Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મહેમદાવાદ : હલધરવાસમાં કાકી સાથેના આડા સંબંધને લઈ પત્નીને પતિએ ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ
નણંદ અને કાકા સસરા દ્વારા પણ પતિને ચઢવણી કરવામાં આવતાં તેણીના ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો
17/04/2024 00:04 AM Send-Mail
મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામની શિિક્ષકા પરિણીતાને લગ્નના ૧૧ માસમાં જ પોતાની મા સમાન સગી કાકી તેમજ અન્ય સ્ત્રીના મોહમાં પતિ અને સાસરીયાએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકતા આ અંગે સેવાલિયા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મહેમદાવાદના હલધરવાસ ગામના નગીનભાઈ ખેંગારભાઈ પરમારના દીકરા હિતેશના લગ્ન ૧૧ માસ પહેલા સમાજના રીતિ રીવાજ મુજબ ગળતેશ્વરના અંગાડી ગામના નેપાલપુરામાં રહેતા મૂળજીભાઈ પુંજાભાઈ રોહિતની દીકરી રાધિકાબેન સાથે થયા હતા. લગ્ન પછી તેણી અમદાવાદ નોકરી કરતા પતિ સહિતના સાસરીયા સાથે સાસરીમાં રહેતી હતી. દરમિયાન રાધિકાને લગ્નના ત્રણ-ચાર માસ પછી પતિ હિતેશને અમદાવાદના વિરાટનગર ખાતે રહેતી સગી કાકી જયાબેન ભરતભાઈ પરમાર સાથે આડા સંબંધ હોવાનો પત્ર રૂપી પુરાવો મળ્યો હતો. જેથી તેણીએ પતિને આ બાબતે જાણ કરતા ગુસ્સે ભરાયેલો પતિ અવારનવાર કોઈને કોઈ બહાને ઘરના નાના મોટા કામકાજ બાબતે વાંધા વચકા કાઢી તેમજ ખાવાનું બનાવવા બાબતે ઝઘડા કરતો હતો. જોકે તેમ છતાં રાધિકા ત્રાસ સહન કરી સાસરીમાં રહેતી હતી.

રાધિકાએ ગત તારીખ ૨૭ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સવારના દીયર માટે પાણી ગરમ કરવા સળગાવેલ ચૂલો ના સળગતા ગેસ પર પાણી ગરમ કર્યું હતું. જેથી લાલઘુમ થયેલ પરણિત નણંદ અમીશાબેન હર્ષવર્ધન ચૌહાણે તારા બાપના ઘરે ગેસની બોટલ લઈ આવી પાણી ગરમ કરવાનુ અમારા ઘરની ગેસની બોટલ બગાડીશ નહિ તેવી વાત કરી હતી. બાદ સાંજના ઘેર આવેલ પતિ હિતેશે બહેન અમિષાની ચઢવણીથી પત્ની રાધિકાને ગાળો બોલી માર મારવા ફરી વળ્યો હતો. કાકા સસરા ભરત પરમાર તેણીને અમદાવાદ સિંગરવા ખાતે રહેતા મામા રમણભાઈ મીઠાભાઈ વાઘેલાને ત્યાં મૂકી આવ્યો હતો. જયાં રહીને રાધિકા એક ખાનગી સ્કૂલમાં શિિક્ષકાની નોકરી કરતી હતી. આ દરમિયાન પણ પતિ હિતેશ તેણીને ફોન કરી ગાળો બોલતો હતો. રાધિકા ગઈ તા. ૨૯/૦૧/૨૦૨૪ ના રોજ સાંજના નોકરી ઉપરથી છૂટી પોતાના ઘરે અંગાડી ગામે જવા માટે નીકળી હતી. આ સમયે હાથીજણ સર્કલ પાસે બાઈક લઈને આવી ચઢેલ પતિ હિતેશે બાઈક પર બેસી જવાનું કહેતા રાધિકાએ ના પાડી હતી. જેને લઈ ઉશ્કેરાયેલ પતિ હિતેશ રાધિકાનો મોબાઈલ તોડી નાખી મારવા ફરી વળ્યો હતો બાદ સમાજ રહે સમાધાન બાબત ના કરેલ પ્રયાસો પણ સફળ રહ્યા ન હતાં. દરમિયાન સેવાલિયા પોલીસે આ અંગે રાધિકાની ફરીયાદના આધારે પ તિ હિતેશ નગીનભાઈ પરમાર, નણંદ અમીશાબેન હર્ષવર્ધન ચૌહાણ, કાકા સસરા ભરત ખેંગારભાઈ પરમાર અને કાકી સાસુ જયાબેન ભરતભાઈ પરમાર વિરૂદ્ઘ ઘરેલુ હિસાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા : મિત્રતામાં હાથઉછીના લીધેલ નાણાં પેટેનો ચેક પરત ફરતા ૧ વર્ષની કેદ

નડિયાદ : કારની અડફેટે વીજપોલ તૂટી જતાં ઠપકો આપવા ગયેલ ઈસમ પર હૂમલો

ઠાસરા : તમાકુ વેચાણ રાખ્યા બદલ આપેલ બે ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા

નડિયાદ : પીપળાતા ગામની બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં બે શખ્સો દ્વારા ચોરીનો પ્રયાસ

કઠલાલ : ફાગવેલ પાસેથી ૬.૯૧ લાખના વિદેશી દારૂ બીયર સાથે બોલેરો પીકઅપનો ચાલક ઝડપાયો

ડાકોરમાં માતેલા સાંઢની જેમ આવતી કાર ચા-નાસ્તા-ગલ્લાની કેબિનોમાં ઘુસી ગઈ, ૬ ઘાયલ

નડિયાદ તાલુકાના મહોળેલ અને આજુબાજુના ગામોમાંથી ૯ પશુની ચોરી થતા ફરિયાદ

મહુધા નજીકથી ચાલુ આઈશર ટ્રકમાં જુગાર રમતાં ૪૨ શખ્સો ૪.૭૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા