૧૫૦૦ કિમી રેન્જની નિર્ભય ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ, રડારને છેતરવામાં નિષ્ણાંત
દુશ્મનના ટાર્ગટને ખતમ કરતા પહેલા તે તેની તસવીર અને વીડિયો કેપ્ચર કરીને કંટ્રોલ રૂમને મોકલશે : આ મિસાઇલોને ચીન સાથેની એલએસી બોર્ડર પર તૈનાત કરવામાં આવશે આ મિસાઇલ ૩૦૦ કિલોગ્રામ સુધીના પરંપરાગત હથિયારો લઇ જવા સક્ષમ
ડીઆરડીઓએ ૧૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ સ્વદેશી એન્જિન સાથે નિર્ભય આઇટીસીએમ ક્રૂઝ મિસાઇલનું સફતાળપૂર્વક પરીક્ષણ કર્યુ. આ મિસાઇલમાં સ્વદેશી એન્જિન લગાવવાથી તેની તાકાતમાં વધારો થયો છે.
આ દરમિયાન રેન્ક સેન્સર,ઇલેકટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલિમેટ્રી કી દ્વારા મિસાઇલનો આખો રસ્તો ટ્રેક કરવામાં આવ્યો હતો. આ મિસાઇલની ફલાઇટને એરફોર્સના સુખોઇ એસયુ-૩૦-એમકે-૧ ફાઇટર જેટ દ્વારા પણ ટ્રેક કરવામાં આવી હતી. મિસાઇલે પરીક્ષણના તમામ ધોરણોને પૂર્ણ કર્યા હતા. આ દરમિયાન તેણે દરિયાઇ સ્કિમિંગ એટલે કે દરિયાની ઉપર ઓછી ઊંચાઇએ ઉડવાનું પ્રદર્શન કર્યુ. નિર્ભય મિસાઇલે પરીક્ષણ દરમિયાન ૮૬૪કિમીથી ૧૧૧૧ કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી. આ મિસાઇલમાં ટેરેન હગિંગ ક્ષમતા પણ છે. આ એવી સ્થિતિ છે જેમાં તેને નિશાન લગાવીને નિષ્ક્રિય કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ બે તબક્કાની મિસાઇલ છે. પ્રથમ તબક્કામાં ઘન બળતણ અને બીજા તબક્કામાં પ્રવાહી બળતણનો ઉપયોગ થાય છે.
આ મિસાઇલ ૩૦૦ કિલોગ્રામ સુધીના પરંપરાગત હથિયારો લઇ જઇ શકે છે. તેની મહત્તમ રેન્જ ૧૫૦૦ કિમી છે. તે જમીનથી ઓછામાં ઓછા ૫૦ મીટર અને વધુમાં ૪ કિમી સુધી ઉડીને લ-યને નષ્ટ કરી શકે છે. તેની પાસે એવી સિસ્ટમ છે કે તે રસ્તામાં તેની દિશા બદલી શકે છે. તેનો અર્થ એ છે કે તે
હરતા-ફરતા લ-યોને પણ નષ્ટ કરી શકે છે.
તેને સમુદ્ર અને જમીન બંને પરથી મિસાઇલ લોન્ચરથી છોડી શકાય છે. એવી આશા રાખવામાં આવે છે કે સેનામાં સામેલ થયા બાદ આ મિસાઇલોને ચીન સાથેની એલએસી બોર્ડર પર તૈનાત કરવામાં આવશે. નિર્ભય ૬ મીટર લાંબી અને ૦.૫૨ મીટર પહોળી છે. તેની પાંખોની કુલ લંબાઇ ૨.૭ મીટર છે. એવું માનવામાં આવે છે કે આ મિસાઇલ આવી ટેકનોલોજીથી પણ સજ્જ છે કે જેના દ્વારા દુશ્મનના ટાર્ગટને ખતમ કરતા પહેલા તે તેની તસવીર અને વીડિયો કેપ્ચર કરીને કંટ્રોલ રૂમને મોકલશે. આ મિસાઇલમાં સ્વદેશી માણિક ટર્બોફિન એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.