Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ
પર્યટકોની અવરજવરના કારણે નાસ્તો કરવાના સમયે પરેશાની થઇ રહ્યાની ગ્રામજનોની મુખ્ય ફરિયાદ
20/05/2024 00:05 AM Send-Mail
સ્પેનના મિનોકોના બેલિએરિક દ્વીપ પર આવેલા હોલીડે ડેસ્ટીનેશન ગામના રહિશોએ વિદેશી પર્યટકો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેઓએ આંગતુકોને સવારે ૧૧થી રાત્રિના ૮-૩૦ સુધી ગામથી બહાર, દૂર રહેવાની અપીલ કરી છે. કારણ કે આ સમયે પર્યટકોની અવરજવરથી તેમના નાસ્તાના સમયે પરેશાની થઇ રહી છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તેઓ પર્યટકોના વર્તનથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આથી શાંતિથી નાસ્તો કરી શકાય તે માટે ગ્રામજનોએ પર્યટકોને નો એન્ટ્રી માટે માંગ કરી છે. લોકપ્રિય મિનોર્કા હોલિડે વિલેજ બિનીબેકા વેલ તમામ પર્યટકોના પ્રવેશ અટકાવવાની ધમકી આપી રહ્યાનો મામલો ચર્ચિત બન્યો છે. કારણ કે ગ્રામજનો અગાઉ પર્યટકોને સવારે ૧૧થી રાત્રે ૮-૩૦ કલાકની વચ્ચે ગામની મુલાકાત લેવા માટે આમંત્રિત કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, ગરમીની ઋતુમાં અંદાજે દસ લાખથી વધુ સહેલાણીઓ આ ગામની મુલાકાતે ઉમટે છે. મેલઓનલાઇન રિપોર્ટનુસાર માછલી પકડનારાઓના ગામના રહિશોએ પર્યટકોના ખરાબ વર્તનની પણ ફરિયાદ કરી છે. જેમાં કેટલાક લોકોની ખાનગી સંપતિઓમાં પ્રવેશ કરવાથી લઇને ઘરની બાલ્કની સુધી પહોંચી જવાની ફરિયાદ સામેલ છે. ગત વર્ષ ગ્રામજનોએ અસામાજીક વ્યવહારના પ્રયાસોને ઘટાડવા માટે ગામ અને તેની પ્રસિદ્વ સફેદી ધરાવતી દિવાલોનું સતત મોનેટરીંગ કર્યુ હતું. બિનીબેકા વેલના સંપતિ માલિકોના પ્રતિનિધિત્વ કરનારા એક સમૂહના ઓસ્કર મોંગેએ કહયું હતું કે, બિનીબેકા વેલ રોમાંચની જગ્યા નથી પરંતુ એક ખાનગી આવાસ છે. જયાં લોકો રહે છે. જો પર્યટકો બિનાબેકા વેલની ઇચ્છાઓ તરફે ધ્યાન નહીં આપે તો તેઓએ પૂર્ણ પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. મિનોકોના પર્યટન પ્રમુખ બેગોના મર્કાડલે કહયુ હતું કે, ગામ પર્યટન બંધ કરી શકે છે. અમે સંપૂર્ણ રીતે સ્વીકારીએ છીએ કે આ ખાનગી સંપતિ છે અને તેથી જ તેઓ તેને બંધ કરવા ઇચ્છે તો તે તેમનો અધિકાર છે.