Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ખંભાતના બાવાબાજીશા વિસ્તારમાં ઓટલા પર બેઠેલ વૃદ્ઘાને શિંગડે ચઢાવી પટકાવતાં મોત, પાલિકાએ ગાયને પાંજરે પૂરી
ગાયને ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ઓબ્ઝર્વેશનમાં મુકાઈ
24/05/2024 00:05 AM Send-Mail
રખડતા પશુઓને પકડવાની કામગીરીમાં પાલિકા તંત્ર આળસ અનુભવે છે : જાગૃત નાગરિક
ખંભાત શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. પશુમાલિકો પોતાના પશુઓને બાંધવાના બદલે ખોરાક માટે શહેરમાં છૂટા મૂકી દે છે અને છૂટા પશુઓ નગરજનોને શિંગડે ચઢાવી ઈજા પહોંચાડતા હોય છે. આજની ઘટના બાદ નગરજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને પાલિકા તંત્ર શહેરમાં રખડતા પશુઓને ખીલે બાંધવા માટે આળસ અનુભવતું હોવાનો જાગૃત નગરજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. જો કે આજે સવારે બનેલી ઘટના બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગાયને પાંજરે પૂરવામાં આવી હોય નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી નિયમિત થઈ હોત તો આજની ઘટનાને ટાળી શકાત તેમ એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું.

ખંભાત શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી જતાં વાહનચાલકો, મુસાફરો, રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. ખંભાતમાં રખડતા ઢોરોને શીંગડે ચડાવતા કેટડલીક વ્યક્તિઓના મોત થયા છે. કેટલાકને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. વધુ એક ઘટના ખંભાતના મોચીવાડ રોડ પરના બાવા બાજીશા વિસ્તારની સામે આવી છે. ખંભાતના બાવા બાજીશા વિસ્તારમાં ઓટલે બેઠેલ વૃદ્ઘાને ગાયે શીંગડે ચઢાવતા મોત નિપજ્યું છે. જેને કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ખંભાતના ફતેહ દરવાજા ખાતે રહેતી હીરાબેન ગુલાબભાઈ જાદવ રહે છે. તેઓ કેટલાક સમયથી પોતાની દીકરીને ત્યાં બાવા બાજીશા ખાતે રહેતા હતા. તેઓ ઘરના ઓટલે બેઠા હતા ત્યારે અચાનક ગાય આવી પહોંચી હતી અને શીંગડે ચઢાવી રોડ નીચે પટકાવી હતી અને વારંવાર પટકાવી પટકાવીને માર મારી ગાયે વૃદ્ઘાને મોતને ઘાટ ઉતારી હતી. જેને કારણે હાલ રખડતા ઢોરોને લઈ ભિતી સર્જાઈ છે. આ અંગે નગરપાલિકાને જાણ કરવામાં આવતા પાલિકાએ ગાયને પકડવાની તજવીજ હાથ ધરી પાંજરે પૂરી હતી. જે અંગે પાલિકામાં જીવદયા પ્રેમીઓ પણ દોડી આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે વૃદ્ઘાને મોતને ઘાટ ઉતારનાર ગાય હડકાઈ થઈ છ ેકે કેમ તે માટે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ઓબ્ઝર્વશનમાં મુકાઈ છે. વધુમાં રખડતા ઢોરોને પાંચરે પૂરી ઢોરમાલિકો સામે પણ કડક કાર્યવાહી કરવા જાગૃતજનોએ ઉગ્ર માંગ કરી છે. જેથી ઢોરોના ત્રાસથી નાગરિકોના પણ જીવ બચાવી શકાય.


સીસ્વા: આકારણી વિનાના રિસોર્ટના વિરોધમાં ગ્રામજનો સાથે ગ્રામ પંચાયત પણ મેદાનમાં

આણંદ પાલિકા વ્યકિતગત આવાસ બાંધકામ યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં જિલ્લામાં મોખરે

ખંભાતના દરિયા કિનારે આવેલ ઐતિહાસિક વડુચી માતા મંદિરની પૌરાણિક વાવ ગાળવામાં આવી

આણંદ શહેરમાં મૃત્યુદરની સામે જન્મદર ૩ ગણો પ વર્ષમાં ૩૩૭૧૦નો જન્મ, ૧૦૧૩૮ના મૃત્યુ

આણંદ : સાયબર ક્રાઈમના વધેલા વ્યાપને નાથવા માટે પોલીસનું જનજાગૃત્તિ અભિયાન

આણંદ : સ્થાનિક ડોકયુમેન્ટના અભાવે પરપ્રાંતીય વિદ્યાર્થી ‘નમો લક્ષ્મી યોજના’ થી વંચિત

ઉમરેઠ : ક્રોપ લોનની બાકી પડતા ૧.૭૪ લાખ વ્યાજ સહિત બેંકને પરત ચૂકવવા કોર્ટનો હૂકમ

આણંદ : લોકાર્પણ કરાયાના ૬ મહિનામાં જ ૬ લાખ લીટર પાણીની ટાંકી લીકેજની સમસ્યા ૩ વર્ષ પણ યથાવત