Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નડિયાદ તાલુકાના મહોળેલ અને આજુબાજુના ગામોમાંથી ૯ પશુની ચોરી થતા ફરિયાદ
પશુ ચોર ટોળકીના આતંકને લઈ પશુપાલકોમાં ચિંતા પોલીસ ટોળકીને પકડે તેવી ઉઠેલી માંગ
23/05/2024 00:05 AM Send-Mail
નડિયાદ તાલુકાના મહોળેલ તેમજ આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયેલી પશુ ચોર ટોળકી દ્વારા દરરોજ પશુઓની ચોરી કરીને પશુપાલકોને પડતા પર પાટુ મારી રહ્યા છે. મહોળેલ અને તેની આસપાસના વિસ્તારોમાંથી નવ જેટલા પશુઓની ચોરી થયાની ફરિયાદ થવા પામતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નડિયાદના મહોળેલ પંથકમાં પશુ ચોર ટોળકી રાત્રિના સમયે વાહન લઈને ત્રાટકી હતી અને પાલડી ગામના નવોદય નગરમાં રહેતા ભરતકુમાર મનુભાઈ સોઢાપરમારે પોતાની ઘરની નજીક આવેલ દુકાન પાસે રોડની સાઇડમાં ખીલે બાંધેલ ભેંસની પાંચ વાછરડીયો દોરડા કાપી ચોરી કરી હતી.

સાથે પશુ ચોર ટોળકીએ પાલડી ગામના સંપતસિંહ શંકરસિંહ સોઢાની એક પાડીની ચોરી કરી હતી. ત્યાંથી પશુ ચોર ટોળકી મહોળેલ ગામના સંતરામપુરા ખાતે ત્રાટકી હતી અને દલપતસિંહ અભેસિંહ સોલંકીની બે પાડીઓની ચોરી કરી હતી ત્યાંથી નજીકમાં આવેલ જાવોલ ગામની મુવાડી ખાતે ત્રાટકી હતી અને રયજીભાઈ ઉદાભાઈ સોઢાના ઘર પાસે ખીલે બાંધેલ તેમની એક પાડીની ચોરી કરી લીધી હતી. આમ પશુ ચોર ટોળકીએ એક જ રાતમાં વિવિધ ચાર સ્થળે ત્રાટકી રૂપિયા ૪૫૦૦૦ ની કિંમતની ૯ પાડીની ચોરી કરી હોવાનો બનાવ ઉજાગર થતાં પંથકના પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચકલાસી પોલીસે આ અંગે ગુનો નોંધીને પશુ ચોર ટોળીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

નડીઆદની મહિલા સાથે પૈસાના રોકાણના બહાને ૪.૧૭ લાખની છેતરપીંડી

સેવાલિયા : ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા

ઠાસરાની ક્રેડિટ સોસાયટીમાંથી નકલી દાગીના મૂકી ૧.૭૦ કરોડની લોન લેનાર ૧૪ સભાસદ-વેલ્યુઅર સામે ફરિયાદ

કપડવંજ : માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈને કરેલી આત્મહત્યા

વડતાલ : સરપંચની ચૂંટણીની અદાવતમાં બેને ધારીયું ડંડાથી માર મારનાર ત્રણને ૬-૬ મહિના કેદની સજા

મહુધા: નાની ખડોલ ગામે પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ જતા હત્યા કર્યાનું ખૂલ્યું

નડિયાદના સલુણ પાસે એસટી બસનું ટાયર ફાટતાં ડીવાઇડર કૂદી રીક્ષા સાથે ભટકાઈ, ૭ ઘાયલ

ઠાસરા: ફોટો સ્ટુડિયોના માલિક પાસેથી કર્મચારીએ ઉછીના લીધેલ ૧.૭પ લાખ પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ