નડિયાદ : કંપનીના બે સિક્યુરીટી ગાર્ડ સહિત ચાર ઈસમો કંપનીમાં ચોરી કરતા પકડાયા
નડિયાદ સી.એમ. સ્મિથ એન્ડ સન્સ કંપનીમાં મશીનરીની ચોરી કરવાના ગુનામાં નડિયાદ પોલીસે ચાર તસ્કરોની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. મહત્વની વાત છે કે કંપનીના બે સિક્યુરીટી ગાર્ડ અને અન્ય બે ઈસમોની મદદથી ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર નડિયાદમાં આવેલ સી.એમ. સ્મિથ એન્ડ સન્સ કંપનમાં તા. ૧૩-૪-૨૦૨૪ના રોજ સિક્યોરીટી ગાર્ડ રૂમમાં હતા. દરમ્યાન કંપનીમાં લોખંડનો સામાન પછડાવવાનો અવાજ આવતા સિક્યુરીટી જાગી ગયા હતા અને રૂમની બહાર આવીને જોયું તો તેઓની સાથે સિક્યોરીટીમાં નોકરી કરતા બે ઈસમો કંપનીમાં સીઝ કરેલો લોખંડને કંપનીમાંથી બહાર લાવીને એક પીકઅપ ડાલુ તથા એક સીએનજી રીક્ષામાં ભરતા હતા. સિક્યુરીટી ગાર્ડે બૂમાબૂમ કરતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ બાબતે નડિયાદ ટાઉન પોલીસમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરીને સુરજસિંહ ત્રિભોવનસિંહ રાજાવત (રાજપૂત) હાલ રહે. સી.એમ. સ્મિત એન્ડ સન્સ કંપની, એસ.ટી. નગર, નડિયાદ (મુળ રહે. ગામ બિસલપુરા, પો.સ્ટે. લહરોલી, તા. ભીંડ, મધ્યપ્રદેશ), આદિત્ય કિશનપાલસિંહ ભદોરીયા (હાલ રહે. સી.એમ. સ્મિત એન્ડ સન્સ કંપની, એસટી નગર, નડિયાદ) (મુળ રહે. સમીરનગર, કુલદિપ પેટ્રોલપંપ સામે, લહાર રોડ, ભીંડ,, તા.જિ. ભીંડ, મધ્યપ્રદેશ), વિકાસ ચંદસર મૌર્ય (ર્ઉં.વ. ૧૯) રહે. ૨૫, મોહનભાઈની ચોલી, મેલડી માતાનો ટેકરો, જીઆઈડીસી, વટવા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ) અને આબિલઅલી રીયાજઅલી સૈયદ (રહે. સુલ્તાનપુરા, મોટી દરગાહની પાછળ, વટવા, અમદાવાદ) (મુળ રહે. દરગાહ મહોલ્લો, ચોખંડી ભાગોળ, મહુધા)ને ઝડપી પાડ્યા હતા.