ભારત સાથે વર્ષોજૂનો સંબંધ છે.

આ ગાયય આંધ્ર પ્રદેશના નેલ્લોરની છે. જેને વિયાટિના-૧૯ એફઆઇવી મારા ઇમોવિસના નામે ઓળખવામાં આવે છે. બ્રાઝીલમાં એક હરાજી દરમ્યાન આ ગાયની કિંમત ૪.૮ મિલિયન અમેરિકન ડોલર આંકવામાં આવી હતી. જે ભારતીય ચલણમાં ૪૦ કરોડ થાય. સાથોસાથ દુનિયામાં સૌથી મોંઘી કિંમતે વેચાયેલ ગાય તરીકેનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો. પશુઓની હરાજીના ઇતિહાસમાં પણ આ ગાયનો સોદો માઇલ સ્ટોન બન્યો છે. શરીર પર સફેદ રૂંવાટી અને ખભા ઉપર વિશિષ્ટ ઉપસેલા ભાગ ધરાવતી ગાય ભારતની મૂળ નિવાસી છે.

નોંધનીય છે કે, આ ગાયનું નામ નેલ્લોર ીજલ્લાના નામ પરથી રાખવામાં આવ્યું છે. બ્રાઝીલમાં આ પ્રજાતિની ગાયની ખૂબ માંગ છે. આ પ્રજાતિને વૈજ્ઞાનિક રુપે બોસ ઇન્ડિકસના નામે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોનુસાર આ ગાય ભારતના ઓંગોલ મવેશિયોની વંશજ છે. જે પોતાની મજબૂતી માટે જાણીતી છે. ખાસ વાત એ છે કે આ ગાય પર્યાવરણ અનુસાર સ્વયંને ઢાળી શકે છે. આ પ્રજાતિને ૧૮૬૮માં જહાજ દ્વારા પ્રથમવાર બ્રાઝીલ મોકલવામાં આવી હતી. ૧૯૬૦ના દસકામાં અનેક ગાયોને ત્યાં લઇ જવામાં આવી હતી. ઓંગોલ પ્રજાતિની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ખૂબ ગરમ વાતાવરણમાં પણ રહી શકે છે. કારણ કે તેનો મેટાબલિઝમ ખૂબ સારો હોય છે. જેનાથી ગાયને કોઇ પ્રકારનું ઇન્ફેકશન લાગતું નથી. બ્રાઝીલમાં ખૂબ ગરમી હોવા છતાંયે આ ગાય ત્યાંના માહોલને અનુકૂળ થઇ શકે છે. બ્રાઝીલના લોકો આ ગાયને આસાનીથી પાળી શકે છે. આ બ્રીડને જેનેટીકલી રીતે વધુ વિકસિત કરવામાં આવ્યો છે. જેથી તેના થકી ઉત્પન્ન થનાર વાછરડા-વાછરડી વધુ શ્રેષ્ઠ હોવાનો અંદાજ થઇ રહ્યો છે. બ્રાઝીલમાં લગભગ ૮૦ ટકા નેલોર ગાય પાળવામાં આવે છે.