Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ગુજરાતમાં સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પર લગાવવામાં આવશે
સ્માર્ટ મીટર પર ખૂબ જ વધુ બિલ આવતા હોવાની ઠેર-ઠેર ફરિયાદ
22/05/2024 00:05 AM Send-Mail
વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ, એમજીવીસીએલની ઓફિસમાં તોડફોડ
વડોદરા શહેરના અકોટા એમજીવીએલ ઓફિસ ખાતે સ્માર્ટ મીટરોને લઇન ઘરોમાં વીજળી ડૂલ થઇ જતાં સ્થાનિક લોકોએ તોડફોડ કરી હતી તેમજ વીજ વાયરો સળગાવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્માર્ટ મીટરો હટાવવાની માંગ સાથે લોકોએ ધરણાં કરી ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા. લોકોનો રોષ દિવસે ને દિવસે વધતો જાય છે. ફતેગંજ વિસ્તારના એક સ્થાનિકે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરમાં અમારુ ૪ દિવસમાં ૫૦૦ રૂપિયા બીલ આવ્યું છે. પહેલા બે મહિનાનું ૯૦૦થી ૧૦૦૦ હજાર રૂપિયા આવતું હતું. એનાથી વધારે આવતું નહોતું. અમારા જૂના મીટર નાખી આપો અને સ્માર્ટ મીટર કાઢી જાઓ. સ્માર્ટ મીટરને લઇને વડોદરા સહિત રાજયના અન્ય શહેરોમાં વિરોધનો વંટોળ ઊઠયો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે લોકો સ્માર્ટ મીટર હટાવવાની માગ કરી રહ્યા છે.

સ્માર્ટ મીટર વિરૂદ્ઘની લડાઇમાં કોંગ્રેસ પ્રજાની સાથે : અમિત ચાવડા
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે પ્રશાસન,પોલીસ અને સરકાર તંત્રનો દુરુપયોગ કરીને વીજ મીટર લગાવશો તો જે રીતે વિરોધ વંટોળ શરૂ થયો છે તેમાં કોંગ્રેસ લોકોની સાથે છે. આવનારા સમયમાં જે લડાઇ છે, તેમાં કોંગ્રેસ પ્રજાની સાથે છે. આવનાર સમયમાં જે લડાઇ છે, તેમાં કોંગ્રેસ પ્રજાની સાથે રહીને સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગની લડાઇ લડશે. ગુજરાતીઓને લૂંટવાનો કારસો છે તેની સામે સખત વિરોધ કરવામાં આવશે.

રાજયભરમાં સ્માર્ટ વીજ મીટરને લઇને દેકારો મચ્યો છે. અને સ્માર્ટ મીટર પર ખૂબ જ વધુ બિલ આવતા હોવાની ઠેર-ઠેર ફરિયાદ થઇ રહી છે. ત્યારે રાજય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પર લગાવવામાં આવશે.

ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રી-પેઇડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી. ત્યારે હવે રાજય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથો-સાથ જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે.

અગાઉ રાજયની ચારેય વીજ કંપનીઓને વડાઓને ગાંધીનગરનું તેડુ મોકલાયું હતું. પાટનગરમાં ઉર્જા વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા છે. વડોદરાના નાગરિકે સ્માર્ટ મીટરને લઇને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.