Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું
ર.ર મિલિયન વર્ગમાં ફેલાયેલો શોપિંગ મોલને અપરાધીકરણની છબીએ બરબાદ કર્યો
20/05/2024 00:05 AM Send-Mail
અમેરિકાના ઓહિયોનો રાન્ડેલ પાર્ક મોલ એક સમયે દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતો હતો. પરંતુ ૪૦ વર્ષ જૂનો થાય તે અગાઉ તેને નષ્ટ કરી દેવાયો હતો અને છેલ્લા ૧૫ વર્ષ કરતાં વધુ સમયથી તે બંધ છે. જો કે આ સંપતિ અન્ય પ્રકારે ઉપયોગમાં લેવાની કોશિશ કરવામાં ન આવ્યાનું નથી પરંતુ તેની સાથે જોડાયેલ અપરાધિક ઘટનાઓની અસરથી મોલ બરબાદ થઇ ગયો.

અંદાજે ૧૪ અબજ ૯૬ કરોડ અને ર૭ લાખનો આ મોલ છેલ્લા ૧૫ વર્ષ ઉપરાંતના સમયથી ખાલી પડયો છે. દુનિયાના સોૈથી મોટા મોલ તરીકેની જગવિખ્યાત છબી પણ તેની મદદ ન કરી શકી, આ મોલ પર અપરાધીકરણનું કલંક ભારે પડયું. રાન્ડેલ પાર્ક મોલ ર.ર મિલિયન વર્ગ ફૂટમાં ફેલાયેલો હતો. કલીવલેન્ડ, ઓહિયોથી બહાર આ મોલ નિર્માણ અગાઉ મુખ્ય રુપે પોતાના રેસ ટ્રેક માટે જાણીતો હતો.

આ શોપીંગ સેન્ટરમાં ર૦૦થી વધુ દુકાનો, પાંચ મુખ્ય ડિપાર્ટમેન્ટ સ્ટોર (સિયર્સ, હોર્ન્સ¶ હિગ્બીઝ, મે કંપની અને જેસીપીની), થ્રી સ્ક્રીન સિનેમા અને ૯ હજાર વાહનો માટે પાર્કિગ વ્યવસ્થા હતી. આ શોપીંગ મોલે પહેલા વર્ષ ૧૧ અબજ ૯ર કરોડ ૮ર લાખથી વધુનું વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કર્યુ હતું. પરંતુ ૩૩ વર્ષ દરમ્યાનના સમયગાળામાં અનેક આર્થિક કારણોએ મોલને ઘૂંટણિયે ટેકવી દીધો. જેમાં કેટલાક વર્ષો દરમ્યાન આ મોલના માલિકો બદલાતા રહ્યા હતા. છેવટે મોલને ફકત ૬ર કરોડ, ૭૮ લાખ રુપિયામાં વેચવામાં આવ્યો હતો. જો કે દસ વર્ષના વેચાણમાં ઘટાડાના કારણે ૧ર માર્ચ,ર૦૦૯ના રોજ મોલના દરવાજા બંધ કરી દેવાયા હતા. ર૦૧પમાં અહીં ઔદ્યોગિક પાર્ક માટે સ્ટોર અને મોલના ઇન્ટીરીયરને તોડવામાં આવ્યું હતું. ર૦૧૭માં તમામ અવરજવર બંધ થવાના કારણે દુકાનદારો મુશ્કેલીમાં મૂકાયા હતા. શોપીંગ મોલના છેલ્લા માલિકોએ કરોડો રુપિયાનું રોકાણ કરીને શોપીંગ સેન્ટરને પુન: ધમધમતું કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઇ ફાયદો ન થયો. જયારે ૧૯૯૮માં શોપિંગ સેન્ટરના મૈજિક જોનસન સિનેમાના સંરક્ષક પોલ રોબિન્સનની એક વ્યકિતએ ગોળી મારીને હત્યા કરી હતી અને બાદમાં પોતાને ફૂંકી મારવાનો પ્રયાસ કર્યો હતો. આ મોલના ઇતિહાસમાં અનેક વળાંકો છે, જેની અપરાધીકરણની છબીએ મોલની પડતીમાં મુખ્ય ભૂમિકા ભજવી.

બ્રિટન : પબે બિયરની બ્રાન્ડને કુખ્યાત આતંકીનું નામ આપતા જ ગ્રાહકોનો ઘસારો, વેબસાઇટ ઠપ્પ

અમેરિકા : દુનિયાનો સૌથી ઊંચા બળદે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ચીનમાં આવેલું છે દુનિયાનું સૌથી અમીર ગામ, શાનદાર ઘર સાથે થીમ પાર્ક અને હેલિકોપ્ટર ટેકસી સેવા ઉપલબ્ધ

લંડન: ફકત ૬ ફુટ પહોળાઇ ધરાવતા બે બેડરૂમનો ફલેટ વેચાયો ૮ કરોડમાં, અંદરની ચીજવસ્તુઓ આશ્ચર્યજનક

આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી

અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો

સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ