Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
તિબેટ, કિંગધઇ અને મંગોલિયામાં મૃતદેહના ટૂકડા કરીને ગીધોને ખવડાવાય છે !
મૃતદેહના ટૂકડાનું માંસ ખાઇને ગીધો ઉડી ગયા બાદ હાડકાં એકઠા કરીને તેના ભૂકામાં લોટ,માખણ ભેળવીને કાગડા, બાજ પક્ષીને નંખાય છે
08/04/2024 00:04 AM Send-Mail
દુનિયાભરમાં જુદા જુદા વિસ્તારોમાં મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે અલગ અલગ પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. હિન્દુ સમાજ દ્વારા મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે કે નદીના જળમાં પ્રવાહિત કરી દેવાય છે. જયારે ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મમાં મૃતદેહને દફનાવવાનો રિવાજ છે. પરંતુ દુનિયામાં ત્રણેક દેશોમાં મૃત્યુ બાદ મૃતદેહના ટૂકડા ટૂકડા કરીને ગીધોને ખવડાવવાની પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે.

અંતિમ સંસ્કારની આ પરંપરાને માનનાર સમુદાયની માન્યતા છે કે, મૃત વ્યકિતના શબને ગીધ જેવા પક્ષી ખાય તો તેમના ઉડ્ડયનની સાથે તે વ્યકિતઓ આત્મા સ્વર્ગ પહોંચે છે. તિબેટ, કિંગધઇ અને મંગોલિયામાં રહેતા વઝરાયન બુદ્વિસ્ટ લોકો આ પરંપરા નિભાવે છે. અંતિમ સંસ્કારની આ વિધિને સ્થાનિકો ઝાટોર એટલે કે આકાશમાં દફનાવવું કહે છે. જેનું પાલન હજારો વર્ષો અગાઉથી કરવામાં આવી રહ્યું છે.

જેમાં મૃતકના સ્વજનની હાજરીમાં શબને ખુલ્લા મેદાનમાં ગીધોને ખવડાવવા માટે મૂકવામાં આવે છે. જો કે અંતિમ સંસ્કારની પ્રકિયા પૂરી કરવા માટે શબને સ્મશાન સુધી લઇ જવામાં આવે છે. જે ઉંચાઇવાળા સ્થળે હોય છે. ત્યાં લામા (બૌદ્વ ભિક્ષુ) દ્વારા મૃતદેહની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ સ્મશાનનો કર્મચારી મૃતદેહના નાના નાના ટુકડા કરીને લોટમાં ભેળવીને ગીધોને ખાવા માટે નાંખે છે. આ સમયે મૃતકના પરિવારજનો ત્યાં હાજર હોય છે. જયારે ગીધો માંસ ખાઇને ત્યાંથી ઉડી જાય છે ત્યારબાદ મૃતદેહના હાડકાં એકઠાં કરીને તેનો ભૂકો કરવામાં આવે છે. ત્યારબાદ ફરીથી હાડકાંના ભૂકાને લોટ અને માખણમાં ડૂબાવીને કાગડા અને બાજ પક્ષીને ખાવા માટે નાંખવામાં આવે છે. અંતિમ સંસ્કારની આ પરંપરા મંગોલિયાના અનેક વિસ્તારોમાં નિભાવવામાં આવે છે. આ પ્રકારની બિભત્સ પરંપરા કયારે શરુ થઇ હશે તે સવાલ થવો સ્વાભાવિક છે. જો કે તેની પાછળ બે કારણો દર્શાવવામાં આવી રહ્યા છે. જેમાં તિબેટ ઉંચાઇ પર હોવાથી ત્યાં ઝાડ ઉગતા નથી, જેથી મૃતદેહને અગ્નિદાહ આપી શકાતો નથી. ઉપરાંત પથરાળ જમીન હોવાથી મૃતદેહને દફનાવવા માટે ખોદકામ થઇ શકતું નથી.

આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી

અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો

સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ

ટાઇટેનિક જહાજના કાટમાળમાંથી મળેલી સોનાની ઘડીયાળની કરોડોમાં હરાજી, નોંધાયો વિશ્વ રેકોર્ડ

બ્રિટનના અબજોપતિ વ્યકિતને ફોટો પડાવવો પસંદ નથી, અનોખો મિસ્ટ્રીમેન

દુનિયાની સૌથી અજબ-ગજબ નોકરીઓ, લાખોની કમાણી

કેરળ: બે હાથ ન હોવા છતાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવીને સહજતાથી કાર ચલાવે છે મહિલા