અમદાવાદ એરપોર્ટ પરથી ISના ચાર આતંકવાદી ઝડપાયા
ભાજપ-આરએસએસના સભ્યો હતા ટાર્ગટ : આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત : સ્લીપર સેલ એકટિવ હોવાની આશંકા : ચારેયના મેટ્રો કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
આતંકીઓના મનસૂબા જાણવા દુભાષીયાની લેવાઇ મદદ
આ આતંકીઓ હવાઇ માર્ગ ગુજરાતમાં પ્રવેશ્યા હતા. તેઓ ચેન્નઇ એરપોર્ટથી ફલાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. બે અઠવાડિયા પહેલા જ ગુજરાત એટીએસને આતંકીઓ આવવા હોવા અંગે બાતમી મળી હતી. જેને પગલે એટીએસએ રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી. પકડાયેલા આતંકીઓ પ્રોટોન મેલનો ઉપયોગ કરતા હતા. આતંકીઓતમિલ ભાષા બોલતા હોવાથીતેમના મનસૂબા જાણવા દુભાષીયાની મદદ લેવામાં આવી છે.
અબુના કહેવાથી સુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતા
ફેબ્રુઆરી ૨૦૨૪માં તેઓ આઇએસ હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા હતા અને તેની પ્રેરણાથી આતંકી સંગઠન આઇએસમાં સભ્ય બન્યા હતા અને અબુના કહેવાથી અમદાવા આવ્યા છે અને તેઓ અબુના માર્ગદર્શન હેઠળ ભારતમાં કોઈ જગ્યાએ આતંકી હૂમલાને અંજામ આપવાના હતા. આ કામ માટે અબુએ તેમને રૂ. ૪ લાખ શ્રીલકંન કરન્સી આપી હતી. તેમજ કબજે કરેલા હથિયારો આતંકવાદી હૂમલા માટે મોકલાવ્યા હતા. આ ઉપરાંત પકડાયેલા શખસોએતેમના પાકિસ્તાની હેન્ડલરને સુસાઇડ બોમ્બર તરીકે જેહાદની રાહમાં શહીદ થવાની તૈયારી દર્શાવી હતી.
એક જ પીએનઆર પર ચારેયની ટિકિટ બુક કરાવી હતી
બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમ દ્વારા ફલાઇટસ અને ટ્રેન બુકિંગ મેનિફેસ્ટો અંગેની માહિતી મેળવી તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન ચારેય શ્રીલંકન નાગરિકોની ટિકિટ એકજ પીએનઆર પર બુક કરવામાં આવી છે અને તેઓ કોલંબોથી અમદાવાદ વાયા ચેન્નાઇની ફલાઈટ ટિકિટ બુક કરાવી છે. તેઓના બોર્ડિંગનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.
ગુજરાત એટીએસએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકીની ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે.ગુજરાત એટીએસએ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીનની ધરપકડ કરી છે. ગુજરાતમાં અથવા અન્ય રાજયમાં કોઇ કનેકશન છે કે નહી એ શોધવાની પ્રક્રિયા એટીએસએ હાથ ધરી છે.
ગુજરાત એટીએસ ખાતે પ્રતિબંધિત આતંકી સગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા ચારેય શ્રીલંકન નાગરિકો સામે અનલોફુલ એકિટવિટિસ પ્રિવેન્શન એકટ (યુએપીએ), ૧૯૬૭ની કલમ ૮ તથા ૩૮, આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી) (એ)(એફ) તેમજ આઇપીસીની કલમ ૧૨૦(બી), ૧૨૧ (એ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મેટ્રો કોર્ટમાં ચારેય આતંકીઓને કોર્ટ નં. ૫માં રજૂ કરાયા હતા. જેને લઇને મેટ્રો કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટનું નિરીક્ષણ કર્યુ હતુ. એટીએસી આતંકીઓને લઇને કોર્ટમાં રજૂ કરવા પોલીસ રવાના થઇ હતી. બોડી વોર્ન કેમેરા સાથે મેટ્રો કોર્ટ સંકુલમાં પોલીસ ઉપસ્થિત જોવા મળી હતી.
એટીએસે કોર્ટમાં રજૂઆત કરી કે બાતમી મળી હતી કે આતંકી રેલ અથવા એરથી આવવાના છે. ઇન્ડિગના સેમ પીએનઆર બુકિંગથી આવવાની બાતમી નેરો ડાઉન થઇ. એક અન્ય વ્યકિત આ લોકોને સૂચના આપો હતો. મેસેજ આપવા માટે વિશિષ્ટ પદ્ઘતિ વપરાઇ છે. આઇએસઆઇએસના કાર્યો કરવા સંકળાયેલા છે. અલગ-અલગ વસ્તુઓ પણ મળી આવી છે. કારતૂસ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા સ્થળોએ બનેલા છે. વધુ તપાસની જરૂર છે. આ લોકો સાથે કોણકોણ જોડાયેલા છે તે જાણવું જરૂરી છે. તેના સાગરિતો અમદાવાદમાં હોય શકે છે.અત્યારે આરોપીઓ તપાસમાં સહકાર આપતા નથી. કોણે હથિયારો મૂકયા અને કયાંથી લાવ્યા? આ લોકો કેવી રીતે પહોંચ્યા ? અમદાવાદથી હથિયારો મળવા મોટી વાત. જલ્દી તપાસની જરૂર છે. આ લોકોને લોજીસ્ટીક અને આર્થિક સહાય કોણે કરી ? તે જાણવું જરૂરી છે. બીજા કોઇ આવા તત્વો અમદાવાદ અને ગુજરાતમાં કે ભારતમાં ઉપસ્થિત તે જાણવી જરૂરી છે. પ્રોટોન મેસેજીંગનું એક સિકયોર નેટવર્ક કોણે ચાલુ કરી આપ્યું તે જાણવું જરૂરી છે. બીજા કોઇ રેડીકલાઇઝ થયા છે તે જણાવું જરૂરી, અગાઉ તેઓ ભારત કે અમદાવાદમાં આવ્યા છે કે કેમ ? અબુ શ્રીલંકાનો છે અને તે પાકિસ્તાનમાં રહે છે તેવી શંકા છે. ત્રણ પિસ્તોલ મળી છે અને ૧૪ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે મંજૂર કરી દીધા છે.
ગુજરાત એટીએસની એક ટીમ દ્વારા ચારે શખસો તથા પંચો તેમજ ટ્રાન્સલેટરને સાથે રાખી તાત્કાલિક ધોરણે સર્ચ કરવામાં આવ્યું હતું.જે દરમિયાન એક ગુલાબી કલરના પાર્સલમાંથી૩ પિસ્ટલ અને ૧ કાળા રંગનો ફલેગ મળી આવ્યો હતો.ત્રણેય પિસ્ટલ પર સ્ટારનું ચિહન છે અને બેક ટ્રેકિંગ થઇ ન શકે તે હેતુથી રીકવરકરવામાં આવેલી ત્રણેય પિસ્ટલ પરથી સિરિયલ નંબર ભંૂસી નાખ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણમાંથી બે પિસ્ટલમાં એટેચ કરેલી મેગઝિનમાં ૭-૭ રાઉન્ડ તથા એક પિસ્ટલમાં એટેચ કરેલી મેગેઝિનમાં ૬ રાઉન્ડ એમ કુલ ૨૦ રાઉન્ડ રીકવર કરવામાં આવ્યા છે. જે તમામ રાઉન્ડસ પર એફએટીએ લખેલું છે. આ ઉપરાંત મોહમ્મદ નુસરથ પાકિસ્તાનના વેલીડ વિઝા પર ધરાવે છે.