આણંદ હાઇસ્કૂલના શિક્ષક ડો.રાકેશ રાવતને ભીમ ગૌરવ પુરસ્કાર
ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતીની ઉજવણી આસ્થા પરિવાર, વિદ્યાનગર દ્વારા કરવામાં આવી હતી જેમાં પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ શિક્ષકો અને અધ્યાપકોને ભીમ ગૌરવ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હતા. શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ હાઇસ્કૂલ, આણંદના શિક્ષક ડો.રાકેશ રાવતને માતૃભાષા અને ભારતીય સંસ્કૃતિના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ભીમ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ડો.રાકેશ રાવત ઉત્તર ગુજરાતના મહેરવાડા ગામના વતની છે. તેઓ આણંદ હાઇસ્કૂલમાં છેલ્લા ૧પ વર્ષથી ગુજરાતી વિષય સાથે વિશિષ્ટ કામગીરી કરી રહ્યા છે. તેમના દસેક જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. વિદ્યાર્થીઓમાં ભાષા અને કલાને જોડીને રસપ્રદ રીતે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટટ્યિૂટ, ભાષાનિયામકની કચેરી અને બાયસેગ સ્ટુડીયો, ગાંધીનગરમાં તજજ્ઞ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રાજસ્થાન પાઠ્યપુસ્તક મંડળ અજમેર, એનસીઇઆરટી ભોપાલ, દીવ દમણ અને દાદરાનગર હવેલી શિક્ષણ વિભાગમાં પણ વિષય તજજ્ઞ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની ઉત્તરોત્તર પ્રગતિ માટે શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા છે.