Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
માતર : રતનપુર ગામે વિધવાના બંધ મકાનમાંથી તસ્કરો ૧.૯૨ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર
પતિના અવસાન બાદ વિધવા જેઠાણીને ત્યાં ઈદત કરવા માટે ગયા હતા : જાણભેદુનો હાથ હોવાની શક્યતાને આધારે પોલીસની તપાસ
17/04/2024 00:04 AM Send-Mail
માતર તાલુકાના રતનપુર ગામે વિધવાના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો ૧.૯૨ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે માતર પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માતર તાલુકાના રતનપુર ગામે મુખીચોક વિસ્તારમાં અજીઝનબાનુ ઈમ્તિયાઝખાન પઠાણ રહે છે. તેમના પતિ ઈમ્તિયાઝખાનનું તાજેતરમાં અવસાન થયુ હતું. જેથી અજીઝનબાનુ સાડા ચાર મહિનાની ઈદત કરવા પોતાનું મકાન બંધ કરીને પોતાની જેઠાણીના ઘરે રહેવા ગયા હતાં. દરમ્યાન ૧ એપ્રિલથી ૧૪ એપ્રિલની વચ્ચે તેમના મકાનમાં તસ્કરોએ ઘૂસી લાકડાનું કબાટ ચાવી દ્વારા ખોલી તેમાં મૂકેલા રૂા. ૧,૯૨,૫૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

અજીઝનબાનુને ૧૪ એપ્રિલના રોજ આ બનાવની જાણ થઈ હતી. જોકે મકાનનું કોઈ લોક કે બોકારૂ પડેલ નહોતું જેથી કોઈ જાણભેદુ હોવાની શક્યતા છે. ચાવી વડે ખોલી આ ચોરીને અંજામ આપ્યો હોવાની પણ શક્યતા છે. આથી ગતરોજ અજીઝનબાનુ પઠાણે આ મામલે માતર પોલીસ મથકે અજાણ્યા ચોરી ઈસમ વિરૂદ્ઘ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા : મિત્રતામાં હાથઉછીના લીધેલ નાણાં પેટેનો ચેક પરત ફરતા ૧ વર્ષની કેદ

નડિયાદ : કારની અડફેટે વીજપોલ તૂટી જતાં ઠપકો આપવા ગયેલ ઈસમ પર હૂમલો

ઠાસરા : તમાકુ વેચાણ રાખ્યા બદલ આપેલ બે ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા

નડિયાદ : પીપળાતા ગામની બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં બે શખ્સો દ્વારા ચોરીનો પ્રયાસ

કઠલાલ : ફાગવેલ પાસેથી ૬.૯૧ લાખના વિદેશી દારૂ બીયર સાથે બોલેરો પીકઅપનો ચાલક ઝડપાયો

ડાકોરમાં માતેલા સાંઢની જેમ આવતી કાર ચા-નાસ્તા-ગલ્લાની કેબિનોમાં ઘુસી ગઈ, ૬ ઘાયલ

નડિયાદ તાલુકાના મહોળેલ અને આજુબાજુના ગામોમાંથી ૯ પશુની ચોરી થતા ફરિયાદ

મહુધા નજીકથી ચાલુ આઈશર ટ્રકમાં જુગાર રમતાં ૪૨ શખ્સો ૪.૭૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા