Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
લો બોલો... હરતુ ફરતું જુગારધામ પકડાયું
મહુધા નજીકથી ચાલુ આઈશર ટ્રકમાં જુગાર રમતાં ૪૨ શખ્સો ૪.૭૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
ધોળકાના શખ્સો ધોળકા-ખેડા-મહેમદાવાદ-મહુધા-ગળતેશ્વર રૂટ ઉપર આઈશર દોડાવીને જુગાર રમતા હતા
22/05/2024 00:05 AM Send-Mail
જુગારની લતે ગરમી ભૂલાવી દીધી
છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. અને તાપમાનનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચ્યો છે તેમ છતાં પણ અંગ દઝાડતી ગરમીમાં પણ જુગારીઓ જુગાર રમવામાં લીન હતા. જુગારની એટલી લત હતી કે આઈશર ટ્રકમાં તાડપત્રી બાધીને અંદર જુગાર રમતા હતા, ગરમી પણ તેમની આગળ જાણે કે પાણી ભરતી હોય તેમ લાગતુ હતુ.

અગાઉ પણ આવી રીતે જુગારધામ પકડાયું હતું
ખેડા જિલ્લામાં ચાલુ વાહનમાં અંદર બેસીને જુગારધામ ચલાવવાનો કીમીઓ ઘણા સમયથી જુગારીઓ અપનાવતા હોય છે. અગાઉ પણ પોલીસે ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાંથી આવું જુગારધામ પકડ્યું હતું. ત્યારબાદ તાડપત્રી વાળા વાહનોને પોલીસે ચેક કરવાનું ચાલુ કરતા તેમને આવી સફળતા મળે છે.

ખેડા જિલ્લામાં જુગારધામ ઘણી જગ્યા પર ધમધમે છે પરંતુ તેના પર પોલીસની નજર મીઠી હોય છે. નડિયાદ પશ્ચિમમાં એક ઠેકાણે બેરોકટોક પશ્ચિમ પોલીસની મીઠી નજર હેઠળ જુગારધામ ચાલે છે પરંતુ જે લોકોને પોલીસને ભરણ આપવું નથી તે લોકો અવનવા કિમીયા અજમાવીને જુગારધામ ધમધમતા કરે છે.

આઈશરમાં જુગારીઓને બેસાડીને જુગાર રમાડતા એક ભેજાબાજે નવો કિમીઓ અજમાવ્યો છતાં પોલીસની બાજ નજરમાં તે પકડાઈ ગયા છે. ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચાલતી આઈશર ટ્રકમાં જુગારનો અડ્ડો ચલાવી જુગાર રમતા ચાલક સહિત કુલ ૪૨ વ્યક્તિઓને રંગેહાથે ઝડપી લીધા છે. પોલીસે રોકડ સાથે ૪.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને ગતરાત્રે મહુધા-ડાકોર રોડની ઉંદરા ફાટક પાસેથી પસાર થતા શંકાસ્પદ આઈશર ટ્રક નંબર જીજે-૩૮ ટીએ-૧૫૫૧ને અટકાવીને તલાશી લેતાં ટ્રકની પાછળ ટોળે વળીને કેટલાક શખ્સો જુગાર રમતાં મળી આવ્યા હતા. તમામ લોકોને નીચે ઉતારીને ગણતરી કરતા કુલ ૪૨ શખ્સો હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે તેમના નામઠામ પુછતા વિષ્ણુભાઈ સોમાભાઈ રાણા, વિષ્ણુભાઈ માણેકલાલ રાણા, પ્રિતેશભાઈ બાબુભાઈ રાણા, મહેશકુમાર ખોડીદાસ રાણા, સંજયકુમાર જશુભાઈ રાણા, સુરેશભાઈ બાબુભાઈ રાણા, હર્ષદભાઇ રતીલાલ રાણા, કરણભાઈ મહેશભાઈ રાણા, મુકેશભાઈ ચંદુભાઈ રાણા, ભરતભાઈ પ્રવિણચંદ્ર રાણા, મહેન્દ્રકુમાર ગોપાલભાઈ રાણા, રવિભાઈ રાજુભાઈ રાણા, રવિભાઈ હસમુખભાઈ રાણા, કલ્પેશકુમાર શાંતિલાલ રાણા, તુષારકુમાર ગોપાલભાઈ રાણા, બળદેવભાઈ રમણભાઈ રાણા, સાહિલભાઈ દશરથભાઈ જેણાભાઈ રાણા, મનીષભાઈ સંજયભાઈ રાણા, મુકેશભાઈ રાજેશભાઈ રાણા, રાકેશભાઈ કનુભાઈ રાણા, દર્શનભાઈ રણછોડભાઈ રાણા, વિજયકુમાર છનાલાલ રાણા, મુકેશભાઈ દિનેશભાઈ રાણા, મિતેશભાઈ ભગવતીભાઈ રાણા, ભરતભાઈ શાંતિલાલ રાણા, જયેશભાઈ હિંમતભાઈ રાણા, જીગ્નેશભાઈ રાજુભાઈ રાણા, કિશનકુમાર રાણા, રાજેન્દ્રભાઈ રમેશભાઈ, જયેશભાઈ ગોપાલભાઈ રાણા, ધવલભાઈ રમેશભાઈ કાંગસીયા અને મહેશભાઈ ચંદુભાઈ ડબગર (તમામ રહે. ધોળકા, તા. ધોળકા, જિ. અમદાવાદ)ના હોવાનું જણાવ્યું હતું. પુછપરછમાં આ તમામ લોકો ધોળકા-ખેડા-મહેમદાવાદ-મહુધા-ગળતેશ્વર રૂટ પર આઈશર ટ્રકને દોડવતા હતાં. પોલીસે ઉપરોક્ત તમામ જુગારીયાઓ પાસેથી અંગજડતીમાંથી રોકડ રૂપિયા ૧,૫૫,૪૯૦ તેમજ દાવ પરના રોકડ રૂપિયા ૯૨૩૦ સાથે ૭ નંગ મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી આઈશર ટ્રક ૩ લાખ મળી કુલ ૪,૭૨,૭૨૦નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નડીઆદની મહિલા સાથે પૈસાના રોકાણના બહાને ૪.૧૭ લાખની છેતરપીંડી

સેવાલિયા : ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા

ઠાસરાની ક્રેડિટ સોસાયટીમાંથી નકલી દાગીના મૂકી ૧.૭૦ કરોડની લોન લેનાર ૧૪ સભાસદ-વેલ્યુઅર સામે ફરિયાદ

કપડવંજ : માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈને કરેલી આત્મહત્યા

વડતાલ : સરપંચની ચૂંટણીની અદાવતમાં બેને ધારીયું ડંડાથી માર મારનાર ત્રણને ૬-૬ મહિના કેદની સજા

મહુધા: નાની ખડોલ ગામે પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ જતા હત્યા કર્યાનું ખૂલ્યું

નડિયાદના સલુણ પાસે એસટી બસનું ટાયર ફાટતાં ડીવાઇડર કૂદી રીક્ષા સાથે ભટકાઈ, ૭ ઘાયલ

ઠાસરા: ફોટો સ્ટુડિયોના માલિક પાસેથી કર્મચારીએ ઉછીના લીધેલ ૧.૭પ લાખ પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ