Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નડિયાદ: કલેક્ટરના બંગલામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફડાતફડી
વહીવટી અધિકારીઓ દોડી ગયા, ફાયર બ્રિગ્રેડે આગને કાબૂમાં લીધી
25/05/2024 00:05 AM Send-Mail
નડિયાદ પીજ રોડ ઉપર આવેલા ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના બંગલાના એક રૂમના એસી ના યુનિટમાં શોર્ટસર્કિટ ના કારણે આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી ઘટનાની ફાયર બ્રિગ્રેડની ટીમને જાણ થતાં ઘટના સ્થળ દોડી આવી હતી અને આગ કાબુમાં લીધી હતી. જો કે આ આગમાં કોઈ મોટું નુકસાન થયું નથી.

નડિયાદ પીજ રોડ ઉપર ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવનું સરકારી નિવાસસ્થાન આવેલ છે. આજે બપોરે પોણા બે કલાકની આસપાસના સમયે તેમના બંગલામાં એકએક આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટા દેખાતા તરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ નડિયાદને જાણ કરવામાં આવી હતી. ત્યાંથી નડિયાદ ફાયર બ્રિગ્રેડને જાણ કરાતા નડિયાદ ફાયર બ્રિગ્રેડ બનાવના સ્થળે દોડી જઈ આગ કાબુમાં લીધી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મામલતદાર નીનામાએ મીડિયાએ જણાવ્યું હતું કે આજે બપોરે કલેક્ટરશ્રીના બંગલાના એક રૂમની એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેના કારણે આગના ગોટા તેમજ ધુમાડા જોવા મળ્યા હતા તેની જાણ અમોને થતા તરત ફાયર બ્રિગ્રેડને જાણ કરી દેતા તેમણે આવીને આગ કાબુમાં લીધી છે. આગના કારણે કોઈ મોટું નુકશાન થયું નથી. હાલમાં આગ કાબુમાં આવી ગઈ છે. આ બનાવની જાણ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં તેમજ આર.એ.સી. પ્રાંત કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓ પણ બનાવના સ્થળે દોડી ગયા હતાં.

ખેડા : મુખ્યમંત્રી જેમની ખુરશીમાં બેઠા હતા તે મામલતદારની તત્કાળ અસરથી બદલી !

ખેડા જિલ્લામાં માત્ર ૫ મહિનામાં ૮૦૪ લોકોના ૪ કરોડ સાયબર ક્રિમિનલો પડાવી ગયા

ખેડા: તાલુકા સેવા સદનની મુખ્યમંત્રીની આકસ્મિક મુલાકાતથી દોડધામ મચી

માતર : લાયસન્સ વિના, નકશા મંજૂરી વિના કારખાનું ચલાવનારને ૬ હજારનો દંડ કરતી લેબર કોર્ટ

વડતાલ : ત્રણ સ્વામી વિરુદ્વ વડોદરામાં કથિત દુષ્કર્મની ફરિયાદથી હરિભકતોના આક્રોશભેર દેખાવો

નડિયાદ સહિત જિલ્લામાં શાળા ખુલતાની સાથે જ બાળકોની સલામતીનો પ્રશ્ન પોલીસને સતાવ્યો

ડાકોર : પાલિકાના કરારની શરતોના ભંગ બદલ ગોમતી નૌકા વિહારનો ઇજારો રદ

નડિયાદ નગરપાલિકા ઉપપ્રમુખના વિસ્તારમાં ઉભરાતી ગટરોના મુદ્દે પ્રજાએ હોબાળો મચાવ્યો