હોંગકોંગ : અબજોના ખર્ચ સમુદ્રની ઉપર બનાવેલો 'ભૂતિયો' બ્રિજ, પાણીની અંદર પ્રવેશતી સર્પાકાર સડકો
હોંગકોંગ, મકાઓ અને ચીનને જોડતા આ ખૂબસુરત બ્રિજ પર સફર કરવા માટે બે અઠવાડિયાની દસ્તાવેજી પ્રકિયામાંથી પસાર થવાની ફરજ
અબજોના ખર્ચ દુનિયાનો એક ખૂબસુરત પપ કિ.મી. લાંબો અને સમુદ્રની ઉપર બનાવેલા બ્રિજનો ખૂબ ઓછો ઉપયોગ થઇ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ બ્રિજને દુનિયાના ત્રણ મોટા અને જાણીતા શહેરોને જોડવા માટે બનાવાયો હતો. તેના પરની સફર દરમ્યાન આસપાસનો મનમોહક નજારો પણ જોવા મળે છે. આ બ્રિજમાં કયારેક સડક સર્પાકાર લહેરાય છે તો કયારેક પાણીની અંદર સુરંગમાંથી સડક પસાર થાય છે.
હોંગકોંગ ઝુહાઇ મકાઓ બ્રિજ હોંગકોંગ, મકાઓ અને ચીનને જોડવા માટે બનાવાયો હતો. તેની સર્પાકાર સડક અને પાણીની નીચે સુરંગ સાથે મળીને લગભગ ૧પ૮ર અબજ રુપિયાનો ખર્ચ કરાયો હતો. પરંતુ બ્રિજ બન્યા બાદ ખૂબ ઓછા લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. આશરે પપ કિ.મી.નો આ બ્રિજ હોંગકોંગના ઝુહાઇથી દિક્ષણ શહેરી વિસ્તાર અને જુગાર માટે જાણીતા ઇન્ટરનેશનલ સિટી મકાઓની પર્લ નદીને જોડવાનું કામ કરે છે. આ બ્રિજ બનાવવાનો મૂળ હેતુ ત્રણ શહેરોને આર્થિક રીતે પરસ્પર જોડવાનો હતો. બ્રિજથી ત્રણેય શહેરોમાં અવરજવરમાં સમયના બચાવ સાથે ટ્રાફિક સમસ્યા પણ ઓછી નડતરરુપ બનાવવાનો હતો.
પરંતુ એન્જિનીયરીંગના નોંધનીય નમૂના સમાન આ બ્રિજનો લોકો ઉપયોગ કરતા નથી. કારણ કે તેનો શાનદાર અને ખૂબસુરત નજારાભરી સફર માટે લોકોએ બે અઠવાડિયા સુધીની દસ્તાવેજી પ્રકિયામાંથી પસાર થવું પડે છે. તેઓએ હોંગકોંગથી કલોઝડ રોડ પરમીટ મેળવવી પડે છે અને મકાઓની લાયસન્સ પ્લેટ લગાવવી પડે છે. ઉપરાંત મકાઓ અને ચીનનો કાર વીમો પણ મેળવવો પડે છે. આમ, સમગ્ર પ્રકિયામાં ૧૦થી ૧ર દિવસનો સમય લાગે છે. જો કે તમામ પ્રકારની મંજૂરી મેળવ્યા બાદ પણ બ્રિજ પરથી પસાર થવાની એન્ટ્રી કારચાલકને કયારે મળશે તે નકકી હોતું નથી. કારણ કે એક દિવસમાં ફકત ૧૫૦ ખાનગી કારોને જ બ્રિજ પર પસાર થવાની મંજૂરી આપવામાં આવે છે. સાથોસાથ ચીનની તરફ જનારાઓએ બે સીમા કંટ્રોલથી પસાર થવું પડે છે. જેમાં બ્રિજમાં એક લાઇન હોંગકોંગ-મકાઓ જાય છે અને અન્ય લાઇન ચીન તરફ જાય છે. આથી વચ્ચે લાઇન બદલવાની પ્રકિયામાંથી કારચાલકને પસાર થવું પડે છે. બ્રિજ પર ઓછી ગતિ સીમાના નિયમ ઉપરાંત સેન્ટ્રલ મકાઓ પહોંચીને કાર પાર્કિગ કરવામાં ખાસ્સો સમય લાગતો હોવાથી પ્રવાસીઓ બ્રિજનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે.