Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ખેડા જિલ્લાની હદમાંથી પસાર થતાં હાઈવે તેમજ લોકલ રોડ પર ખાનગી વાહન ચાલકોની બોલબાલા
જો આવા વાહનો પર તવાઈ નહિ લવાય તો આવનાર સમયમાં પણ મોટા અકસ્માતની ભીતિ
19/04/2024 00:04 AM Send-Mail
આરટીઓએ માર્ચમાં ૨૨ અને ફેબ્રુઆરીમાં ૨૬ કેસો કર્યા છે, છતાંય...
ઈન્ચાર્જ આરટીઓ અધિકારી જી.જે.સોલંકી જણાવ્યું કે, અમારા ધ્યાને પણ આ બાબતો આવે છે અને અમે પણ અમારી કામગીરી કરી રહ્યા છે અમે ખાસ ડ્રાઈવ યોજી આવા પેસેન્જર વાહનોની સામે કેસ કરીએ છીએ. જેમાં માર્ચ માસમાં ૨૨ અને ફેબ્રુઆરી માસમાં ૨૬ કેસ કર્યા છે. છતાં પણ જાગૃતિનો અભાવ જોવા મળે છે. અવારનવાર અપીલ પણ કરીએ છીએ કે કાર ચલાવતી વખતે સિટ બેલ્ટ બાંધવો, પેસેન્જર વાહનો સિટીગ કેપેસીટીથી વધારે ન બેસાડવા જોઈએ. પરંતુ સેલ્ફ જાગૃતિનો અભાવથી આવા ગોઝારા અકસ્માત બને છે.

નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે ઉભેલી ટેન્કર પાછળ કાર ઘૂસી જતા ૧૦ વ્યક્તિઓને કાળ ભરખી ગયો હતો. બનાવના પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ હતી. જોકે આ એક માત્ર હાઈવે નહિ પણ નેશનલ હાઈવે સહિત સ્ટેટ હાઈવેના રસ્તાઓ પર ખાનગી વાહનો, પેસેન્જર વાહન તરીકેનો ઉપયોગ કરી મુસાફરોને મોતની સવારી કરાવી રહ્યા છે.

અમદાવાદ-વડોદરા, નડિયાદ-આણંદ વચ્ચે બેફામ દોડતા આવા ખાનગી શટલ, પીયાગો રીક્ષા, કાર વગેરે વાહનચાલકો કેપેસીટી કરતા વધુ પેસેન્જરોને બેસાડી મોતની મુસાફરી કરાવી રહ્યા છે. છતાં પોલીસ તંત્ર ચૂપ છે ત્યારે આવનાર સમયમાં પણ આવી ઘટનાઓ બને તો નવાઈ નથી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જ આવા વાહનો દોડે છે એમ નથી. પરંતુ અમદાવાદ-મુંબઈને જોડતા હાઈવે નંબર ૪૮, સ્ટેટ હાઈવે સહિતના માર્ગો પર આ રીતે ખાનગી વાહનોમા જોખમી સવારી કરવામાં આવી રહી છે.

જેમાં પિયાગો રીક્ષા, સીએનજી રીક્ષા, ઈકો કાર,, અર્ટીકા, પીકઅપ ડાલા સહિતના વાહનોમાં આ રીતે પેસેન્જરોને બેસાડી મોતની સવારી કરાઈ રહી છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ વચ્ચે બેફામ આ પ્રકારના ખાનગી પેસેન્જર વાહનો દોડી રહ્યા છે. નડિયાદના એક્સપ્રેસ હાઈવે પર સલુણ બ્રીજ નીચે લોકો અમદાવાદ-વડોદરા તરફ જવા માટે ખાનગી વાહનોની રાહ જોઈ ઉભા રહ્યા હતાં. પોલીસ અને આર.ટી.ઓ. કચેરી આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

નડિયાદ: કલેક્ટરના બંગલામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફડાતફડી

નડિયાદ: સરદાર પટેલ ભવનની કચેરીનું પાણીનું કુલર ભંગારમાં ફેરવાયું

વડતાલમાં ત્રિદિવસીય શ્રી સહજાનંદી બાળ યુવા શિબિરનો પ્રારંભ

નડિયાદ ઈન્દિરાનગર-૨ વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના ૧૧ કેસો નોંધાયા

નડિયાદ મુસ્લિમ સમાજની કલેક્ટરને આવેદન પત્ર આપી પીરાણામાં કબરો તોડી પાડનાર સામે પગલાં ભરવાની માંગ

નડિયાદ ઈન્દિરાનગરીમાં ઝાડાઉલ્ટીના રોગચાળા પાછળ પ્રદૂષિત પાણી જવાબદાર હોવાનો પ્રજાનો મત

યાત્રાધામ ડાકોરમાં કાળઝાળ ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા

નડિયાદ ઇન્દિરાનગરી વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીથી મહિલાનું મોત: વધુ ૨૫ કેસ