દિલ્હી : નર્મદા બચાવો આંદોલનના નેતા મેઘા પાટકર માનહાનિના કેસમાં દોષિત જાહેર
મેઘા પાટકરે પોતાના અને નર્મદા આંદોલનના વિરોધમાં વિજ્ઞાપન છાપવા બદલ એનજીઓ નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ, અમદાવાદના પ્રમુખ વી.કે.સકસેના વિરુદ્વ કેસ દાખલ કર્યો હતો : વી.કે.સકસેનાએ પણ તેમની વિરુદ્વ અપમાનજનક પ્રેસનોટ જારી કરવાના આરોપમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો
દિલ્હીની અદાલતે નર્મદા બચાવો આંદોલનના નેતા મેઘા પાટકરને એક માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. આ મામલો દિલ્હીમાં તત્કાીલન ઉપરાજયપાલ એલજસ વીકે સકસેના સાથે જોડાયેલો છે. વાસ્તવમાં સકસેનાએ મેઘા પાટકર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. મેટ્રોપોલિટન ન્યાયાધીશ રાઘવ શમાૃએ પાટકરને અપરાધિક માનહાનિ માટે દોષિત ઠેરવ્યા હતા. જેમાં સજાના રુપે બે વર્ષની કેદ અથવા દંડ અથવા બંને સજા થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૦૦માં મેઘા પાટકરે વીકે સકસેના સામે તેમના અને નર્મદા બચાવો આંદોલનના વિરોધમાં વિજ્ઞાપન પ્રસિદ્વ કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારથી બંને વચ્ચે કાનૂની જંગ છેડાયો હતો. તે સમયે વીકે સકસેના અમદાવાદ સ્થિત એનજીઓ નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબટીઝના પ્રમુખ હતા. ત્યારબાદ સકસેનાએ પણ વર્ષ ર૦૦૧માં મેઘા પાટકરના વિરોધમાં અપમાનજનક પ્રેસનોટ જાહેર કરવાના આરોપમાં માનહાનિનો મામલો દાખલ કર્યો હતો. આ પ્રેસનોટ નવે.ર૦૦૦ના રોજ જારી કરવામાં આવી હતી.
આ પ્રેસનોટમાં પાટેકરે કહયું હતું કે, હવાલા લેણદેણની અસરથી વીકે સકસેના ખુદ માલેગાંવ આવ્યા, એનબીએની પ્રશંસાકરી અને ૪૦ હજારનો ચેક આપ્યો. લોક સમિતિએ ભોળપણમાં તુરંત રસીદ અને પત્ર મોકલી આપ્યો, જે ઇમાનદારી અને સારો રેકોર્ડ દર્શાવે છે. પરંતુ ચેક બાઉન્સ થયો હતો. પૂછપરછ કરતા બેંકે જણાવ્યું હતું કે, આ પ્રકારનું કોઇ બેંક એકાઉન્ટ નથી. મેઘા પાટકરે પ્રેસનોટમાં જણાવ્યું હતું કે, વીકે સકસેના દેશભકત નહીં કાયર હતા.
આ કેસમાં સુનાવણી દરમ્યાન કોર્ટે કહયું હતું કે, પાટકરે જે પણ કર્યુ તે જાણીબૂઝીને અને વીકે સકસેનાની છબીને ખરાબ કરવાના ઇરાદાથી કર્યુ. જેનાથી તેમની પ્રતિષ્ઠા, શાખને નુકસાન પહોંચ્યું છે. કોર્ટે કહયું કે, સકસેના દેશભકત નહીં કાયર કહેવું, હવાલા લેણદેણમાં સામેલ હોવાનો આરોપ લગાવવાનું મેઘા પાટેકરનું નિવેદન ન ફકત માનહાનિકારક છે પરંતુ નકારાત્મક ધારણાઓને ભડકાવવા માટે પણ તૈયાર કરાયું હતું.