Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
બગદાદ : બાર્બી ડોલ જેવા દેખાવ માટે શરીર પર કરાવી ૪૩ વખત પ્લાસ્ટીક સર્જરી
ઇન્સ્ટાગ્રામમાં ૧૦ લાખ ફોલોઅર્સ ધરાવતી ડાલિયા નાઇમને કેટલાક જોમ્બી તો કેટલાક ડેવિલ બાર્બી પણ કહે છે
08/04/2024 00:04 AM Send-Mail
હાલના મોડર્ન યુગમાં કેટલીક મહિલાઓ સુંદર દેખાવવા માટે પ્લાસ્ટીક સર્જરી કરાવે છે. પરંતુ એક મહિલાએ અનેકો વખત પ્લાસ્ટીક સર્જરી કરાવીને પોતાનો દેખાવ બાર્બી ડોલ જેવો બનાવી દીધો છે.

ઇરાકના બગદાદમાં રહેતી ૩૦ વર્ષીય ડાલિયા નાઇમે બાર્બી ડોલ જેવા દેખાવ માટે ૪૩ વખત પ્લાસ્ટીક સર્જરી કરાવતા સમગ્ર દુનિયાનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું. નાઇમના દુનિયાભરમાંથી ૧૦ લાખ ઉપરાંત ફેન્સ મળ્યા છે. સાથોસાથ કેટલાક લોકો તેના આ પ્રકારના બદલાવથી ખુશ ન હોવાનું પણ જણાવ્યું હતું. આથી કેટલાક ફેન્સ તેને જોમ્બી તો કેટલાક ડેવિલ બાર્બી કહે છે.

એક વર્ષ અગાઉ બાર્બી ગર્લ બનેલ ડાલિયા નઇમ એક ઢીંગલી જેવી દેખાય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર અંદાજે ૧૦ લાખ ફોલોઅર્સ છે. તેણી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. ગત વર્ષ તેણી સોશિયલ મીડિયા સ્ટાર બની હતી. પરંતુ કેટલાક લોકો તેણીને નાપસંદ કરતા હોવાથી ટ્રોલિંગનો શિકાર પણ બનવું પડી રહ્યું છે. ડાલિયાએ ૪૩ વખત શરીર પર કરાવેલ સર્જરીમાં ચહેરા ઉપરાંત બ્રેસ્ટ સર્જરી પણ સામેલ છે. જો કે તેણીને પહેલી નજરે જોનારને તે કોઇ વ્યકિત નહીં પરંતુ ડોલ હોવાનું પ્રતિત થાય છે. જો કે મોટાભાગના ફોલોઅર ડાલિયાના ખૂબસુરત બાર્બી ડોલ લુક પર મોહિત છે અને તેણીને પસંદ પણ કરે છે. ડાલિયા ઇરાનના અનેક નાટકો અને ટીવી શોમાં જોવા મળે છે.ઇન્ટરવ્યૂમાં પણ તેણી એક વાત ખાસ જણાવે છે કે, તે બાર્બી જેવી દેખાતી નથી પરંતુ બાર્બીની દુનિયામાં જ રહે છે.

આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી

અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો

સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ

ટાઇટેનિક જહાજના કાટમાળમાંથી મળેલી સોનાની ઘડીયાળની કરોડોમાં હરાજી, નોંધાયો વિશ્વ રેકોર્ડ

બ્રિટનના અબજોપતિ વ્યકિતને ફોટો પડાવવો પસંદ નથી, અનોખો મિસ્ટ્રીમેન

દુનિયાની સૌથી અજબ-ગજબ નોકરીઓ, લાખોની કમાણી

કેરળ: બે હાથ ન હોવા છતાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવીને સહજતાથી કાર ચલાવે છે મહિલા