કોંગ્રેસ પાસે ભાજપનો વિરોધ કરવા માટે વાસ્તવિક વૈચારિક કે વ્યવહારિક પ્રેરણાનો અભાવ : કેરળ સીએમ
સીએમ પિનરાઇ વિજયને નાગરિકતા સંશોધન કાયદા ને લઇને કોંગ્રેસ સાંસદ રાહુલ પર પ્રહારો કર્યા હતા
કેરળમાં સત્તાધારી માકર્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ-એમ) અને વિપક્ષ કોંગ્રેસ બંને વચ્ચે શબ્દોની ઉગ્રતાથી આપ-લે થઇ રહી છે. હવે કેરળના સીએમ પિનરાઇ વિજયને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે ભાજપનો વિરોધ કરવા માટે વાસ્તવિક વૈચારિક કે વ્યવહારિક પ્રેરણાનો અભાવ છે. કોંગ્રેસની ભાજપ સાથેની દુશ્મનાવટ મુખ્યત્વે ચૂંટણીની રાજનીતિ અને સત્તાની લડાઇ પૂરતી મર્યાદિત છે. વાસ્તવિક વૈચારિક મતભેદોને લીધે, કોંગ્રેસ સત્તાની રાજનીતિમાં લોકપ્રિયતા મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી પાર્ટી તરીકે વિકસિત થઇ છે.
તેમણે કહ્યું કે આ વિડંબના છે કે રાહુલ ગાંધી અને એક જ કોંગ્રેસ પાર્ટીના વી ડી સતીસન સવાલ કરે છે કે મુખ્યમંત્રી મોદી વિરુદ્ઘ કેમ બોલ્યા નહી. પીએમ મોદી અને આરએસએસની ગેરમાર્ગ દોરતી નીતિઓનો વિરોધ કરવા માટે ડાબેરીઓને કોંગ્રેસની માન્યતાની જરૂર નથી.
આ પહેલા કેરળના સીએમ પિનરાઇ વિજયને નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ને લઇને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીને પૂછયું કે તેમની પાર્ટી આ મુદ્દે ચૂપ કેમ છે. તમને જણાવી દઇએ કે આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેરળના સીએમ હંમેશા તેમના વિશે જ બોલતા રહયા છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસની આલોચના આ પહેલા પણ પિનરાઇ વિજયને રાહુલ ગાંધી અને કોંગ્રેસની ટીકા કરી હતી. કોંગ્રેસ પર નિશાન સાધતા સીએ વિજયને કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસે કરેલી પહેલી ફરિયાદના કારણે જેલમાં છે. તેમણે વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા
હતા
. તેમણે કહ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે રાહુલ કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતા છે. જરા જુઓ, તેઓ તેના મત વિસ્તાર વાયનાડમાં કોની સામે ચૂંટણી લડી રહ્યાછે. તેઓ સીપીઆઇના એની રાજા સામે ચૂંટણી લડી રહ્યા છે. જયારે કોંગ્રેસ અને સીપીઆઇ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. વિજયને કહ્યું કે તેઓ ભાજપનો સામનો કરવાને બદલે સીપીઆઇના ઉમેદવારોનો સામનો કરી રહયા છે.