Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
સાહિત્યકાર ડો.ખન્નાપ્રસાદ અમીનને ડો.આંબેડકર કીર્તિ સન્માન
16/04/2024 00:04 AM Send-Mail
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ભીમ સેવા સમિતિ, ફરડોદ અને અખિલ ભારતીય કબીર આશ્રમ સેવા સંસ્થાન, બડી ખાટુ, જાયલ, નાગૌરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ડો.બાબાસાહેબની ૧૩૩મી જન્મ જયંતી મહોત્સવ તથા ભીમ ઓડિટોરીયમ, ફરડોદમાં બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણના શુભપ્રસંગે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી અને સાંસદ રાજેન્દ્ર ગેહલોત, ઝારખંડના રાજ્યસભાના સાંસદ પ્રદીપ વર્મા, ઇસરોના વિજ્ઞાનિક રવિકુમાર, મુખ્ય અતિથિ સૌરભ પાંડેય, કુલપતિ વેબિસ્ટોન બાઇબલ ઇન્ટરનેશનલ વિશ્વ વિદ્યાલય, ઝિમ્બાબ્વે, પદ્મશ્રી હિમ્મતારામ ભામ્ભૂ, ડી.આર. રેવાલા આઇએસઆર સહાયક આયુક્ત કસ્ટમ્સ, ગુજરાત અને કાર્યક્રમના મુખ્ય સંયોજક ભારત ભૂષણ મહંત ડો.નાનકદાસજી વગેરેના કરકમલોથી ડો.ખન્નાપ્રસાદ અમીનનું તેઓએ કરેલ સામાજિક સમરસતા માટેનું કાર્ય અને દલિત સાહિત્ય ક્ષેત્રમાં કરેલ ઉત્કૃષ્ઠ કાર્ય બદલ ‘ડો.આંબેડકર કીર્તિ સમ્માન-૨૦૨૪’થી સન્માનિત કરાયા હતા.