Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ગુજરાત પર આવશે મોટી આફત : ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની અગાહી
-૧૦૦-૧૨૦ કિમી ઝડપે પવન ફૂંકાશે -૬ દિવસ બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત આકાર પામશે
21/05/2024 00:05 AM Send-Mail
ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. ૨૬ મેથી ૪ જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે. પશ્વિમ બંગાળમાં ૧૦૦થી ૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી આપી છે. ૨૨મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૃઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે.

દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયુ છે. આંદામાન-નિકોબાર ચોમાસું બેસી ગયું છે. પરંતુ તે પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૃઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, ૨૬મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શકયતા છે. પશ્ચિમ બંગાળમાં ૧૦૦-૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. જો આ ચક્રવાત ઓમાન તરફ ન ફંટાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ૨૬ મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શકયતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શકયતા છે. આ સમયે ૧૦૦-૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. અરબસાગરમા મે મહિનાના અંતમાં જૂનની શરૃઆતમાં ચક્રવાતની અસર બનશે. ૮ જૂન બાદ આરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શકયતા પણ છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શકયતા છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. આઈએમડીએ પણ કહ્યું કે, આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી. કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે. આઈએમડીએ પણ કહ્યું કે, ૨૨ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. આનાથી કેરળમા ચોમાસું આગળ વધશે. પરંતું આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી. કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે.