Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ઇવીએમ-વીવીપીએટી વેરિફિકેશન પર ૫ કલાક સુનાવણી, નિર્ણય અનામત
સુપ્રીમ કોર્ટે પૂછયું - મતદારોને વોટિંગ સ્લીપ કેમ ન આપી શકાય, પંચે કહ્યું - આનાથી મતની ગુપ્તતા સાથે ચેડાં થશે
19/04/2024 00:04 AM Send-Mail
કેરળમાં ઇવીએમ મોક ડ્રીલમાં ભાજપને વધુ વોટ મળ્યા.. સુપ્રીમે ચૂંટણી પંચને તપાસનો આપ્યો મૌખિક નિર્દેશ
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કેરળમાં ઇવીએમની મોક ડ્રીલ દરમિયાન ભાજપને વધારાના મત મળ્યા હોવાના આરોપની તપાસ કરવા જણાવ્યું છે. ઇવીએમ અને વીવીપીએટી સ્લીપના મેચિંગ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે મૌખિક આદેશમાં ચૂંટણી પંચને આ મામલે મળેલા રિપોર્ટની તપાસ કરવા જણાવ્યું હતું. સુનાવણી દરમિયાન, અરજદાર એડીઆર તરફથી હાજર રહેલા પ્રશાંત ભૂષણે કહ્યું કે એક મીડિયા હાઉસે ઓનલાઇન અહેવાલ આપ્યો છે કે ઇવીએમની મોકડ્રીલ દરમિયાન ફરિયાદો નોંધવામાં આવી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેરળના કાસરગોડ વિસ્તારમાં ઇવીએમની મોક ડ્રીલ દરમિયાન ચાર ઇવીએમમાં ભાજપના વધારાના વોટ પડયા હતા. આ સંદર્ભ, યુડીએફ (યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ)અને એલડીએફ (લેફટ ડેમોક્રેટિક ફ્રન્ટ) એ જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે કે ચાર ઇવીએમમાં મોકડ્રીલ દરમિયાન ભાજપ માટે વધારાના મત પડયા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહને આ કેસમાં લાગેલા આરોપોની તપાસ કરવા કહ્યું છે.

ઇલેકટ્રોનિક વોટિગ મશીન (ઇવીએમ) વોટ અને વોટર વેરીફાઇબલ પેપર ઓડિટટ્રેલ (વીવીપીએટી) સ્લીપની ૧૦૦ ટકા ક્રોસ ચેકિંગની માગણી કરતી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે એડીઆર અને અન્ય વકીલો અને ચૂંટણી પંચની દલીલો ૫ કલાક સુધી સાંભળી હતી.

અજદારો વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ, ગોપાલ શંકરનારાયણ અને સંજય હેગડે હાજર રહ્યા હતા. પ્રશાંત ભૂષણ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી હાજર થયા હતા. જયારે, ચૂંટણી પંચ વતી એડવોકેટ મનિન્દર સિંહ અને કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર હતા.

એડવોકેટ પ્રશાંત ભૂષણે કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. આરોપ છે કે કેરળમાં મોક પોલિંગ દરમિયાન વધુ વોટ બીજેપીને મળ્યા હતા. તેના પર કોર્ટે ચૂંટણી પંચના વકીલ મનિન્દરને પૂછયું કે આ કેટલું યોગ્ય છે. સિંહે કહ્યું કે આ અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે. કોર્ટે ચૂંટણી પંચને પૂછયુ કે શું મતદાતાઓને મતદાન કર્યા પછી વીવીપીએટી સ્લીપ આપી શકાય નહી. તેના પર ચૂંટણી પંચે કહ્યું - મતદારોને વીવીપીએટી સ્લીપ આપવામાં મોટું જોખમ છે. આનાથી મતની ગુપ્તતા સાથે ચેડા થશે. અન્ય લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે અમે કહી શકતા નથી. કોર્ટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે અપનાવવામાં આવેલા પગલાં અંગે ચૂંટણી પંચના વકીલ પાસેથી ઇવીએમ અને વીવીપીએટીની સમગ્ર પ્રક્રિયાને સમજી હતી. ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવી જોઇએ તેમ પણ જણાવ્યું હતું. એમાં કોઇ શંકા ન હોવી જોઇએ કે આવું થવું જોઇતું હતું અને થયું નહી. આ પછી કોર્ટે નિર્ણય સુરિક્ષત રાખ્યો હતો.

ચૂંટણી પંચને બૂથ વાઇઝ ડેટા અપલોડ કરવાનો નિર્દેશ ન આપી શકીએ : સુપ્રીમ કોર્ટ

મને કેટલા દિવસ જેલમાં રાખવો પડશે તેનો જવાબ ફક્ત વડાપ્રધાન જ આપી શકે: કેજરીવાલ

દિલ્હી : નર્મદા બચાવો આંદોલનના નેતા મેઘા પાટકર માનહાનિના કેસમાં દોષિત જાહેર

જમ્મુ-કાશ્મીર : વિદ્યાર્થીને જાણી જોઈને નાપાસ કરનાર યુનિવર્સીટીને એક લાખ વળતર તરીકે ચૂકવવા આદેશ

બેંગલુરુમાં ફાર્મ હાઉસમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં સામેલ ૧૦૩માંથી ૮૬ લોકોએ ડ્રગ્સ લીધુ હતું

લોકસભા ચૂંટણીમાં પુરુષની સરખામણીએ મહિલાઓ મતદાનમાં આગળ : ચૂંટણી પંચ

હું ભાગેડુ નથી, મારો પાસપોર્ટ સસ્પેન્ડ હોવાથી હું ભારત પરત ફરી શકતો નથી : મેહુલ ચોકસી

જો સરહદો વધુ સુરિક્ષત અને સ્પષ્ટ હોત તો ભારત વધુ ઝડપથી આગળ વધ્યું હોત : એનએસએ ડોભાલ