Sardar Gurjari

બુધવાર, તા. ૧૧ ડિસેેમ્બર, ૨૦૨૪, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૭૪

મુખ્ય સમાચાર :
કઠલાલ : ફાગવેલ પાસેથી ૬.૯૧ લાખના વિદેશી દારૂ બીયર સાથે બોલેરો પીકઅપનો ચાલક ઝડપાયો
વિદેસી દારૂની નાની મોટી ૪૬૨૦ બોટલો તેમજબીયરના ૨૪૦ ટીન મળી આવ્યા
24/05/2024 00:05 AM Send-Mail
ખેડા એલસીબી પોલીસે કઠલાલ નજીક વોચ ગોઠવીને અમદાવાદ તરફ જતી પીકઅપ ગાડીને ઝડપી પાડી તેમાંથઈ ૬.૯૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગતરોજ કઠલાલના ફાગવેલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાલાસિનોરથી અમદાવાદ તરફ જતી બોલેરો પીકઅપ ગાડી નં. જીજે-૨૭, ટીટી-૫૨૭૧ને શંકાના આધારે અટકાવી હતી. પોલીસે વાહન ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનુું નામ હીરાસીંગ લ-મણસીંગ પટવા (રહે. મણીનગર, અમદાવાદ) હોવાનું જણાવ્યું છે. પોલીસે વાહનની તલાસી હાથ ધરતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૪૬૨૦ની મળી આવી હતી. જેની કિંમત રૂા. ૬,૬૭,૦૫૬ તેમજ બીયર ટીન નંગ ૨૪૦ કે જેની કિંમત રૂા. ૨૪ હજાર થવા જાય છે તે મળી કુલ રૂા. ૬,૯૧,૦૫૬ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે ૩ લાખની કાર મળી કુલ રૂા. ૯,૯૧,૦૫૬નો મુદ્દામાલ કબ્જે કરી આ વિદેશી દારૂ ક્યાંથી ભરી લાવવામાં આવ્યો હતો અને ક્યાં ડિલીવરી કરવાનો હતો તે દિશામાં તપાસ કરવા માટે પકડાયેલા ચાલકના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.


મહેમદાવાદ: મોદજમાં આવકનો દાખલો લેવા ગયેલા દલિતને સરપંચે અપમાનિત કરીને ધમકાવતા ફરિયાદ

કપડવંજ: સાવલી પાટીયા પાસેથી આઇશર ટ્રકમાં લઇ જવાતા રૂા.૪.૧૮ લાખના ચાઇનીઝ દોરીના જથ્થા સાથે બે ઝડપાયા

નાની ખડોલ : સામાજીક ઓળખાણથી ઉછીના ૧ લાખ પરતનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ

નડિયાદ : મિત્રતામાં સમયાંતરે ઉછીના લીધેલ નાણાંનો ચેક પરત કેસમાં ૧ વર્ષની કેદ, ર.પ૦ લાખ દંડ

સેવાલિયા : ગાંજા સાથે પકડાયેલા બન્ને શખ્સો બે દિવસના રીમાન્ડ પર સોંપાયા

વસો : છ વર્ષ અગાઉ માટીકામ મામલે બે વ્યકિતઓને માર મારનાર પ આરોપીઓને રૂ.૧૦-૧૦ હજાર દંડ

સરસવણી : ચારો લેવા ગયેલ મહિલા સાથે શારિરીક જબરજસ્તીના મામલે બે વ્યકિતઓને ૧૮ માસની કેદ

પેટલી : દૂધ મંડળીમાં ભરવા માટે ઉછીના ર.પ૦ લાખ પરત પેટેનો આપેલ ચેક રીટર્ન થતા એક વર્ષની કેદ