Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
તારાપુર : વાળંદાપુરામાં બે કૌટુંબિક પરિવારો વચ્ચે સમાધાન મુદ્દે મારામારીમાં પાંચને ઈજા
ફરસી, ધારીયું, લોખંડની પાઈપ તેમજ લાકડીથી સામસામે કરાયેલી મારામારીમાં બેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા
19/04/2024 00:04 AM Send-Mail
તારાપુર તાલુકાના વાળંદાપુરામાં ગઈકાલે બપોરના સુમારે બે કૌટુંબિક પરિવારો વચ્ચે અગાઉ થયેલા મનદુ:ખ બાબતેની સમાધાન બેઠકમાં મારક હથિયારો સામે સામસામે મારામારી થતાં પાંચને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. જેમાં બેને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. તારાપુર પોલીસે બન્ને પક્ષોની ફરીયાદો લઈને ગુનાઓ દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

વાળંદાપુરા ગામના ઈન્દિરા આવાસમાં રહેતા અને ખેતીકામ કરીને જીવન ગુજરાન ચલાવતા પુનાભાઈ નગાભાઈ ભરવાડે આપેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેમના ઘરે માતાજીનો પિયાલો તેમજ લગ્નપ્રસંગ હોય તેઓ કુંટીબીજનો સાથે બેઠા હતાં. દરમ્યાન તેમના સંબંધી ચેતનભાઈ કાળુભાઈ ભરવાડ, લાલાભાઈ હનુભાઈ ભરવાડ, વાઘાભાઈ કાળુભાઈ ભરવાડ અને ગગુભાઈ કાળુભાઈ ભરવાડને પણ અગાઉ થયેલા મનદુ:ખ બાબતે સમાજ રાહે સમાધાન કરવા માટે બોલાવ્યા હતાં.

બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે ઉક્ત ચારેય શખ્સોે ગમે તેવી ગાળો બોલવા લાગ્યા હતાં. જેથી પુનાભાઈએ મારે ઘરે લગ્નપ્રસંગ છે અને મહેમાનો આવેલા હોય ગાળો બોલશો નહી તેમ જણાવતા જ ચારેય જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ચેતને પોતાના હાથમાની ફરસી પુનાભાઈને માથામાં મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતાં. ચેતનનું ઉપરાળુ લઈને આવેલા લાલાભાઈએ લોખંડની પાઈપ પુનાભાઈને થાપામાં મારી દીધી હતી. વાઘાભાઈ અને ગગુભાઈએ લાકડીથી માર માર્યો હતો. પુનાભાઈના પરિવારજનો છોડાવવા વચ્ચે પડતા તેમની સાથે પણ ઝપાઝપી કરીને જીવતા નહિ રહેવા દઈએ તેવી ધમકી આપી હતી. સામા પક્ષે ગગુભાઈ કાળુભાઈ ભરવાડે આપેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ચેતનભાઈ નવરાત્રીની નોમ હોય માતાજીને પગે લાગવા માટે વાળંદાપુરા ઇઆવ્યા હતાં અને માતાજીના પગે લાગવા માટે ગયા હતાં. દરમ્યાન તેમના સંબંધી પુનાભાઈ નગાભાઈ ભરવાડ સાથે અગાઉ થયેલા મનદુ:ખની રીસ રાખીને પુનાભાઈ, વેલાભાઈ નગાભાઈ ભરવાડા, રામાભાઈ પુનાભાઈ ભરવાડ અને પુંજાભાઈ નગાભાઈ ભરવાડ આવી પહોચ્યા હતા અને ચેતનને કહેવા લાગ્યા હતા કે, તુ કેમ અહીંયા આવેલ છું જેથી ચેતને આજે નોમ હોય માતાજીના દર્શન કરવા માટે આવ્યો છું તેમ કહેતા જ ચારેય ઉશ્કેરાઈ ગયા હતા અને નજીકમાંથી હથીયારો લઈને આવી પહોચ્યા હતાં. રામાભાઈએ ધારીયું ચેતનભાઈને માથામાં પાછળના ભાગે મારી દેતાં લોહીલુહાણ થઈ વા પામ્યો હતો. પુનાભાઈએ લાકડી નરેશભાઈને કપાળના ભાગે મારી દીધી હતી. વેલાભાઈએ લાકડી હનુભાઈને બરડાના ભાગે મારી દીધી હતી. જયારે પુજાભાઈએ ગગુભાઈને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બોરસદ : પુત્રના પ્રથમ જન્મદિનની ઉજવણી કર્યાના બીજા દિવસે જ માતાનો ગળે ફાંસો ખાઈને આપઘાત

થર્મલની યુવતીને ગોધરાના સાસરિયાઓએ ૩ લાખનું દહેજ માંગી ઘરમાંથી કાઢી મૂકતાં ફરિયાદ

ખંભોળજના યુવાને સાવલી તાલુકાના ભમ્મર-ઘોડા ગામની સીમમાં ઝાડની ડાળીએ ગળા ફાંસો ખાધો

પણસોરા : વીમા કંપનીની ભૂલોનો ભોગ ફરિયાદીને ન બનાવી શકાય, સારવાર ખર્ચના ૧.૧ર લાખ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ

તારાપુર : દુકાનોના શટરો તોડીને ચોરીઓ કરતો ભાવનગરનો રીઢો ઘરફોડીયો ઝડપાયો

ખટનાલમાં ખેતરમાં પાણી-કચરો ફંેકવા બાબતે ઠપકો આપતા હત્યાનો પ્રયાસ

બોરસદમાં ૨૨ દિવસ પહેલા ૧૨ દુકાનોના તાળા તોડીને થયેલી ચોરીનો આરોપી પકડાતા ફરિયાદ

બેડવા સીમમાં આવેલી ૧.૨૨ એકર જમીન પિતા-પુત્રએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ