Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
આણંદ : સતત ચોથા દિવસે બપોરે ગરમીનો પારો ૪૫+થી
અસહ્ય ધખારો, ર૬ મે સુધી ‘ ઓરેન્જ એલર્ટ’ની ચેતવણી
24/05/2024 00:05 AM Send-Mail
બે દિવસમાં ૧૦૮ને મળ્યા ૧૬ ઇમરજન્સી કોલ
આણંદ જિલ્લામાં ધોમધખતી ગરમીના કારણે હીટવેવ સહિતની ઋતુજન્ય બિમારીઓના વાવરની અસર થઇ રહી છે. જેમાં છેલ્લા બે દિવસમાં ૧૦૮ ઇમરજન્સી વાનને ૧૬ કોલ મળ્યા હતા. જેમાં ૧૦૮ની ટીમે સત્વરે સ્થળ પર પહોંચીને અસરગ્રસ્ત વ્યકિતને સારવાર સહિત જરુર પડયે વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હોવાનું જાણવા મળે છે.

આણંદ જિલ્લામાં ચાર વર્ષ બાદ પહેલીવાર મે માસમાં સતત ૧૬ દિવસ કાળઝાળ ગરમી રહેતા જનજીવન પર વ્યાપકે અસર જોવા મળી છે. ગરમી અને હવામાનની સ્થિતિ, પાછલા અનેક વર્ષના મે મહિનાની વિક્રમી ગરમીના રેકોર્ડ તોડશેની સંભાવના વ્યકત થઇ રહી છે. જેમાં આજે સતત ચોથા દિવસે બપોરે ૧ કલાકે તાપમાનનો પારો ૪પ+ હતો. આભમાંથી અગનગોળા વરસતા હોય તેવી દાહકતાભર્યા માહોલમાં કામસર નીકળનારાઓ ત્રાહિમામની સ્થિતિ અનુભવતા હતા.

રાજય હવામાન વિભાગે આણંદ શહેરને ઉષ્ણ શહેરની યાદીમાં મૂકવા સાથે ર૬ મે સુધીઓરેન્જ એલર્ટ આપી દીધું છે. ઉપરાંત રપ મે સુધી હીટ વેવ અને વોર્મ નાઇટની આગાહી પણ કરવામાં આવી છે.આણંદ કૃષિ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનુસાર રાજસ્થાન તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ગરમીનું જોર વધ્યું છે. જેથી સામાન્ય તાપમાન ૩ ડિગ્રી વધુ નોંધાયું છે.આગામી ત્રણ દિવસ સુધી ગરમીમાં કોઇ રાહત મળવાની સંભાવના નથી.

ઉલ્લેખનીય છે કે, તાપમાનનો પારો આણંદ શહેર કરતાં જિલ્લાના અન્ય સ્થળોએ એકાદ ડિગ્રી વધુ હોવાનું પણ નોંધાયું હતું. જેમાં આજે બપોરે બે કલાકે મહેળાવમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેની ઇફેકટ આસપાસના વિસ્તારોમાં પણ કાળઝાળ ગરમીરુપે સૌએ અનુભવી હતી. સવારે નવેક વાગ્યાથી બફારા અને સૂકા ગરમ પવનભર્યા માહોલના કારણે બજારોમાં ખરીદારી તેમજ સરકારી કચેરીઓમાં કામ અર્થ આવનાર અરજદારોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લામાં ર૬મી સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાથી આ સમયગાળા દરમ્યાન ૪૩થી ૪પ ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશેના વર્તારા સાથે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા નાગરિકોને હીટ વેવ અને હિટ સ્ટેકથી બચવા માટે ખાણીપીણી અને સલામતીની બાબતો અંગેની ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને તરસ ન લાગે તો પણ પૂરતું પાણી પીવું, શરીરને હાઇટ્રેટ રાખવા માટે ઓઆરએસ, લસ્સી, ચોખાનું પાણી(તોરાની), લીંબુ પાણી, છાશ, નાળિયેરનું પાણી અને ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

સીસ્વા: આકારણી વિનાના રિસોર્ટના વિરોધમાં ગ્રામજનો સાથે ગ્રામ પંચાયત પણ મેદાનમાં

આણંદ પાલિકા વ્યકિતગત આવાસ બાંધકામ યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં જિલ્લામાં મોખરે

ખંભાતના દરિયા કિનારે આવેલ ઐતિહાસિક વડુચી માતા મંદિરની પૌરાણિક વાવ ગાળવામાં આવી

આણંદ શહેરમાં મૃત્યુદરની સામે જન્મદર ૩ ગણો પ વર્ષમાં ૩૩૭૧૦નો જન્મ, ૧૦૧૩૮ના મૃત્યુ

આણંદ : સાયબર ક્રાઈમના વધેલા વ્યાપને નાથવા માટે પોલીસનું જનજાગૃત્તિ અભિયાન

આણંદ : સ્થાનિક ડોકયુમેન્ટના અભાવે પરપ્રાંતીય વિદ્યાર્થી ‘નમો લક્ષ્મી યોજના’ થી વંચિત

ઉમરેઠ : ક્રોપ લોનની બાકી પડતા ૧.૭૪ લાખ વ્યાજ સહિત બેંકને પરત ચૂકવવા કોર્ટનો હૂકમ

આણંદ : લોકાર્પણ કરાયાના ૬ મહિનામાં જ ૬ લાખ લીટર પાણીની ટાંકી લીકેજની સમસ્યા ૩ વર્ષ પણ યથાવત