Sardar Gurjari

શનિવાર, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫, મહા વદ ૩, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૨૩૭

મુખ્ય સમાચાર :
ધગધગતું આણંદ : હજી બે દિવસ આગઝરતી ૪પ+ ગરમીનો પારો રહેશે
પ્રિમોન્સૂન એકિટવીટીના કારણે ર, ૩ જૂને છૂટા છવાયા ઝાપટાંની વકી
25/05/2024 00:05 AM Send-Mail
હિટવેવ : આણંદ જનરલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ તૈયાર કરાયો - હિટ વેવની અસરવાળા દૈનિક ૩થી ૪ દર્દીઓને જનરલ હોસ્પિટલમાં અપાતી સારવાર
આણંદ શહેર,જિલ્લામાં ગરમીનો પારો ૪૫+ થવાની હવામાન વિભાગની આગાહી છે. કાળઝાળ ગરમી,હિટવેવના કારણે ચકકર આવવા, માથું દુ:ખવું, બેભાન થઇ જવું, ઝાડા-ઉલ્ટી સહિતની તકલીફોની શકયતા છે. આ બાબત ધ્યાને લઇને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને ડીડીઓ મિલિન્દ બાપનાની સૂચના મુજબ આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ચોવીસ કલાક મેડીકલ ઓફિસર સહિતની ટીમ તેૈનાત કરવામાં આવી છે. જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સિવિલ સર્જન ડો. અમર પંડયાએ જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયામાં હિટ વેવની અસર ધરાવતા સાત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં ઓછી અસર હોય તો દવા, વધુ અસરવાળાને એક દિવસ ડે કેર સારવાર અને વધુ ઇેફેકટવાળા દર્દીને દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. હાલ હિટ વેવની અસરવાળા દૈનિક ત્રણથી ચાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. હિટવેવની અસરને ધ્યાને લઇને જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે પાંચ બેડ સાથેનો ઇમરજન્સી વોર્ડ તૈયાર કરાયો છે.

ર૦ જૂનથી રેગ્યુલર ચોમાસાના આગમનના એંધાણ હવામાન વિભાગ
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યાનુસાર હજી બે દિવસ હિટવેવની ઇફેકટ રહેશે. જો કે આંદામાન-નિકોબારમાં વરસાદની ટાઇમલાઇન પહોંચી ચૂકી છે અને કેરળથી વરસાદની શરુઆત થશે. જો કે ગુજરાતમાં ર અને ૩ જૂનના રોજ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાંની સંભાવના છે. પ્રિમોન્સૂન એકિટવીટી શરુ થઇ રહી છે. જેમાં ભેજના કારણે વાદળો રચાય. આ પ્રકિયામાં ધીમે ધીમે ચોમાસુ ભેજવાળા પવન સાથે વિવિધ વિસ્તારોમાં પ્રવેશ કરશે. જેમાં ગુજરાતમાં રેગ્યુલર ચોમાસુ ર૦ જૂનથી શરુ થવાની હાલ સંભાવના વ્યકત કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં પ્રથમવાર મે માસમાં કાળઝાળ ગરમીએ ધારણ કરેલ ધોમધખતું રુપ પખવાડિયા બાદ પણ શાંત થવાનું નામ લઇ રહ્યું નથી. આજે વધુ સતત પાંચમા દિવસે ૪પ+ તાપમાનનો પારો નોંધાયો હતો. ગરમીના કાળઝાળ કેરના કારણે સામાન્ય જનજીવનને વ્યાપક અસર પડયાનું જોવા મળે છે. અસહ્ય ગરમીના કારણે દિવસભર તાપમાં શેકાતા ડામર અને આરસીસી માર્ગો પરથી રાત્રિએ પસાર થવા સમયે વરાળ નીકળતી હોવાનો દાહક અનુભવ શહેરીજનોને થઇ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર હજી બે દિવસ આગઝરતી ગરમીનો માહોલ રહેશે. આણંદમાં ર૬ મે સુધી હીટ વેવ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ત્યારબાદ ગરમી પણ ગરમીમાં આંશિક ઘટાડો થશેનો વર્તારો છે.

આજે સવારે ૧૧ કલાકે જ ગરમીનો પારો ૪ર પહોંચી ગયો હતો .જયારે બપોરે ૧ર-૩૦ કલાકે ૪પ ડિગ્રીએ પહોંચેલ ગરમી સાંજે ૬ વાગ્યા સુધીમાં માંડ ર ડિગ્રી ઘટીને ૪૩એ અટકી હતી. આ સમયગાળા દરમ્યાન આકરાં તાપની રાહદારીઓ, વાહન વ્યવહાર સહિતને ભારે અસર પહોંચી હતી. આકાશમાંથી સતત અગન વર્ષાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બપોરના સમયે ધખધખતી ગરમીના કારણે પંખો પણ હીટ જેવો ગરમ પવન ફેંકતો હોય તેવો અહેસાસ થયો હતો. ફૂંકાતા ગરમ અને સૂકા પવનથી બચવા માટે મોટાભાગના લોકોએ ઘરમાં જ પૂરાઇ રહેવાનું મુનાસિબ માન્યું હતું. જેના કારણે આણંદના મુખ્ય બજારોમાં બપોરના સમયે ફરફયૂ જેવો માહોલ જોવા મળ્યો હતો. જયારે કામસર નીકળવું જ પડે તેવા સંજોગોમાં લોકો અગનજવાળાથી બચવા મ્હોં-માથું, હાથ ઢાંકીને નીકળતા હોવાનું જોવા મળ્યું હતું. આગઝરતી ગરમીમાં અબોલ પશુ, પક્ષી અને રસ્તા પર કામ કરતા લોકોની હાલત કફોડી બની હતી. અંગ દઝાડતી ગરમીના કારણે લૂ લાગવા અને ડીહાઇડ્રેશનના કિસ્સા પણ જોવા મળ્યા હતા.

આણંદ : ૪ પાલિકાઓના કુલ ૬૧ પૈકીના ર૮ મતદાન મથકો સંવેદનશીલ

ખંભાતની કાર્ડિયાક કેર સેન્ટરના PMJAY યોજનાના ૧૮ લાખના કલેઇમ નામંજૂર કરાયાનો ઉહાપોહ

આણંદ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તૈયારીને આખરી ઓપ અપાયો

અંબાવ ઈટ ભઠ્ઠાના શ્રમિકોના બાળકોએ દિવેલાના બી ખાતા તબિયત લથડી

નિસરાયા : એપેક્ષ બ્રિકસના સંચાલકને લઘુત્તમ વેતન અધિનિયમના ભંગ બદલ રૂ.૬ હજાર દંડ

બોરસદમાં મુખ્ય કાંસ પર બનાવાયેલા ત્રણ ગેરકાયદે નાળા પાલિકા-કાંસ વિભાગ દ્વારા દૂર કરાયા

અસ્વચ્છતા બદલ દંડ : આણંદ મનપા વિસ્તારમાં કચરો-ગંદકી કરતા વેપારીઓ પાસેથી રૂ.૧૧,ર૦૦ વહીવટી ચાર્જ વસૂલાયો

બોરસદમાં અનિયમિત અને અપૂરતી એસ.ટી.બસ સેવા મામલે આવેદનપત્ર