Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નડિયાદ : પીપળાતા ગામની બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં બે શખ્સો દ્વારા ચોરીનો પ્રયાસ
સીસીટીવી કેમેરા તોડતા મુંબઈ હેડ ઓફિસમાં એલાર્મ વાગતા તસ્કરોને ભાગવું પડ્યું
24/05/2024 00:05 AM Send-Mail
નડિયાદના પીપળાતા ગામે આવેલ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ બુથમાં બે તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. જો કે સીસીટીવીથી બચવા કેમેરા તોડતાં તેનું એલાર્મ મુંબઈ સ્થિત હેડ ઓફિસે વાગતા સતર્કતના કારણે ચોરીનો પ્લાન પડતો મુકીને ભાગવું પડ્યું હતું. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર નડિયાદ તાલુકાના પીપળાતા ગામ ખાતે બેંક ઓફ ઈન્ડિયાનું એટીએમ આવેલ છે. આ એટીએમ બુથમાં ગત ૨૧મી મે રાત્રે પોણા ત્રણેક વાગ્યાના સુમારે નાણાં ચોરી કરવાના હેતુથી બે અજાણ્યા ઈસમો એટીએમ બુથમાં ઘૂસ્યા હતા. સૌપ્રથમ સીસીટીવીથી બચવા આ તસ્કરો એટીએમ બુથમાં લગાવવામાં આવેલ કેમેરામાં તોડફોડ કરી હતી. જે બાબતે મુંબઈ સ્થિત હેડ ઓફિસમાં એલાર્મ વાગતા તસ્કરને જાણ થતાં ચોરી કરવાનો પ્લાન પડતો મૂકી ફરાર થવું પડ્યું હતું. સ્થળ પર દોડી આવેલા કંપનીના કર્મચારીઓએ એટીએમની અંદરની બાજુએ પૈસા ઉપાડવાના મશીનની ઉપર આવેલ પીઓપીવાળી છતમાં લગાવેલ કેમેરો ખેંચીને નીચે તોડી નાંખેલ હાલતમાં જાવો મળ્યો હતો તેમજ તપાસ કરતા એટીએમ મશીનમાં કોઈ તોડફોડ કે નુકશાન થયેલ ન હોવાનું જણાયું હતું.

આ ઉપરાંત એટીએમમાંથી કોઈ રોકડ રકમની ચોરી પણ થયેલ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અજાણ્યા બે ઈસમો ચોરી કરવાના ઈરાદે એટીએમ બુથમાં ઘૂસી સીસીટીવીની તોડફોડ કરતી ફરિયાદ અભિષેક જૈને ગ્રામ્ય પોલીસમાં આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નડીઆદની મહિલા સાથે પૈસાના રોકાણના બહાને ૪.૧૭ લાખની છેતરપીંડી

સેવાલિયા : ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા

ઠાસરાની ક્રેડિટ સોસાયટીમાંથી નકલી દાગીના મૂકી ૧.૭૦ કરોડની લોન લેનાર ૧૪ સભાસદ-વેલ્યુઅર સામે ફરિયાદ

કપડવંજ : માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈને કરેલી આત્મહત્યા

વડતાલ : સરપંચની ચૂંટણીની અદાવતમાં બેને ધારીયું ડંડાથી માર મારનાર ત્રણને ૬-૬ મહિના કેદની સજા

મહુધા: નાની ખડોલ ગામે પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ જતા હત્યા કર્યાનું ખૂલ્યું

નડિયાદના સલુણ પાસે એસટી બસનું ટાયર ફાટતાં ડીવાઇડર કૂદી રીક્ષા સાથે ભટકાઈ, ૭ ઘાયલ

ઠાસરા: ફોટો સ્ટુડિયોના માલિક પાસેથી કર્મચારીએ ઉછીના લીધેલ ૧.૭પ લાખ પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ