Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ટાઇટેનિક જહાજના કાટમાળમાંથી મળેલી સોનાની ઘડીયાળની કરોડોમાં હરાજી, નોંધાયો વિશ્વ રેકોર્ડ
ધનિક મુસાફર જોન જૈકબે ડૂબતા જહાજમાંથી પત્નીને લાઇટબોટમાં રવાના કરી ત્યારે આ ઘડીયાળ તેમના ખિસ્સામાં હતી
06/05/2024 00:05 AM Send-Mail
અંદાજે એકસો વર્ષ અગાઉ ડૂબેલા ટાઇટેનિક જહાજના કાટમાળમાંથી એક સોનાની પોકેટ ઘડીયાળ મળી હતી. જેની તાજેતરમાં થયેલ હરાજીમાં ૧૧૭પ૦૦૦ મિલિયન પાઉન્ડ એટલે કે ૧ર.૩૮ કરોડમાં વેચાઇ હતી. આટલી અધધધ કિંમતે ઘડીયાળના વેચાણે વિશ્વ રેકોર્ડ સર્જયો છે.

સોનાની પોકેટ ઘડીયાળ ટાઇટેનિક જહાજમાં મુસાફરી કરતા ધનિક મુસાફર જોન જૈકબ એસ્ટોરની સંપતિ હતી. હરાજીકર્તાઓનું અનુમાન છે કે ટેકસ અને અન્ય વેરા લાગુ કર્યા બાદ ઘડીયાળની જે કિંમત આવશે તે એક વિશ્વ રેકોર્ડ હશે. ઘડીયાળની વિલ્ટશાયરમાં હરાજી થઇ ત્યારે તેની કિંમત લગભગ ૧.પ૮ કરોડ રુપિયા જેટલી આવશેની સંભાવના હતા. પરંતુ તેના બદલે ૯.૪૮ લાખમાં તેનું વેચાણ થયું. જેમાં ટંેકસ વગેરે ઉમેરાતા ઘડીયાળની કિંમત ૧ર.૩૮ કરોડે પહોંચશે. હરાજીકર્તા એન્ડ્રયૂ એલિડ્રઝે આ હરાજીને વિશ્વ રેકોર્ડના રુપમાં વર્ણવી હતી. ડૂબેલા ટાઇટેનિક જહાજમાંથી સૌથી ઉલ્લેખનીય કલાકૃતિઓમાં ઓરકેસ્ટ્રાનું નેતૃત્વ કરનાર વાલેસ હાર્ટલેનું વાયોલિન છે. તે લગભગ ૩.૮૬ કરોડમાં વેચાયું હતું. જહાજ ડુબવા સમયે ઓરકેસ્ટ્રા દ્વારા તેને વગાડવામાં આવ્યું હતું. ૧૯૧રમાં સાઉથેમ્પ્ટનથી ન્યૂયોર્કની પોતાની પ્રથમ યાત્રા દરમ્યાન ટાઇટેનિક ઉત્તરી એટલાન્ટિકમાં એક હિમખંડ સાથે ટકરાયું હતું.

બીબીસીના રિપોર્ટનુસાર ૪૭ વર્ષીય એસ્ટોરનું અંતિમ કાર્ય જહાજની નીચે જતા અગાઉ પોતાની પત્નીને એક જીવનરક્ષક નૌકામાં બેસાડવાનું હતું અને એક છેલ્લી સિગારેટ પીવાની હતી. બ્રિટીશ ટાઇટેનિક સોસાયટીના અધ્યક્ષ ડેવિડ બેડાર્ડે જણાવ્યું હતું કે, ટાઇટેનિકની અનેક ઘડીયાળોથી વિપરીત, તે ભયાનક રાતમાં સમયની સાથે જામી ગયેલી ઘડીયાળને મિ.એસ્ટોરના દિકરા વિન્સેન્ટે હાંસલ કરીને પહેરી હતી. જે.જે.એસ્ટોરની ઘડીયાળ તે સમયે તેમના ખિસ્સામાં હતી, જયારે તેઓ પોતાની ગર્ભવતી પત્નીને લાઇફબોટમાં રવાના કરી રહ્યા હતા, તેઓ જાણતા હતા કે તે જીવિત નહીં બચી શકે. પરંતુ પત્નીની જીવ બચાવવા તેઓ નૌકાને વિદાય કરીને પાછળ હટી ગયા હતા.

બ્રિટન : પબે બિયરની બ્રાન્ડને કુખ્યાત આતંકીનું નામ આપતા જ ગ્રાહકોનો ઘસારો, વેબસાઇટ ઠપ્પ

અમેરિકા : દુનિયાનો સૌથી ઊંચા બળદે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ચીનમાં આવેલું છે દુનિયાનું સૌથી અમીર ગામ, શાનદાર ઘર સાથે થીમ પાર્ક અને હેલિકોપ્ટર ટેકસી સેવા ઉપલબ્ધ

લંડન: ફકત ૬ ફુટ પહોળાઇ ધરાવતા બે બેડરૂમનો ફલેટ વેચાયો ૮ કરોડમાં, અંદરની ચીજવસ્તુઓ આશ્ચર્યજનક

આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી

અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો

સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ