Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મહેમદાવાદના મોદજમાં સામાન્ય મુદ્દે દેરાણીને જેઠાણી સહિત ચાર શખ્સોએ માર મારતા ફરિયાદ
18/04/2024 00:04 AM Send-Mail
મહેમદાવાદ તાલુકાના મોદજ ગામમાં પોલીસમાં અરજી કરવાની અદાવતમાં મહિલાને જેઠણી સહિત ચાર શખ્સોએ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહેમદાવાદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી માહિતી અનુસાર મહેમદાવાદના મોદજ ગામના નારણપુર રહેતા છત્રસિંહ રાયસંગભાઈ ચૌહાણને થોડા દિવસ પહેલાં જમીન બાબતે વહેંચણી બાબતે નજીકમાં રહેતા કાકાના દીકરા કનુભાઈ મંગાભાઈ ચૌહાણ તથા કાકા મંગાભાઈ પુજાભાઈ ચૌહાણ સાથે ઝઘો થયો હતો.

જેથી તેમણે બંને વિરૂદ્ઘ પોલીસમાં અરજી આપી હતી. આ અરજીના આધારે પોલીસ ગઈકાલે તપાસ માટે ગઈ હતી. જેની રીસ રાખી ગઈકાલે સાંજના કનુભાઈ ચૌહાણની પત્ની આનંદીબેન કનુભાઈ ચૌહાણ તેમજ સુમીબેન રણજીતભાઈ ડાભીએ ગાળો બોલી કનુભાઈ ચૌહાણ તથા મંગાભાઈ ચૌહાણ વિરૂદ્ઘમાં કેમ પોલીસમાં ફરિયાદ કરી છે તેમ જણાવી છત્રસિંહના પત્ની ભાવનાબેન સાથે ઝઘડો કર્યો હતો. દરમ્યાન ઉશ્કેરાયેલ આનંદી ચૌહાણ અને સુમીબેન ડાભીએ ભાવનાબેનને લાતો તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. આ સમયે બંનેનું ઉપરાણું લઈ ત્યાં દોડી આવેલ કનુભાઈ ચૌહાણ અને મંગાભાઈ ચૌહાણે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ઠાસરા : મિત્રતામાં હાથઉછીના લીધેલ નાણાં પેટેનો ચેક પરત ફરતા ૧ વર્ષની કેદ

નડિયાદ : કારની અડફેટે વીજપોલ તૂટી જતાં ઠપકો આપવા ગયેલ ઈસમ પર હૂમલો

ઠાસરા : તમાકુ વેચાણ રાખ્યા બદલ આપેલ બે ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા

નડિયાદ : પીપળાતા ગામની બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં બે શખ્સો દ્વારા ચોરીનો પ્રયાસ

કઠલાલ : ફાગવેલ પાસેથી ૬.૯૧ લાખના વિદેશી દારૂ બીયર સાથે બોલેરો પીકઅપનો ચાલક ઝડપાયો

ડાકોરમાં માતેલા સાંઢની જેમ આવતી કાર ચા-નાસ્તા-ગલ્લાની કેબિનોમાં ઘુસી ગઈ, ૬ ઘાયલ

નડિયાદ તાલુકાના મહોળેલ અને આજુબાજુના ગામોમાંથી ૯ પશુની ચોરી થતા ફરિયાદ

મહુધા નજીકથી ચાલુ આઈશર ટ્રકમાં જુગાર રમતાં ૪૨ શખ્સો ૪.૭૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા