Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
દુનિયાની સૌથી અજબ-ગજબ નોકરીઓ, લાખોની કમાણી
06/05/2024 00:05 AM Send-Mail
દુનિયાભરમાં સૌથી વધુ વ્યકિતઓ ૯થી પ કલાકની નોકરી કરે છે. જેમાં કેટલાકના મતે તો આ નોકરી એટલે ૮-૯ કલાક માટે ડેસ્ક કે ફિલ્ડમાં રહો, જોબ પ્રોફાઇલ અનુસાર કામ કરો અને પગાર મેળવો. પરંતુ દુનિયા અહીં સુધી સીમિત નથી. હવે અજબ ગજબ નોકરીઓનો ટ્રેન્ડ શરુ થયો છે. જેમાં કોઇ ભાડા કરારથી બોય ફ્રેન્ડ બને છે તો કોઇ પ્રોફેશનલ સ્લીપર.

બાળપણમાં સ્કૂલથી લઇને ઘર સુધી મોટાભાગના બાળકોને એક સવાલ પૂછવામાં આવતો કે, મોટા થઇને શું બનશો? જેના જવાબમાં કોઇ ડોકટર, ટીચર, એન્જિનીયર, ખેલાડી બોલતા. ભાગ્યે જ કોઇએ એવો જવાબ આપ્યો હશે કે તે મોટા થઇને માત્ર સૂઇ રહેવાનું કે ખાવાનું જ પસંદ કરશે. પરંતુ આજના યુગમાં અજબગજબ નોકરીઓમાં આ બાબતો પણ સામેલ છે અને લાખોની કમાણી આપે છે.

ભાડેથી ઉપલબ્ધ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ : જાપાન સહિત કેટલાક દેશોમાં ભાડેથી બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનો ટ્રેન્ડ ચાલ્યો છે. જાપાનમાં સિંગલ યુવતીઓ ભાડા પર બોયફ્રેન્ડ બનાવીને એકલતા દૂર કરે છે. જેના બદલામાં બોયફ્રેન્ડોને સારી સેલરી ચૂકવવામાં આવે છે. જેના માટે કોઇ શૈક્ષણિક લાયકાતની જરુર પડતી નથી. પ્રોફેશનલ ઉંઘણશી બનીને લાખોની કમાણી : પ્રોફેશનલ સ્લીપર (ઉંઘણશી)ની માંગ દેશ-વિદેશમાં છે. કુંભકર્ણની જેમ ઉંઘવાનો શોખ હોય તો મૈટ્રેસ બનાવતી કંપનીઓ આવા લોકોને હાયર કરે છે. કંપનીએ બનાવેલા ગોદડા-મૈટ્રેસીસ, ગાદી-તકિયા માટે ઉંઘણશી લોકોનો ઉપયોગ કરીને રિવ્યૂ કરાય છે. ઉંઘ અંગે રીસર્ચ કરનાર લોકો પણ ઉંઘવા બદલ સારા નાણાં ચૂકવતા હોય છે. લાઇનમાં ઉભા રહેવા-ધકકા મારવાની નોકરી : બાળપણમાં જે કામ પૈસા વગર કરતા હતા તેન માટે હવે પગાર મળવાનો ટ્રેન્ડ જોવા મળે છે. પ્રોફેશનલ ધકકા મારનારા અને લાઇનમાં કલાકો સુધી ઉભા રહી શકે તેવા લોકોની પણ માંગ નીકળે છે. જેમાં સવાર-સાંજ અને પીક અવર્સમાં મેટ્રો કે લોકલ ટ્રેનમાં વધુ ભીડ સમયે પ્રોફેશનલ ધકકા મારનારને નોકરીએ રાખવામાં આવે છે. જયારે અનેક સ્થળોએ ફિલ્મ, ટ્રેન વગેરેની ટિકીટ ખરીદવા માટે પણ પ્રોફેશનલ વ્યકિતને લાઇનમાં ઉભા રહેવા બદલ નાણાં ચૂકવાય છે. ફિલ્મો નિહાળવા બદલ કમાણી : નેટફિલકસ પર ફિલ્મો અને સીરીયલ જોવાનો શોખ મોટાભાગના લોકોને હોય છે. પરંતુ કયારે સમયના અભાવે તે પૂરી ફિલ્મ કે સીરીઝ જોઇ શકતા નથી. આથી નેટફિલકસે આ બાબતે અનેક લોકોને નોકરીએ રાખ્યા છે. જેઓનું કામ ફિલ્મ કે વેબ સીરીઝ રીલીઝ થતા અગાઉ નિહાળવાનું હોય છે અને નેટફિલકસની અપકમિંગ મૂવી જોઇને તેનો રિવ્યૂ કરવાનો તેમજ ટેગ લગાવવાનો હોય છે. જેથી લોકો પોતાની પસંદની ફિલ્મો, સીરીઝ સરળતાથી શોધી શકે. આ કામગીરી બદલ સારી રકમ ચૂકવવામાં આવે છે. આ જ પ્રકારે રેસ્ટોરન્ટમાં ખાદ્ય સામગ્રી ખાવાની અને વાઇન ટેસ્ટ કરવા જેવી નોકરીઓ ભારતમાં પણ અનેક સ્થળોએ લોકપ્રિય બની રહી છે.

બ્રિટન : પબે બિયરની બ્રાન્ડને કુખ્યાત આતંકીનું નામ આપતા જ ગ્રાહકોનો ઘસારો, વેબસાઇટ ઠપ્પ

અમેરિકા : દુનિયાનો સૌથી ઊંચા બળદે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ચીનમાં આવેલું છે દુનિયાનું સૌથી અમીર ગામ, શાનદાર ઘર સાથે થીમ પાર્ક અને હેલિકોપ્ટર ટેકસી સેવા ઉપલબ્ધ

લંડન: ફકત ૬ ફુટ પહોળાઇ ધરાવતા બે બેડરૂમનો ફલેટ વેચાયો ૮ કરોડમાં, અંદરની ચીજવસ્તુઓ આશ્ચર્યજનક

આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી

અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો

સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ