Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
બુંદેલખંડનો ખાસ રસગુલ્લો : એક વ્યકિતથી રસગુલ્લો પૂરો ખાઇ જવો તો દૂરની વાત, ઉંચકવો પણ મુશ્કેલ !
ખાસ ઓર્ડરથી રપ કિલો વજનનો એક રસગુલ્લો ત્રણ કારીગરો ભેગા મળીને તૈયાર કરે છે, કિંમત અંદાજે રૂ. ૮ હજાર
08/04/2024 00:04 AM Send-Mail
ઝાંસીના એક મીઠાઇ વિક્રેતાએ અનોખા પ્રકારના રસગુલ્લા બનાવીને રેકોર્ડ કર્યો છે. ઝાંસીના બરુઆસાગર સ્થિત પાન્ડેય મિષ્ઠાન ભંડારમાં ત્રણ કારીગરોએ એક ખાસ પ્રકારનો રસગુલ્લો તૈયાર કર્યો છે. જેનું વજન રપ કિલો છે.

ઝાંસીના બરુઆસાગરને બુંદેલખંડના કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંની એક મીઠાઇની દુકાન વિવિધ પ્રકારની પણ મોટી સાઇઝની મીઠાઇઓ બનાવવા માટે જાણીતી છે. અહીં મોટી સાઇઝના રસ ગુલ્લા અને પેંડા મળે છે. પરંતુ તેમાં સૌથી મોટો રપ કિલો વજનનો રસગુલ્લો બનાવવામાં આવ્યો હતો. ખાસ ઓર્ડરથી તૈયાર કરાયેલા આ રસગુલ્લાની કિંમત આશરે રૂ. ૮ હજાર છે. ત્રણ કારીગરોએ આ જમ્બો રસગુલ્લો તૈયાર કરતી વખતે તે કયાંયથી તૂટી ન જાય તેની ખાસ કાળજી લીધી હતી.

પાન્ડેય મિષ્ઠાન ભંડારના સંચાલક ઉદય પાન્ડેયે જણાવ્યું હતું કે, અમારી દુકાન રસગુલ્લા માટે જાણીતી છે. ૬૦ વર્ષ અગાઉ આ દુકાન શરુ કરવામાં આવી હતી. હવે અમારી દુકાનના કારીગરોએ રપ કિલોનો રસગુલ્લો બનાવીને સમગ્ર બુંદેલખંડમાં રેકોર્ડ કરર્યો છે. આ પ્રકારના ખાસ રસગુલ્લા ઓર્ડરથી જ તૈયાર કરવામાં આવે છે.