Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ઠાસરા : તમાકુ વેચાણ રાખ્યા બદલ આપેલ બે ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા
બંને ચેકની રકમ રૂ. ર.૦૩ લાખ તા. રપ ઓગસ્ટ,ર૦રરથી રર મે,ર૦ર૪ સુધી ૯ ટકા વ્યાજ સાથે બે માસમાં ફરિયાદીને ચૂકવવા હૂકમ
24/05/2024 00:05 AM Send-Mail
ઠાસરા તાલુકાના ગુમડીયાના ખેડૂત પાસેથી ગળતેશ્વર તાલુકાના વાંઘરોલીના વેપારીએ તમાકુ વેચાણ રાખીને તે પેટે બે ચેક આપ્યા હતા .જો કે ચેક પરત ફરતા અપાયેલ નોટિસ મુજબ ચેકના નાણાં ચૂકવ્યા ન હતા. જેથી ખેડૂતે ઠાસરા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેનો તાજેતરમાં આવેલ ચુકાદામાં આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ પર ફરિયાદ તારીખથી હુકમ તારીખ સુધી ૯ ટકા વ્યાજ ચૂકવવાનો કોર્ટે હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં ગુમડીયા ગામના દિલીપભાઇ ભોઇ સંયુકત માલિકીની જમીનમાં તમાકુના પાકની ખેતી કરે છે. જયારં વાંઘરોલીના કલ્પેશભાઇ પટેલ તમાકુની ખરીદી માટે ગુમડીયા ગામે અવરજવર કરતા હોવાથી દિલીપભાઇ સાથે પરિચય અને ઓળખાણ થઇ હતી. દરમ્યાન વર્ષ ર૦રરમાં દિલીપભાઇએ પકવેલ તમાકુનો પાક જોઇ-તપાસીને મે,ર૦રરમાં કલ્પેશભાઇ પટેલે વેચાણ રાખી હતી. જેમાં એક મણ તમાકુનો ભાવ રૂ.૧પ૦૦ નકકી થયો હતો.

આ સોદામાં ૧૯ મે,ર૦રરના રોજ તમાકુ તોળતા કુલ વજન ૩૪ મણ, કિંમત રૂ. પ૧ હજાર થઇ હતી. જેમાંથી વટાવ વગરેબાદ કરીને કુલ ૪૮ હજારનો ચેક આપ્યો હતો. આ ઉપરાંત તા. ર૦ મે,ર૦રરના રોજ બંને વચ્ચે તમાકુ વેચાણનો વધુ એક સોદો થયો હતો. જેમાં કુલ ૧૦૯ મણ તમાકુના રૂ.૧.પપ લાખનો ચેક આપ્યો હતો. જેથી ખેડૂત દિલીપભાઇએ બંને ચેક તા. રપ ઓગસ્ટ,ર૦રરના રોજ તેમના ખાતામાં રજૂ કરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા. જેથી વકીલ મારફતે દિલીપભાઇએ તા. ૧ સપ્ટે.ર૦રરના રોજ કલ્પેશભાઇને મોકલેલ લીગલ નોટિસ બજી જવા છતાં કોઇ જવાબ કે નાણાં ચૂકવી આપ્યા ન હતા. આથી ધી નેગો. ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ મુજબ તેઓએ ઠાસરા કોર્ટમાં ફરિયાદ કરી હતી અને ચેકની બમણી રકમ વ્યાજ સહિત અપાવવા અરજ કરી હતી. આ કેસમાં કલ્પેશ પટેલે તેઓ વિરુદ્વ ગુનાનો ઇન્કાર કરીને ગૂનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. જેથી આ ક્રિમીનલ કેસ આગળ ચલાવીને પુરાવો નોંધવામાં આવ્યો હતો. આ કેસ સમરી ટ્રાયલ નહીં પણ સમન્સ ટ્રાયલ મુજબ ચાલેલ હતો અને સમન્સ ટ્રાયલની પ્રોસીજર મુજબ આ કેસમાં પુરાવો નોંધવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું¶ હતું કે, ફરિયાદ અદાલતમાં દાખલ કરતા પહેલા ફરિયાદી તરફે આરોપીને સ્ટેચ્યુટરી નોટિસ આપી કાયદેસરની લેણી રકમ ચૂકવી આપવા તક આપવામાં આવી હતી. ઉપરાંત ગુનાની ટ્રાયલ દરમ્યાન પણ આરોપીને ફરિયાદીની કાયદેસરની લેણી રકમ ચૂકવી આપવા પૂરતી તક મળેલ હોવા છતાં ચેકમાં જણાવેલ લેણી રકમ ચૂકવી આપેલ નથી. જે ટ્રાયલ ચાલતા પસાર થયેલ સમયના કારણે ફરિયાદીને આર્થિક નુકસાની ભોગવવી પડી છે અને સ્વાભાવિક રીતે માનસિક ત્રાસ પણ ભોગવવો પડયો છે. આ કેસમાં તાજેતરમાં ન્યાયાધીશ જીનલ વિનયકુમાર શાહ (જયુડી. મેજી. ફ. ક.ઠાસરા)એ આખરી હુકમમાં કલ્પેશભાઇ મગનભાઇ પટેલ, વાંઘરોલીને કલમ ૧૩૮ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો. ઉપરાંત આરોપીએ બંને ચેકોની કુલ રકમ ર.૦૩ લાખ ચેક રીટર્ન તા. રપ ઓગસ્ટ,ર૦રરથી આખરી હુકમની તા. રર મે,ર૦ર૪ સુધી ૯ ટકાના સાદા વ્યાજ સહિત વળતર પેટે બે માસમાં ચૂકવવા અને ચૂકવણીમાં કસૂર કરે તો અલગથી બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.