આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી
ચંદ્ર પણ પૃથ્વીની જેમ પોતાની ધરી પર ફરતો હોવાથી બે ખગોળીય પિંડ વચ્ચે સર્જાતા ગુરુત્વાકર્ષણથી પૃથ્વી પરથી ચંદ્રના બીજા ભાગને નિહાળી શકાતો નથી
ચંદ્રનો બીજો ભાગ આપણે જોઇ શકતા ન હોવા પાછળનું ખાસ કારણ છે. ધરતી અને ચંદ્રની ઘૂમવાની ગતિ અને બંને વચ્ચે ગુરત્વાકર્ષણના કારણે આમ બને છે. નાસાના એક અંતરિક્ષયાને ચંદ્રના દૂરના ભાગોની મનમોહક તસ્વીરો ખેંચી છે. ધરતી પરથી આપણને લાગે છે કે ચંદ્ર સ્હેજપણ ઘૂમતો કે હરતો-ફરતો નથી. પરંતુ વાસ્તવમાં ચંદ્ર પૃથ્વીની જેમ પોતાની ધરી પર ફરે છે. પૃથ્વીની પરિક્રમા કરવામાં જેટલો સમય લાગે છે તેટલો જ સમય, લગભગ એક મહિનો ચંદ્રને પોતાની ધરી પર ફરવામાં લાગે છે. આ કારણથી તે દુનિયાવાસીઓને ફરતો નજરે આવતો નથી. આ ઘટના બે ખગોળીય પિંડ વચ્ચે ગુરુત્વાકર્ષણના કારણે થાય છે.
અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિક રોબર્ટ ટાયલરે જણાવ્યું હતું કે, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું આકર્ષણ બંને પિંડોને વિકૃત કરે છે. બંને એકબીજાને પોતાની તરફ ખેંચે છે. જેનાથી તે ફૂટબોલ આકારમાં ફેરવાય છે. કોઇપણ તરલ કે નકકર પદાર્થ તુરંત પ્રતિક્રિયા કરે તે પ્રકારેનો આકાર સર્જાય છે. જો કે ચંદ્ર અને પૃચ્વી બંનેને બનાવનાર તરલ અને નકકર પદાર્થ તુરંત પ્રતિક્રિયા કરી શકતા નથી. જયારે બે પિંડ એકબીજા તરફે ખેંચે છે ત્યારે ઘર્ષણ પેદા થાય છે, જે બંને વસ્તુઓની ફરવાની ગતિને ધીમી કરે છે.
ચંદ્ર પણ પૃથ્વીની ફરવાની ગતિને ધીમી કરે તો ચંદ્ર પરથી આપણને ધરતીનો એક તરફનો ભાગ જ જોવા મળે છે. આગામી પ૦ અરબ વર્ષો સુધી પૃથ્વીથી સીધા ચંદ્રના મનોહર ભાગને દુનિયાવાસીઓ જોઇ શકશે નહી. જો કે સોવિયેત અંતરીક્ષ યાન લૂના-૩એ ૧૯પ૯માં ચંદ્રના બીજા ભાગની તસ્વીરોખેંચી હતી. ત્યારબાદ આ યાને અનેક તસ્વીરો ખેચી છે. આ તસ્વીરોમાંથી જોવા મળે છે કે ચંદ્રનો દૂરનો ભાગ ખાડાઓથી ઢંકાયેલો છે. જયારે નજીકના ભાગની તુલનામાં મોટા અને કાળા ધબ્બા છે, જેને મારીયા કહેવામાં આવે છે.